News Continuous Bureau | Mumbai
Helicopter Crash: ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુની બહાર નુવાકોટના શિવપુરી નેશનલ પાર્કમાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પાંચ નાગરિકોના મોત થયા છે.
Helicopter Crash: પાંચ મૃતદેહો મળી આવ્યા
Helicopter Crash: સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું ત્યારે તે નુવાકોટ જિલ્લાના સૂર્યા ચૌર-7માં એક પહાડી સાથે ક્રેશ થયું હતું. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓએ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. નુવાકોટના પોલીસ અધિક્ષક શાંતિરાજ કોઈરાલાએ પુષ્ટિ કરી છે કે પાંચ મૃતદેહો મળી આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો.
Helicopter Crash: ઉડાન ભર્યાના 3 મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો
હેલિકોપ્ટરમાં 4 ચીની પ્રવાસીઓ સહિત 5 લોકો સવાર હતા. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરનો ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના 3 મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.