News Continuous Bureau | Mumbai
Mithun chakraborty: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી ની તબિયત ખરાબ થતા તેમને કલકતા ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ અભિનેતા ની તબિયત માં સુધારો છે. આ દરમિયાન હોસ્પિટલના એક અધિકારી એ અભિનેતા ના હેલ્થ વિશે માહિતી આપતા જણાવ્યું કે અભિનેતા ની તબિયત સ્થિર છે. અને તેઓ સ્વસ્થ છે. આ દરમિયાન હોસ્પિટલમાં અભિનેતા ને મળવા પશ્ચિમ બંગાળ બીજેપી ચીફ પહોંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, ફિલ્મ જોઈ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે કહી આ વાત
હોસ્પિટલે આપ્યું મિથુન ચક્રવર્તી નું હેલ્થ અપડેટ
હોસ્પિટલ ના એક અધિકારીએ જણાવ્યું કે, ‘મિથુન ચક્રવર્તી હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યો છે, તેમને હોસ્પિટલમાં એમઆરઆઈની સાથે ઘણા મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા છે. તેમણે આજે હળવો ખોરાક લીધો છે અને હવે તેમની તબિયત સ્થિર છે. ડિસ્ચાર્જ પહેલાં, તેમને કેટલાક પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, જે પછી તેઓ ઘરે જઈ શકશે.’
આ દરમિયાન હોસ્પિટલમાં મિથુન ચક્રવર્તી ની ખબર પૂછવા પશ્ચિમ બંગાળ બીજેપી ચીફ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં બંગાળ બીજેપી ચીફ અભિનેતા ને મળ્યા હતા, જેણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા. મિથુન ને મળી ને આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બીજેપી ચીફે કહ્યું, ‘તે હવે ઠીક છે, આવતીકાલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, ડોક્ટરોએ તેને આવતી કાલ પછી એક-બે દિવસ ઘરે આરામ કરવાનું કહ્યું છે’.
Kolkata: West Bengal BJP chief Sukant Majumdar said, “He (Mithun Chakraborty) is fine, he will be discharged from the hospital tomorrow, doctors have asked him to rest at home for a day or two after tomorrow.” https://t.co/RTvCexHFBv pic.twitter.com/XzM3CTBk5n
— ANI (@ANI) February 11, 2024
તમને જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તીને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ ના એક અધિકારી એ જણાવ્યું હતું કે, તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)