News Continuous Bureau | Mumbai
YRKKH Twist: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં હવે એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. દિવાળી ના પર્વે અભિરા અને અરમાન ફરીથી લગ્ન કરશે. બંને ત્રીજી વાર લગ્ન કરીને પૌદ્દાર હાઉસ પાછા ફરશે. પરિવારના સભ્યો બંનેને સાથે જોઈને ખુશ થઈ જશે. દાદી-સા બંનેની નજર ઉતારશે અને આશીર્વાદ આપશે કે તેમનો સંબંધ હંમેશા રોશન રહે.
આ સમાચાર પણ વાંચો : Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
અભિરા અને અરમાન ની પ્રેમકથા ફરીથી શરૂ
અરમાન ફરીથી અભિરાનું દિલ જીતી લેશે અને અભિરા પણ ફરીથી તેના પ્રેમમાં પડી જશે. બંને એકબીજાની સાથે જીવન વિતાવવાનો નિર્ણય લેશે. અભિરા કહેશે, “આ મારી અરમાન અને માયરા સાથેની સૌથી સુંદર દિવાળી હશે.” શોમાં હવે પાછો આવી રહ્યો છે જૂનો વિલન યુવરાજ , જે પહેલા અભિરા પાછળ પાગલ હતો.હવે યુવરાજ જેલમાંથી બહાર આવી ગયો છે અને ફરી એકવાર અભીરા, અરમાન અને હવે માયરા ના જીવનમાં તોફાન લાવવાનો પ્લાન બનાવી રહ્યો છે.
Okay,now it feels like abhimaan’s restart in every way.
Them getting married,coming PH together & Abhira’s look is similar to the one she 1st came to PH.#abhimaan #yrkkh pic.twitter.com/CcD6i2sXtH— 𝓐~🩷 (@AyshaRahman05) October 16, 2025
યુવરાજ કહેશે, “આજનો દિવસ ઉજવી લો, કારણ કે હવે રાવણ પાછો આવ્યો છે અને અંધારું લાવશે.” આ ડાયલોગથી સ્પષ્ટ છે કે હવે તે માત્ર અભીરા અને અરમાન નહીં, પણ માયરાને પણ નિશાન બનાવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)