News Continuous Bureau | Mumbai
Saif ali khan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સૈફ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. સૈફ અલી ખાને ટ્રાઈસેપ અને ઘૂંટણની સર્જરી કરાવી છે. અભિનેતા સૈફ અલી ખાન ના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો. હવે આ બધી બાબતો પર સૈફ અલી ખાને મૌન તોડ્યું છે અને અભિનેતા એ તેના સ્વાસ્થ્ય વિશે જાણકારી પણ આપી છે.
આ સમાચાર પણ વાંચો : Nora Fatehi: રશ્મિકા બાદ હવે નોરા ફતેહી બની ડીપફેક વિડીયો નો શિકાર, અભિનેત્રી એ કહી આવી વાત
સૈફ અલી ખાને આપ્યું હેલ્થ અપડેટ
સૈફ અલી ખાને તેના ફેન્સ સાથે તેનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. આ વિશે વાત કરતા અભિનેતા એ જણાવ્યું કે, ‘આ ઈજા અને સર્જરી અમારા કામનો એક ભાગ છે. હું આવા અદ્ભુત સર્જરી વાળો હાથ મેળવીને ખૂબ જ ખુશ છું અને તેમના પ્રેમ અને ચિંતા દર્શાવવા માટે તમામ ચાહકોનો આભાર માનું છું.’સૈફ અલી ખાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.