News Continuous Bureau | Mumbai
Rocky aur rani ki prem kahani : રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા સમાચાર આવ્યા છે કે સીબીએફસીએ ફિલ્મમાં ઘણા ફેરફાર કર્યા છે. સેન્સર બોર્ડે આલિયા-રણવીર સિંહની ફિલ્મમાં અપમાનજનક દ્રશ્યોથી લઈને રમ બ્રાન્ડનું નામ બદલવા સુધીના ઘણા દ્રશ્યો બદલ્યા છે.
રોકી ઔર રાની કી પ્રેમ કહાની માંથી સીન અને ડાયલોગ હટાવાયા
અહેવાલ છે કે ફિલ્મમાં આપવામાં આવેલ ભારતીય સંસદના સંદર્ભ અને મમતા બેનર્જીના નામના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં લિંગરી શોપની અંદર વાતચીતનો સીન પણ બદલવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કેટલાક એવા ડાયલોગ્સ હતા જે મહિલાઓનું અપમાન કરતા હતા. ફિલ્મમાં ‘બ્રા’ શબ્દની જગ્યાએ ‘આઇટમ’ શબ્દ મૂકવામાં આવ્યો છે.તેમજ ‘બી ડી’ને ‘બેહેન દી’ થી અને રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્કને બોલ્ડ મોન્કમાં બદલવામાં આવ્યા છે.સેન્સર બોર્ડે ફિલ્મને 2 કલાક 48 મિનિટની અવધિનું પ્રમાણપત્ર આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : HDFC Bank Market-Cap: HDFC બેંકે નવી ઊંચાઈ સિદ્ધી કરી.. TCS કંપનીને પાછળ છોડી…ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની…
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની સ્ટારકાસ્ટ
કરણ જોહર લાંબા સમય પછી ડિરેક્ટરની ખુરશી પર પાછો ફર્યો છે અને ટ્રેલરથી લઈને ગીતો સુધી બધું જ હિટ રહ્યું છે. જો ચાહકોનું માનીએ તો આ ફિલ્મ ફરી એકવાર દર્શકોને ‘કભી ખુશી કભી ગમ’નો અહેસાસ કરાવશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા સિવાય જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ પણ ભૂમિકા ભજવી છે. ફિલ્મના ગીતોને પણ ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે કે કેમ તે જોવું રહ્યું.