Site icon

ઓગસ્ટ સુધીમાં એક બે નહીં પણ આટલા ટીવી સિરિયલ થઇ શકે છે બંધ- ઘણી મહેનત કરવા છતાં પણ TRP ના બનાવી શક્યા જગ્યા-જાણો ક્યાં છે તે શો 

News Continuous Bureau | Mumbai

મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે અનેક ટીવી શો(TV Show) ઓગસ્ટમાં ઓફ એર(OFF Air) થવા જઈ રહ્યા છે. જેની પાછળનું કારણ છે તેમની નબળી ટીઆરપી(TRP). ચોંકાવનારી વાત એ છે કે આમાંથી કેટલીક સિરીયલ્સ(TV serial) તો શરૂ થયે માત્ર ૪થી ૫ મહિના જ થયા છે.  

Join Our WhatsApp Community

સાથ નિભાના સાથીયા(Saath Nibhana Saathiya) ૨ : સાથ નિભાના સાથીયાની પહેલી સીઝન ખુબ જ સુપરહિટ રહી હતી. અનેક વર્ષો સુધી આ શો ટીઆરપીની રેસમાં(TRP race) પણ રહ્યો પરંતુ હવે તે જાદુ સાથ નિભાના સાથીયા ૨માં જાેવા મળી રહ્યો નથી. આથી આ શો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ શો ઓગસ્ટમાં ઓફ એર થઈ શકે છે. 

મીઠાઈ(Mithai) : માત્ર ચાર મહિનાની અંદર જ આ શોના ડબ્બા ગુલ થઈ ગયા. આ શો દર્શકો પર કોઈ છાપ છોડી શક્યો નથી. દર્શકોના હૃદયમાં જગ્યા ન બનાવી શકવાના કારણે હવે એવું માનવામાં આવી રહ્યું હતું તે મુજબ શોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓગસ્ટમાં આ શોની જગ્યાએ સંજોગ(Sanjog) નામની સિરીયલ આવશે. 

નીમા ડેન્ઝોગપા(Nima Danzogpa) : અનેક મહિનાથી ટીઆરપી માં રહેવાની કોશિશ કરી રહેલી સિરિયલ નીમા ડેન્ઝોગપા પણ બંધ થવાને આરે પહોંચી ગયો છે. આ શોને જાેઈતી ટીઆરપી મળતી નથી. જેથી કરીને આ શોને હવે બંધ કરીને તેના ટાઈમ સ્લોટમાં બીજી નવી સિરીયલ પિશાચિની લાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ સેલીબ્રીટીસ અનુપમા સિરિયલ નો એક પણ એપિસોડ ચૂકતા નથી- 2 વર્ષમાં બની ગયો તેમનો ફેવરેટ શો

કભી કભી ઇત્તફાક સે(Kabhi Kabhi Ittfaq Se) : આ નામનો કોઈ શો ચાલતો હશે કે નહીં તે પણ કેટલાક દર્શકોને તો ખબર નહીં હોય. યેશા રૂઘાની(Yesha Rughani) અને મનન જાેશી(Manan Joshi) તેમાં લીડ ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ હવે આ શો બંધ થવાના સમાચાર આવી રહ્યા છે. તેની જગ્યાએ ઉડતી કા નામ રજ્જો નામનો શો આવી રહ્યો છે.  

સ્પાય બહુ(Spy Bahu) : સ્પાય બહુ નામનો શો પણ જલદી બંધ થવા જઈ રહ્યો છે. આ શોને પણ ખુબ પ્રમોટ કરાયો હતો. આમ છતાં ટીઆરપી મળી નહીં. આથી ઓગસ્ટમાં આ શો હવે ઓફ એર થઈ જશે. તેની જગ્યાએ શેરદિલ શેરગિલ(Sherdil Shergill) નામનો શો લોકોનું મનોરંજન કરવા માટે આવશે.  

મોસે છલ કિયે જાયે(Mose Chal Kiye jaye) : આ શો ફક્ત પાંચ મહિનામાં બંધ થવાને આરે પહોંચી ગયો છે. બિગ બોસમાં(Bigg Boss) નજરે પડેલી વિધિ પંડ્યા(Vidhi pandya) આ શોમાં લીડ ભૂમિકા ભજવી રહી છે. પરંતુ શોને ટીઆરપી મળી નહીં. આથી બંધ કરવાનો નિર્ણય લેવાયો. ઓગસ્ટમાં આ શો ઓફએર થઈ જશે. આ શોની જગ્યાએ કોન બનેગા કરોડપતિ(KBC) ટેલિકાસ્ટ થશે.

Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?
Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ
Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Hrithik Roshan: ખરાબ મૂડને કહો બાય-બાય! ગ્રીક ગોડ હૃતિક રોશને જણાવ્યો મનને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો, પોસ્ટ થઇ વાયરલ
Exit mobile version