Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ભીડે માસ્ટરની શૈક્ષણિક લાયકાત જાણીને ચોંકી જશો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માસૌથી લોકપ્રિય શો છે. સિરિયલના કલાકારોએ અભિનયથી તેમની ક્ષમતા સાબિત કરી છે. આજે અમે તમને મંદાર ચાંદવાડકર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે તારક મહેતા…’ શોમાં ભીડે માસ્ટરની ભૂમિકા ભજવી છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે.

મંદાર મિકેનિકલ એન્જિનિયર હતો અને દુબઈમાં કામ કરતો હતો. તેણે અભિનયના શોખ માટે નોકરી છોડી દીધી. તારક મહેતા…’  શોના મંદાર ચાંદવાડકરે એક મુલાકાતમાં પોતાની લાયકાત વિશે જણાવ્યું હતું. કહ્યું કે હું વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છું. હું દુબઈમાં કામ કરતો હતો. મેં મારી નોકરી છોડી દીધી અને 2000માં ભારત પાછો ફર્યો, કારણ કે હું અભિનયમાં કારકિર્દી બનાવવા માગતો હતો. નાનપણથી જ અભિનય મારો શોખ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ છે, પણ બ્રેક મળે એની રાહ જોઈ રહ્યો હતો. જે મને 2008માં આ શો દ્વારા મળ્યો.અને જેમ તેઓ કહે છે, તમારાં સપનાંને અનુસરવામાં ક્યારેય મોડું થતું નથી, મંદાર ચાંદવાડકર ઉર્ફે ભીડે એનું સૌથી યોગ્ય ઉદાહરણ છે.

જ્યારે આ લોકપ્રિય અભિનેતાના પુત્ર પાસેથી ડ્રગ્સ મળ્યું, ત્યારે સુપરસ્ટારે જાહેરમાં માગી હતી માફી; જાણો તે અભિનેતા વિશે

દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકારોમાંના એક ઘનશ્યામ નાયકનું નિધન થયું. જેમણે શોમાં નટુકાકાની ભૂમિકા ભજવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અમે એક પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યા છે. જેમણે પોતાના કામથી લોકોનાં દિલ જીતી લીધાં. શ્રી ઘનશ્યામ નાયકને તેમની બહુમુખી ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવશે. ખાસ કરીને લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં. તે ખૂબ જ દયાળુ અને નમ્ર પણ હતા.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version