Site icon

ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન રકુલ પ્રીતે આ વાત કબુલી, જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 સપ્ટેમ્બર 2020

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ આજે અભિનેત્રી રકુલ પ્રિતસિંહ ની લગભગ 4 કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રકુલે એનસીબી સમક્ષ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. પરંતુ તેણે તેને ડ્રગ્સનુ સેવન કરવાની ના પાડી દીધી હતી. તેણે  કહ્યુ હતું કે તે ચેટમાં જે વાત થતી હતી તેમાં રીયાએ તેની પાસે ડ્રગ્સ માગ્યુ હતું. કારણ કે રીયાએ તેના ઘરે ડ્રગ્સ મૂકયુ હતું. નાર્કોટીક બ્યુરોએ રકુલ પ્રીતસિંહ તથા દીપીકાની મેનેજર કરીશ્મા પ્રકાશને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે બંનેને જયા સાહાની ચેટ બતાવીને સવાલ કરવામાં આવ્યા હતાં.

 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દીપીકા – કરીશ્માની 28 ઓકટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે દીપિકા પાદુકોણ તે વોટ્સએપ ગ્રુપની એડમિન હતી, જેમાં ડ્રગ્સની માગ કરવામાં આવી હતી. દિપીકા ખુદ 2017માં ગ્રુપ દ્વારા ડ્ર્ગ્સની માગ કરતી હતી. કહેવાય છે કે, જયા સાહા અને કરિશ્મા પણ આ ગ્રુપનો ભાગ હતી.  

આ કેસમાં NCB એ જયા સાહા સાથે પૂછપરછ કરી લીધી છે. સાથે જ NCB ઓફિસમાં આજે રકુલ પ્રિત સિંહ અને કરિશ્મા સાથે પૂછપરછ થઈ રહી છે. ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ NCB સારા અલી ખાન, દીપિકા પાદુકોણ તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરશે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version