Site icon

શાહિદ કપૂરને એકતરફી પ્રેમ કરવા લાગી હતી આ સુપરસ્ટારની દીકરી, તેનાથી છૂટકારો મેળવવા અભિનેતાએ નોંધાવી FIR

-'ફર્ઝી' એક્ટર શાહિદ કપૂર તેના ફેન્સથી ઘણો ખુશ છે. તે વિવિધ રીતે ચાહકો નું મનોરંજન કરે છે. પરંતુ એકવાર તે તેના એક પ્રશંસકને કારણે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. મામલો પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો. કારણ કે તે છોકરીએ અભિનેતા ની નાક માં દમ કરી નાખ્યો હતો.

rajkumar daughter vastavikta pandit was once obsessed with shahid kapoor

શાહિદ કપૂરને એકતરફી પ્રેમ કરવા લાગી હતી આ સુપરસ્ટારની દીકરી, તેનાથી છૂટકારો મેળવવા અભિનેતાએ નોંધાવી FIR

News Continuous Bureau | Mumbai

પીઢ અભિનેતા રાજકુમાર ઉર્ફે કુલભૂષણ પંડિતની શૈલી અને તેમની ડાયલોગ ડિલિવરી તેમના સમયમાં અનોખી હતી. તેમની સ્ટાઈલની નકલ આજ સુધી કોઈ કરી શક્યું નથી. ફિલ્મોમાં જોડાતા પહેલા રાજકુમાર માહિમ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા. ફિલ્મ પ્રોડ્યુસર બલદેવ દુબે તેમની સ્ટાઈલથી પ્રભાવિત થયા અને તેમને ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી. આ પછી રાજકુમારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. જો કે બોલિવૂડ સુપરસ્ટાર રાજકુમારના બાળકો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ બનાવી શક્યા નથી. તેમની પુત્રી વાસ્તવિકતા પંડિતે પણ વર્ષ 1996માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પરંતુ લગભગ એક દાયકા સુધી કામ કરવા છતાં તે ફિલ્મોમાં સફળ થઈ શકી ન હતી. પરંતુ વાસ્તવિકતા ચોક્કસપણે નકારાત્મક સમાચારોમાં આવી ચુકી છે.

Join Our WhatsApp Community

 

શાહિદ કપૂર  ને કરતી હતી પ્રેમ 

વાસ્તવિકતા પંડિત અને શાહિદ કપૂરની પહેલી મુલાકાત સેલિબ્રિટી કોરિયોગ્રાફર શિયામક દાવરના ડાન્સ ક્લાસમાં થઈ હતી. કહેવાય છે કે વાસ્તવિકતા શાહિદ કપૂરને પ્રેમ કરવા લાગી હતી પરંતુ આ પ્રેમ જુસ્સાની હદ સુધી પહોંચી ગયો હતો. જોકે આ પ્રેમ એકતરફી હતો. વાસ્તવિકતા એ શાહિદના ઘર પાસે જ રહેવા માટે ઘર લીધું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે જ્યારે પણ શાહિદ કપૂર તેના ઘરની બહાર નીકળતો ત્યારે તે તેની કારની સામે આવતી હતી.

 

શાહિદ કપૂરે કરી પોલીસ કમ્પ્લેન 

તે માત્ર શાહિદ કપૂરની કારની સામે જ નહીં પરંતુ તેની કારના બોનેટ પર પણ બેસી જતી. પહેલા તો શાહિદે તેની અવગણના કરી પરંતુ જ્યારે આ સિલસિલો બંધ ન થયો તો શાહિદે વાસ્તવિકતા પંડિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. વાસ્તવિકતા પંડિતે પ્રસિદ્ધિ મેળવવા માટે શાહિદ કપૂરના નામનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે પરંતુ તે તેની કારકિર્દીમાં આગળ વધી શકી નહીં. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શાહિદ કપૂરના અફેરમાં વાસ્તવિકતાએ એક્ટિંગ, ડાન્સ, ફિટનેસ ક્લાસ બધું જ છોડી દીધું હતું. તે દિવસ-રાત શાહિદ કપૂરના એપાર્ટમેન્ટની આસપાસ જ રહેતી હતી. આજે વાસ્તવિકતા ક્યાં છે તેની કોઈ માહિતી નથી.

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version