News Continuous Bureau | Mumbai
Pushpa 2 stampede: પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ માં રેવતી નામ ની મહિલા નું નિધન થયું હતું અને તે મહિલા નો દીકરો ઘાયલ થયો હતો હાલ તે બાળક ની હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે.ગઈકાલે અલ્લુ અર્જુન ના પિતા અલ્લુ અરવિંદ તે ઘાયલ બાળક ને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારબાદ તેમને તે બાળક નું હેલ્થ અપડેટ આપ્યું હતું. આ સાથે જ તેમને જણાવ્યું કે અલ્લુ અર્જુન સહીત પુષ્પા 2 ની ટીમે તે બાળક ના પરિવાર ને કરોડો ની મદદ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Allu arjun: ઘરે થી પોલીસ સ્ટેશન જવા રવાના થયો અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં આજે થશે અભિનેતા ની પૂછપરછ
અલ્લુ અરવિંદ એ આપ્યું બાળક નું હેલ્થ અપડેટ
અલ્લુ અરવિંદે તે બાળક ની હેલ્થ અપડેટ મીડિયા ને જણાવ્યું કે, “અમે જાણીને ખૂબ જ ખુશ છીએ કે બાળકની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. અમે બાળક અને બાળકના પરિવારને મદદ કરવા માંગીએ છીએ તેથી અમે તેમને 2 કરોડ રૂપિયાની રકમ આપવાનું નક્કી કર્યું છે. આ 2 કરોડમાંથી 1 કરોડ રૂપિયા અલ્લુ અર્જુને, 50 લાખ રૂપિયા ‘પુષ્પા’ના નિર્માતાએ અને 50 લાખ રૂપિયા ‘પુષ્પા’ના ડિરેક્ટરે આપ્યા છે. આ રકમ તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ દિલ રાજુને સોંપવામાં આવી રહી છે.”
#Hyderabad: Film producer Allu Arvind announced that ₹2 crore will be provided to the family of Revathi, the woman who lost her life in the Sandhya Theatre stampede on December 4.
He stated that #AlluArjun will contribute ₹1 crore, while Mythri Movie Makers and Director… pic.twitter.com/e7iF4td9RP
— South First (@TheSouthfirst) December 25, 2024
સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ ના કેસમાં મંગળવારે અલ્લુ અર્જુન ની લગભગ 5 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)