Site icon

Naseeruddin shah: 49 વર્ષો થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય નસીરુદ્દીન શાહ ને હિન્દી ફિલ્મો જોવી નથી પસંદ, અભિનેતા એ જણાવ્યું આ પાછળ નું કારણ

Naseeruddin shah:નસીરુદ્દીન શાહ બોલિવૂડ ના દિગ્ગ્જ કલાકારો માંના એક છે. નસીરુદ્દીન શાહ તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતા છે. હવે નસીરુદ્દીન શાહે હિન્દી ફિલ્મો ને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે જે ચર્ચા નો વિષય બન્યો છે.

naseeruddin shah revealed he stop watching hindi films

naseeruddin shah revealed he stop watching hindi films

News Continuous Bureau | Mumbai 

Naseeruddin shah: નસીરુદ્દીન શાહ બોલિવૂડ ના દિગ્ગ્જ કલાકારો માંના એક છે. નસીરુદ્દીન શાહ તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતા છે. નસીરુદ્દીન શાહે 100 થી વધુ ફિલ્મો માં કામ કર્યું છે.  તાજેતરમાં જ અભિનેતાએ હિન્દી સિનેમામાં બની રહેલી ફિલ્મો વિશે ખુલીને વાત કરી હતી. જે બાદ થી તેઓ ચર્ચામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Elvish yadav: બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવ ની મુશ્કેલી વધી, એફએસએલ ની તપાસ માં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો

નસીરુદ્દીન શાહે હિન્દી સિનેમા વિશે કરી વાત 

નસીરુદ્દીન શાહે તાજેતરમાં એક ઇવેન્ટ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન નસીરુદ્દી શાહે કહ્યું કે હિન્દી ફિલ્મ નિર્માતાઓ છેલ્લા 100 વર્ષથી એક જ ફિલ્મો બનાવી રહ્યા છે. આ વિશે તેમને કહ્યું, “તે મને નિરાશ કરે છે કે અમે હિન્દી સિનેમાના 100 વર્ષ પૂરા કરવા પર ગર્વ અનુભવીએ છીએ, પરંતુ વાસ્તવમાં અમે એક જ પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ. મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે. મને તે હવે ગમતી નથી. બિલકુલ સારી નથી લાગતી.હિન્દી સિનેમા માટે એક આશા એ છે કે હવે આપણે એ ફિલ્મોને પૈસા કમાવવાના સાધન તરીકે જોવાનું બંધ કરી દઈએ. પણ મને લાગે છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે કોઈ ઉકેલ બચ્યો નથી, કારણ કે હજારો લોકો જે પ્રકારની ફિલ્મો જોતા હશે તે પ્રકારની ફિલ્મો બનતી રહેશે અને તે લોકો તેને જોતા રહેશે. તેથી જે લોકો ગંભીર ફિલ્મો બનાવવા માગે છે, તેમની જવાબદારી છે કે તેઓ તેમનામાં આજની વાસ્તવિકતા બતાવે અને એવી રીતે બતાવે કે કોઈ તેમના દરવાજે ખટખટાવતું ન આવે.”

 

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version