Site icon

Iran-Israel War: ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયેલ પર મિસાઈલો છોડાતા વૈશ્વિક તણાવ ચરમસીમાએ.

Iran-Israel War:ટ્રમ્પના ‘સ્ટોન એજ’ ના નિવેદન બાદ ઈરાને 3 કલાકમાં 3 વાર મિસાઈલો છોડી; ઈઝરાયેલનું એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય, ઉત્તરી વિસ્તારમાં સાયરન ગુંજ્યા.

Middle East Tension Peaks: Iran launches missile attack on Israel following Trump’s ‘Final Warning’.

Middle East Tension Peaks: Iran launches missile attack on Israel following Trump’s ‘Final Warning’.

News Continuous Bureau | Mumbai
Iran-Israel War: મધ્ય-પૂર્વ માં ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત કડક અલ્ટીમેટમ અને ‘ફાઈનલ વોર્નિંગ’ ના ગણતરીના કલાકોમાં જ ઈરાને ઈઝરાયેલ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા છે. ટ્રમ્પના સંબોધન બાદ ઈરાને આક્રમક વલણ અપનાવતા ઈઝરાયેલના આકાશમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ઈઝરાયેલી સેનાએ પણ ઈરાનની મિસાઈલોને તોડી પાડવા માટે પોતાનું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધું છે.

ટ્રમ્પનું ‘સ્ટોન એજ’ નું નિવેદન અને ઈરાનનો વળતો પ્રહાર

પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે તાત્કાલિક સમજૂતી નહીં કરે અને યુદ્ધ નહીં રોકે તો તેને ‘સ્ટોન એજ’ (પાષાણ યુગ) માં ધકેલી દેવામાં આવશે. આ કડક ચેતવણીના જવાબમાં ઈરાને ગુરુવારે સવારથી જ ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો શરૂ કર્યો હતો. ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, 3 કલાકની અંદર આ ત્રીજી વખત મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલના ઉત્તરી વિસ્તારોમાં એર રેડ સાયરન ગુંજવા લાગ્યા હતા અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : India’s New Crisis: ટ્રમ્પનો એક નિર્ણય અને ભારતની મુસીબત બેવડાઈ: તેલના ભાવોમાં ભડકો, એશિયાઈ બજારો કડડભૂસ, હવે શું થશે મોંઘવારીનું?

૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષની પૃષ્ઠભૂમિ

આ ભીષણ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. અમેરિકાએ આ મિશનને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામ આપ્યું હતું. ત્યારથી બંને પક્ષો વચ્ચે સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ ચાલુ છે, જે હવે સીમા વટાવી રહ્યા છે.

આગામી 2-3 અઠવાડિયા નિર્ણાયક, ‘પાવર પ્લાન્ટ્સ’ પર તોળાતું જોખમ

ટ્રમ્પે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી 2 થી 3 અઠવાડિયામાં અમેરિકા ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે. જો ઈરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને અન્ય મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એકસાથે નિશાન બનાવશે. ટ્રમ્પના મતે તેમનો હેતુ સત્તા પરિવર્તનનો નહોતો, પરંતુ હવે ઈરાનના વલણને કારણે સ્થિતિ બદલાઈ રહી છે. આ તણાવને કારણે વૈશ્વિક તેલ બજાર અને શેરબજારમાં પણ મોટો કડાકો બોલ્યો છે.

Conflict Escalates: ઈરાને અમેરિકાનો ૪૮ કલાકનો યુદ્ધવિરામ પ્રસ્તાવ ઠુકરાવ્યો: આક્રમક રીતે કહ્યું- ‘જંગ હવે અમારી શરતો પર જ અટકશે!
US-Iran Conflict Escalates: તેહરાનનો બહેરીન અને કુવૈત પર હુમલો: અમેરિકાના ૨ ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ઈરાને મચાવ્યો ખળભળાટ.
Trump Army Leadership Shakeup: ટ્રમ્પની પોતાની જ સેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’! જનરલ રૅન્ડી જ્યોર્જને કર્યા ડિસમિસ, પેન્ટાગોનથી વોશિંગ્ટન સુધી મચ્યો હાહાકાર
Pakistan Fuel Crisis: શું પાકિસ્તાન બરબાદીના આરે? મોડી રાત્રે ફૂટ્યો ‘પેટ્રોલ બોમ્બ’, ઈંધણના ભાવ આસમાને પહોંચતા મચી ચીસાચીસ.
Exit mobile version