News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન તેની ફિલ્મ ટાઇગર 3 ને લઇ ને ચર્ચામાં છે. હાલ અભિનેતા ટાઇગર 3 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. હાલમાં સલમાન ખાન તેની ભાણી અલિઝેહ ની ફિલ્મ ફેરી ના સ્ક્રીનિંગ માં પહોંચ્યો હતો. હવે સલમાન ખાન ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેના જૂતા ને કારણે ચાહકો ને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે.
સલમાન ની તસવીર થઇ વાયરલ
સલમાન ખાન તેના સદા જીવન જીવવા માટે જાણીતો છે. તેની ઉદાહરણ આ તસવીર છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેને લોકો નું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં આ તસવીર એક ઇવેન્ટ ની હોવાનું કહેવાય છે, આ તસવીર માં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે એક મહિલા પણ જોવા મળી રહી છે.પરંતુ તસવીર માં સલમાન ખાન ના જૂતા એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. તસવીર માં સલમાન ખાન કાળું શર્ટ અને કાળા પેન્ટ સાથે કાળા રંગના શૂઝ પહેરેલો જોવા મળી રહ્યો છે. આમાં સલમાનના શૂઝને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. ફોટામાં દેખાતા જૂતા પર ઘણી માટી છે અને તે ફાટેલા પણ દેખાય છે.
Salman Bhai is wearing old and torn shoes, what a down to earth man he is. 🫡❤️@BeingSalmanKhan #SalmanKhan pic.twitter.com/XHsypmFEh5
— DeviL PaSha 🚬 (@iBeingAli_Pasha) November 22, 2023
સલમાન ખાન ના જૂતા જોઈ ને ચાહકો ને 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો છે કારણકે સલમાન ખાન કરોડો ની સંપત્તિ નો માલિક હોવા છતાં આવા માટી વાળા અને ફાટેલા જૂતા પહેરે છે. ઘણા લોકો સલમાન ખાન ની સાદગી ના પણ વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની કુલ સંપત્તિ 2850 કરોડ રૂપિયા છે. આટલી સંપત્તિ હોવા છતાં સલમાન ખાન 1 BHK ફ્લેટમાં રહે છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી