Site icon

‘કસૌટી જિંદગી કી’ ની આ અભિનેત્રી થઇ કોરોના પોઝિટિવ, કોવિડની હોમ ટેસ્ટિંગ કિટ ને લઇ ને કહી આવી વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણા ટેલિવિઝન સેલિબ્રિટીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. આ એપિસોડમાં વધુ એક નામ ઉમેરાયું છે. હવે ટીવી પ્રોગ્રામ "કુછ રંગ પ્યાર કે ઐસે ભી" ફેમ એરિકા ફર્નાન્ડિસ અને તેની માતા પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે અભિનેત્રી અનિતા રાજ પણ આ ચેપનો શિકાર બની છે. આશ્ચર્યજનક રીતે, અનિતાને બે મહિના પહેલા એટલે કે ઓક્ટોબરમાં પણ કોવિડ થયો હતો.એરિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ લખીને આ અંગેની માહિતી આપી હતી.

એરિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં લખ્યું, 'જ્યારે પહેલા કોરોનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે અમને ખબર હતી કે આજે નહીં તો કાલે અમે તેની પકડમાં આવીશું. કમનસીબે હું અને મારી માતા બંનેને ચેપ લાગ્યો છે. મારી સલાહનો એક ભાગ એ છે કે કોવિસેલ્ફ કીટ પર બિલકુલ આધાર રાખશો નહીં. 2 જાન્યુઆરીએ મને કફની સમસ્યા અને ગળામાં દુખાવો થયો. મેં પછી કોવિસેલ્ફ કીટથી જ ટેસ્ટ કરાવ્યો, હકીકતમાં, મને લેરીન્જાઇટિસ એટલે કે વૉઇસ બૉક્સમાં સોજા ની સમસ્યા હતી.તેથી જ મેં એક જ દિવસ માં  આ કીટ વડે ત્રણ વખત પરીક્ષણ કર્યું, ત્યારબાદ ત્રણેય ટેસ્ટ નેગેટિવ આવ્યા. તે જ સમયે, માતામાં પણ લક્ષણો હતા, તેમણે પણ કોવિસેલ્ફ કીટનો ઉપયોગ કર્યો અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું, પરંતુ અમને સારું લાગ્યું નહીં, કારણ કે ગળામાં દુખાવો વધી રહ્યો હતો. ગળામાં કાંઈક અટકી રહ્યું હતું.આ પછી કોવિડના લક્ષણો વધતા ગયા. પછી મેં અને માતા બંનેએ લેબમાં ટેસ્ટ કરાવ્યો, જેના પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અત્યારે અમે બંને તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉધરસ, કળતર જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. ક્યારેક ટાઢ પણ વાય છે. હાલમાં અમે આઇસોલેશન માં છીએ.આ સાથે તેણે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી પણ કરી હતી. તેણીએ કહ્યું, "હું છેલ્લા એક અઠવાડિયામાં અમારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરવા માંગુ છું, કૃપા કરીને તમારો કોરોના ટેસ્ટ કરાવો. ઘણો પ્રેમ – EJF."

પુરા પરિવાર સમેત બોલિવૂડ નો આ સિંગર આવ્યો કોરોના ની ઝપેટ માં, વિડીયો શેર કરી આપી માહિતી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે હાલ સેલેબ્સ કોરોનાની પકડમાં ઝડપથી આવી રહ્યા છે. હાલમાં જ ડેલનાઝ ઈરાની, દ્રષ્ટિ ધામી, સુમોના ચક્રવર્તી, અનિતા રાજ, એકતા કપૂર અને સોનુ નિગમ સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે અમિતાભ બચ્ચનના ઘરે તેમના આસિસ્ટન્ટ પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ
Anupama Spoiler: “અનુપમા” માં આવશે મોટો ટ્વીસ્ટ, કોઠારી પરિવાર નો આ સદસ્ય આવશે અનુ ની મદદે, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી
Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ
Exit mobile version