Site icon

The vaccine war:વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’નો વિરોધ કરી રહેલા લોકોનો ચોંકાવનારો શેર કર્યો વીડિયો,આ વિશે કહી આ વાત

The vaccine war:સારા રીવ્યુ મળવા છતાં પણ ધ વેક્સીન વોર ને દર્શકો નથી મળી રહ્યાં. આના પર વિવેક અગ્નિહોત્રી ટ્રોલ થઈ રહ્યા છે. હવે વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ વેક્સીન વોરનો વિરોધ કરી રહેલા લોકોનો ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે.

The vaccine war: vivek agnihotri share video of people protesting the vaccine war

The vaccine war: vivek agnihotri share video of people protesting the vaccine war

News Continuous Bureau | Mumbai

The vaccine war: વિવેક અગ્નિહોત્રીએ 2022માં તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. તેનું બજેટ 15 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે રેકોર્ડબ્રેક 252.90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે દિગ્દર્શક તેની નવી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ માટે ચર્ચામાં છે, પરંતુ આ ફિલ્મ પણ વિવાદના વાદળોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. આ ફિલ્મ ને રીવ્યુ સારા મળ્યા હોવા છતાં પણ દર્શકો વિવેક અગ્નિહોત્રી ને ટ્રોલ કરી રહ્યા છે 

Join Our WhatsApp Community

 

વિવેક અગ્નિહોત્રી એ શેર કર્યો વિડિયો 

વિવેક અગ્નિહોત્રીએ તેના X (Twitter) હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં લોકોનું એક મોટું જૂથ સિનેમા હોલની બહાર ફિલ્મનો વિરોધ કરતા જોઈ શકાય છે. તેમના હાથમાં કેટલાક પેમ્ફલેટ જોઈ શકાય છે, જ્યારે પોલીસકર્મીઓ પરિસ્થિતિને થાળે પાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી ત્યાં ભીડ પણ એકઠી થઈ ગઈ. વીડિયો શેર કરતી વખતે વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, “મને હમણાં જ ‘ધ વેક્સીન વોર’ના વિરોધનો એક વીડિયો મળ્યો છે. જો લોકો સ્વચ્છ છે તો તેઓ ગુસ્સે કેમ થાય છે?

 ધ વેક્સીન વોર ની વાર્તા 

‘ધ વેક્સીન વોર‘ ભારતીય વૈજ્ઞાનિકોની આસપાસ ફરે છે જેમણે કોવિડ-19 માટે સૌથી અસરકારક અને ઝડપી રસી બનાવી છે. આ ફિલ્મમાં ભારતીય વૈજ્ઞાનિકો અને મહિલાઓની ટીમે રસી માટે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તેની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ પણ ધીમે ધીમે લોકોના દિલ જીતી રહી છે અને પોતાની છાપ છોડી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ માટે રણબીર કપૂર નહોતો સંદીપ રેડ્ડી વાંગા ની પહેલી પસંદ, આ સાઉથ સુપરસ્ટાર ને ઓફર થયો હતો લીડ રોલ

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version