News Continuous Bureau | Mumbai
Salman khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સલમાન ખાન સાથે જોવા મળી રહ્યો છે.વાસ્તવ આ વિડીયો રિયાધમાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ નગાનૌ વચ્ચેની MMA મેચ નો છે. જેમાં ઘણી હસ્તીઓ જોવા મળી હતી. આ મેચ દરમિયાન સલમાન ખાન, અબ્દુ રોજીક અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે જોવા મળ્યા હતા.
સલમાન ખાન અને રોનાલ્ડો નો વિડીયો
રિયાધમાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ નગાનૌ વચ્ચેની MMA મેચ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સલમાન ખાનની બાજુમાં બેઠેલા જોવા મળે છે.
This post is restricted to Salman Khan & Cristiano Ronaldo fans🔥
Show me the most unexpected crossover of this year!#SalmanKhan #CristianoRonaldo #friends #ChandlerBing #INDvsENG #INDvENG #ElClasico pic.twitter.com/Te1Y51PZj1
— Saurabh Singh (@100rabhsingh781) October 29, 2023
આ વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. સલમાન અને રોનાલ્ડોને એક જ ફ્રેમમાં જોઈને ચાહકો ખુશીથી ઝૂમી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ‘ટાઈગર 3’ને મળ્યું UA સર્ટિફિકેટ, ફિલ્મના રિલીઝ સમયે શાહરુખ ખાન ના ચાહકો ને પણ મળશે સરપ્રાઈઝ