News Continuous Bureau | Mumbai
અભિનેત્રી જાન્હવી કપૂર હાલમાં તેની ફિલ્મ ગુડલક જેરીને(good luck jerry) લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હાલમાં અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં(promotion) વ્યસ્ત છે, આ દરમિયાન બીજી માહિતી સામે આવી રહી છે કે તે તેના પિતા બોની કપૂર સાથે આગામી પ્રોજેક્ટમાં કામ કરશે. મળતી માહિતી મુજબ, પિતા અને પુત્રીની જોડી એકસાથે સ્ક્રીન સ્પેસ (screen space)શેર કરતી જોવા મળશે. આ સિવાય અભિનેત્રી તેના પિતા દ્વારા નિર્મિત ફિલ્મ ‘મિલી’ (Mili)માં પણ લીડ રોલ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન્હવી કપૂર તેના પિતા બોની કપૂર (Boney kapoor)સાથે એક જાહેરાતમાં (advertisement)જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે પિતા અને પુત્રીની જોડી સ્ક્રીન પર સાથે જોવા મળશે. એવું જાણવા મળે છે કે ટૂંક સમયમાં તેનું શૂટિંગ મુંબઈમાં (Mumbai)જ થશે.બોની કપૂર નિર્મિત ફિલ્મ 'મિલી'માં અભિનેત્રી જાન્હવી કપૂર પણ જોવા મળશે. મળતી માહિતી મુજબ તેનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જાણવા મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં જાન્હવી સાથે એક્ટર સની કૌશલ(Sunny kaushal) જોવા મળવાનો છે. ગુડલક જેરીની વાત કરીએ તો આ ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર (Disney plus hotstar)પર જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : સલમાન ખાન ની આ ફિલ્મ માં થઇ RRR સ્ટાર રામ ચરણ ની એન્ટ્રી
બોની કપૂર નિર્માતા તરીકે પોતાનો ઝંડો લહેરાવ્યા બાદ હવે તે ટૂંક સમયમાં એક્ટિંગમાં પણ ડેબ્યૂ (acting debut)કરવા જઈ રહ્યો છે. તે લવ રંજનની આગામી ફિલ્મમાં અભિનય કરતો જોવા મળશે. શ્રદ્ધા કપૂર અને અભિનેતા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ બંને શૂટ દરમિયાન પણ સાથે જોવા મળ્યા હતા.