News Continuous Bureau | Mumbai
Tiger shroff: રિતિક રોશન ને ગ્રીક ગોડ નું બિરુદ મળેલું છે. રિતિક રોશન બોલિવૂડ નો પ્રતિભાશાળી અભિનેતા છે. તે સ્ક્રીન પર દરેક પાત્રને ખૂબ જ સારી રીતે ભજવતો જોવા મળે છે. રિતિક રોશને ટાઇગર શ્રોફ સાથે યશરાજ ની સ્પાય યુનિવર્સ વોર માં કામ કર્યું હતું આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ ડબલ રોલ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બંને કલાકારો વચ્ચે જોરદાર ટક્કર પણ થઈ હતી.
રિતિક રોશન સાથે બદલો લેવા માંગે છે ટાઇગર શ્રોફ
હાલમાં જ મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટાઈગરે ફિલ્મમાં જો તક મળે તો રિતિક રોશન સાથેની લડાઈનો બદલો લેવાની વાત કરી હતી.આ ઈન્ટરવ્યુમાં ટાઈગરે કહ્યું હતું કે જો તેનું પાત્ર ક્યારેય પાછું આવશે તો તે રિતિક રોશનથી બદલો લેવા માંગશે.તેને જણાવ્યું કે,“જો હું ખરાબ પાત્ર તરીકે પાછો આવું, તો કદાચ હું રિતિક સર પાસેથી મને આટલી ખરાબ રીતે મારવાનો બદલો લેવા માંગીશ. પરંતુ જો હું તેનું આટલું સન્માન કરું તો કદાચ હું તે નહીં કરી શકું.આપને જણાવી દઈએ કે અભિનેતાએ આ વાત ત્યારે કહી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે YRF સ્પાય યુનિવર્સનાં પાત્રોમાંથી પઠાણ, ટાઈગર અને કબીર, તે કોનો સામનો કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો: Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એ કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણે ફિલ્મોથી દૂર રહી અભિનેત્રી
ટાઇગર ટૂંક સમયમાં ફિલ્મ ગણપતમાં જોવા મળશે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે…