Site icon

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ: તમારા પાર્ટનર ને મનાવવા અથવા ડેટ પર જવા માટે, આ બોલિવૂડ રોમેન્ટિક ગીતો છે શ્રેષ્ઠ પસંદગી

જો તમે કોઈ ની સાથે ડેટ પર જઈ રહ્યા હોવ તો પણ એક સુંદર પ્લેલિસ્ટ પ્રસંગને વધુ ખાસ બનાવી શકે છે. આ ગીતો તમારા માટે આ ખાસ દિવસ ને વધુ ખાસ બનાવી શકે છે

valentines day songs 2023 apna listen best romantic tracks

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ: તમારા પાર્ટનર ને મનાવવા અથવા ડેટ પર જવા માટે, આ બોલિવૂડ રોમેન્ટિક ગીતો છે શ્રેષ્ઠ પસંદગી

News Continuous Bureau | Mumbai

વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે ડેટ પર જવાનું હોય કે લાંબા અંતરના સંબંધમાં રહી ને તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરવો હોય, સંગીત એ પ્રેમનો પહેલો અને શ્રેષ્ઠ સાથી છે. પ્રેમના દરેક તબક્કા સાથે સંગીતનું ખૂબ જ વિશેષ જોડાણ છે.તો પછી વેલેન્ટાઈન ડે પર તમે તમારી ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડને સુંદર ગીત ડેડિકેટ ના કરો તેવું કેવી રીતે બની શકે? તો આ બોલિવૂડ રોમેન્ટિક ગીતો તમને આ રોમેન્ટિક દિવસને વધુ ખાસ બનાવવામાં મદદ કરી શકે છે.

Join Our WhatsApp Community

 

અરિજીત સિંહને રોમેન્ટિક ગીતોનો બાદશાહ કહેવામાં આવે છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ગીત ‘કેસરિયા’ દરેકના પ્લેલિસ્ટમાં જગ્યા બનાવી ચૂક્યું છે, પરંતુ અમારા પર વિશ્વાસ કરો આ ગીત વેલેન્ટાઈન ડે માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.

 

ફિલ્મ ‘છિછોરે’નું ગીત ‘ખૈરિયત પૂછો’ એ એવા યુગલો માટે છે કે જેમણે વેલેન્ટાઈન ડે પહેલા ઝઘડો કર્યો હોય અને વાતચીત થી દૂર હોય. આ દિવસે તમારા પાર્ટનર માટે આ ગીત વગાડીને તમે ફરી એકવાર તેનું ધ્યાન તમારી તરફ ખેંચી શકો છો.

 

વેલેન્ટાઇન ડે હોય અને આ ગીત વિશે વાત ના થાય એવુ કેવી રીતે હોઈ શકે.ફિલ્મ ‘કુદરત’નું ગીત ‘હમે તુમસે પ્યાર કિતના’ એ યુગલો માટે શ્રેષ્ઠ પસંદગી છે જેઓ આ દિવસે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું આયોજન કરી રહ્યા છે.

 

ફિલ્મ ‘આશિકી-2’નું ગીત ‘તુમ હી હો’ એ લોકો માટે પરફેક્ટ સિલેક્શન છે જેઓ આજે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. અરિજિત સિંહ દ્વારા ગાયું આ ગીત વેલેન્ટાઈન ડે માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.

 

વર્ષ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ ‘કબીર સિંહ’ એ લોકોને પ્રેમનો સાવ અલગ રંગ બતાવ્યો હતો. આ ફિલ્મનું ગીત ‘તુઝે કિતના ચાહને લગે હમ’ વેલેન્ટાઈન ડે પર તમારા જીવનસાથી પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે યોગ્ય પસંદગી હોઈ શકે છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version