Gyan Sadhana Scholarship Scheme: જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 29 માર્ચે યોજાનારી પરીક્ષા હવે આ તારીખે લેવાશે

Gyan Sadhana Scholarship Scheme: રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

by kalpana Verat
Gyan Sadhana Merit Scholarship Exam will now be conducted on April 12

News Continuous Bureau | Mumbai 

Gyan Sadhana Scholarship Scheme:

  • દર વર્ષે ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને મળે છે શિષ્યવૃત્તિનો લાભ
  • રાજ્યમાં 12 એપ્રિલે યોજાશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
  • મારી યોજના પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આગામી તારીખ 12 એપ્રિલના રોજ રાજ્યમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાનાર છે. તો ચાલો વિગતવાર જાણીએ આ શિષ્યવૃત્તિ સહાય યોજનાના લાભો, પાત્રતા, અરજી કરવાની રીત, પરીક્ષા સહિતની બાબતો વિશે…

Gyan Sadhana Scholarship Scheme: કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે ?

– ધોરણ- ૧થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ

– બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ,૨૦૦૯ (આર.ટી.ઇ, એક્ટ 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ

Gyan Sadhana Scholarship Scheme: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કયા લાભો મળે ?

– રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૯થી શરૂ કરીને ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહે છે.
i. ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૨,૦૦૦
ii. ધોરણ ૧૧ થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૫,૦૦૦

આ સમાચાર પણ વાંચો :  Gujarat Police Suraksha Setu : પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણની કડી, 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ.

– સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવીને ધોરણ ૯થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ નીચે મુજબ મળવાપાત્ર રહે છે..

i. ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૬,૦૦૦
ii. ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૭,૦૦૦

Gyan Sadhana Scholarship Scheme: કેટલા વિદ્યાર્થીઓને લાભ મળે

– જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા દ્વારા પસંદ થયેલા ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ સહાય મળે છે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી
– જાહેરનામું પ્રસિદ્ધ થયેથી ઓનલાઇન માધ્યમથી આ પરીક્ષા માટે ફોર્મ ભરવાના રહે છે.

પરીક્ષા ફી

તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા નિઃશુલ્ક છે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું માળખું
– આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની(MCQ based) રહે છે.
– પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો હોય છે.
– પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા હોય છે.

પરીક્ષાનું પરિણામ

– જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Gyan Sadhana Scholarship Scheme: યોજનાની માહિતી ક્યાંથી મળશે?

– મારી યોજના ઓનલાઇન પોર્ટલ પરથી રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
– http://mariyojana.gujarat.gov.in/ લિંક પરથી મારી યોજના પોર્ટલ ઍક્સેસ કરીને તમામ યોજનાઓની માહિતી મેળવી શકાય છે.
– આ સિવાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની વિસ્તૃત માહિતી http://gssyguj.in વેબસાઈટ પરથી તથા પરીક્ષાની વિસ્તૃત માહિતી www.sebexam.org પરથી પણ મેળવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More