News Continuous Bureau | Mumbai
Raj kundra: પોર્નોગ્રાફી કેસમાં આર્થર જેલમાં બે મહિના ગાળનારઅભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા હવે પોતાના જેલ માં થયેલા અનુભવ પર આધારિત ફિલ્મ થી અભિનયની દુનિયામાં પગ મૂકી રહ્યો છે. હવે રાજે મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેને કહ્યું હતું કે, તે આંતરિક બાબતોનો અંત લાવવા ઈચ્છે છે. તેણે એ પણ શેર કર્યું છે કે કેવી રીતે તેની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થવાનું સૂચન કર્યું હતું.
શિલ્પા શેટ્ટી એ રાજ કુન્દ્રા ને વિદેશમાં સ્થાયી થવા બાબતે કરી હતી વાત
રાજે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, “મારી પત્ની વાસ્તવમાં પહેલી વ્યક્તિ હતી જેણે મને પૂછ્યું, ‘શું તમે વિદેશમાં રહેવા માંગો છો રાજ?’ તમે લંડનમાં બધું છોડી દીધું, તમારો જન્મ અને ઉછેર ત્યાં થયો, તમે અહીં આવ્યા કારણ કે હું અહીં રહેવા માંગતી હતી. પણ જો તમે ઇચ્છો તો હું મેનેજ કરી શકું છું અને ચાલો દેશ છોડીને વિદેશ જઈએ.’ મેં તેને કહ્યું કે હું ભારતને પ્રેમ કરું છું અને અહીંથી નહીં જાઉં. લોકો મોટા ગુના કરે છે, હજારો કરોડો કમાઈ ને અને દેશ છોડીને જાય છે, પરંતુ મેં કંઈ કર્યું નથી તેથી હું દેશ છોડીશ નહીં.”
આ સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો
મારી પ્રતિષ્ઠા ને નુકસાન થયું હતું – રાજ કુન્દ્રા
રાજે જેલમાં વિતાવેલા દિવસો ને યાદ કરી કહ્યું “હું ખરેખર તૂટી ગયો હતો, કદાચ વસ્તુઓને સમાપ્ત કરવા માટે અંદરથી પૂરતો તૂટી ગયો હતો,” તેણે કહ્યું. હું આ શબ્દનો ઉપયોગ નહીં કરું, પણ મારું… ત્યાં ઘણું અપમાન હતું, પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. મારા કારણે મીડિયા મારી પત્ની, બાળકો અને માતા-પિતાની પાછળ પડ્યું. તે પીડાદાયક હતું. હું જાણતો હતો કે બહાર શું થઈ રહ્યું છે.”