News Continuous Bureau | Mumbai
Canada PM Justin Trudeau: કેનેડા (Canada) ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM Justin Trudeau) ભારત વિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને (swastika symbol) નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે તે નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ નજીક પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે.
When we see or hear hateful language and imagery, we must condemn it. The display of a swastika by an individual on Parliament Hill is unacceptable. Canadians have the right to assemble peacefully – but we cannot tolerate antisemitism, Islamophobia, or hate of any kind.
— Justin Trudeau (@JustinTrudeau) November 5, 2023
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ( Justin Trudeau ) આજે સવારે ટ્વીટ કર્યું કે, જ્યારે આપણે દ્વેષપૂર્ણ ભાષા અને છબીઓ જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ, ત્યારે આપણે તેની નિંદા કરવી જોઈએ. સંસદ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે. કેનેડિયનોને શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર છે – પરંતુ અમે યહૂદી વિરોધી ભાવના, ઇસ્લામોફોબિયા અથવા કોઈપણ પ્રકારની નફરતને સહન નહીં કરીએ.
ટ્રુડોએ ટ્વિટ કરી ઓક્યું ઝેર
સોશિયલ મીડિયા પર લોકો ટ્રુડોના આ ટ્વિટની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્વસ્તિક ચિહ્ન પવિત્રતાનું પ્રતીક છે. જોકે નાજીઓનું ચિહ્ન હેકેનક્રૂઝ નફરતનું પ્રતીક છે. અમુક દિવસો પહેલાં જ ટ્રુડોએ સંસદમાં બોલાવી એક નાજી યુદ્ધ અપરાધીને સન્માનિત કર્યો હતો. તેના બાદ તેમની ચોતરફી ટીકા થઈ હતી જેમાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપવાની ફરજ પડી હતી.
નોંધનિય છે કે, જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં શીખ આતંકવાદી ( Sikh terrorist ) હરદીપ સિંહ નિજ્જરની ( Hardeep Singh Nijjan ) હત્યા માટે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. ટ્રુડો ભારત વિરુદ્ધ કામ કરી રહેલા ખાલિસ્તાન ( pro-Khalistan militants ) તરફી આતંકવાદીઓ તરફ ઝુકાવ ધરાવે છે. કેનેડાના પીએમ લાંબા સમયથી હિન્દુ પ્રતીક સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. જોકે તે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. કેનેડાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા કથિત બોયફ્રેન્ડ શિખર સાથે લંચ ડેટ પર જોવા મળી જહાન્વી કપૂર, અભિનેત્રી ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા લોકો ના દિલ