News Continuous Bureau | Mumbai
Fighter: બોલિવૂડ અભિનેતા રિતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ફાઈટર ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે.આ ફિલ્મ માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની સાથે અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. હવે અહેવાલ એવા આવી રહ્યા છે કે રિતિક અને દીપિકા એ ફાઈટર નું શૂટિંગ પૂરું કરી લીધું છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે ટીવી ની ફેમસ અભિનેત્રી સંજીદા શેખ ની ફાઈટર માં એન્ટ્રી થઇ છે.
ફાઈટર માં મહત્વ ની ભૂમિકા ભજવશે સંજીદા શેખ
મીડિયા રિપોર્ટ અનુસાર આ એક્શન થ્રિલર ફિલ્મ માં સંજીદા એક મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે સંજીદા ની ભૂમિકા ફિલ્મ ફાઈટર માં ટર્નીંગ પોઇન્ટ લાવશે. જોકે તેની ભૂમિકા કેવી હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.’ફાઈટર’ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
તમને જણાવી દઈએ કે સંજીદા શેખ ટીવી નું જાણીતું નામ છે. તેને અભિનેતા આમિર અલી સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા વર્ષો પહેલા બન્ન ના છૂટાછેડા થઇ ગયા છે.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya Rai Bachchan આજે વિશ્વ સુંદરી એશ્વર્યાનો જન્મ દિવસ, એક સમયે મેડિસીન વર્લ્ડમાં કરીયર બનાવવા માંગતી હતી એશ- જુઓ ફોટોઝ અને વાંચો જીવનની ખાસ વાતો