News Continuous Bureau | Mumbai
Heatwave: ભારે ગરમીને ધ્યાનમાં લેતા જરૂરી તકેદારી રાખવાથી હીટવેવ અને લૂ ( loo ) થી બચી શકાશે. હીટવેવથી રક્ષણ મેળવવા માટે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં ( Hydration ) પ્રવાહી પીવા જોઈએ. જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા, તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો, ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો.
બહાર જતી વખતે છત્રી, ટોપી, કે સ્કાર્ફ સાથે રાખવું, લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં, કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો અને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
આ સમાચાર પણ વાંચો: Mutual Funds: ચૂંટણી અને બજારમાં અસ્થિરતા વચ્ચે ક્યા મ્યુચ્યુલ ફંડ યોગ્ય છે? રોકાણ વખતે શું કાળજી લેવી જોઈએ?..
લૂ લાગવાના લક્ષણોમાં ( loo symptoms ) ગરમીની અળાઈઓ, ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુ:ખાવો,ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલ્ટી થવીનો સમાવેશ થાય છે. ઉપરાંત જરૂરી સારવાર માટે નજીકનાં સરકારી દવાખાના CHC,PHC,UHC નો સંપર્ક કરવો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.