News Continuous Bureau | Mumbai
Winter Water Intake: શિયાળા ના દિવસોમાં ઠંડીના કારણે લોકો પાણી ઓછું પીતા હોય છે. નિષ્ણાતો કહે છે કે રોજ 500 મિ.લી.થી ઓછું પાણી પીવાથી શરીરમાં લાંબા ગાળે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, જેમાં કિડની અને બ્રેન સંબંધિત બીમારીઓ પણ સામેલ છે. શરીરને પાણીની જરૂરિયાત ઠંડીમાં પણ એટલી જ રહે છે જેટલી ગરમીમાં હોય છે.
રોજ કેટલું પાણી પીવું જોઈએ?
હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, એક સ્વસ્થ વ્યક્તિએ રોજ 8–10 ગ્લાસ એટલે કે 2 થી 2.5 લીટર પાણી પીવું જોઈએ. જો તમે વધુ એક્ટિવ છો અથવા વર્કઆઉટ કરો છો તો 10–12 ગ્લાસ એટલે કે 2.5 થી 3 લીટર પાણી પીવું જરૂરી છે. તરસ ન લાગે તો પણ પાણી પીવાની ટેવ રાખો.
ઓછું પાણી પીવાથી શું જોખમ?
- કિડની પર અસર: યુરિન ગાઢ થવું, ટોક્સિન બહાર ન નીકળવું, કિડની સ્ટોન અને ઇન્ફેક્શનનો ખતરો.
- દિમાગ પર અસર: બ્લડ વોલ્યુમ ઘટવાથી બ્રેન સુધી ઓક્સિજન ઓછું પહોંચે છે, જેના કારણે થાક, મૂડ સ્વિંગ અને ફોકસમાં મુશ્કેલી.
- પાચન સમસ્યા: પાણીની કમીથી ડાઈજેશન ધીમું થાય છે, જેના કારણે કબજિયાત અને અપચ.
- મસલ્સમાં થાક: એનર્જી લેવલ ઘટે છે, કામમાં થાક લાગે છે.
આ સમાચાર પણ વાંચો : Kidney Health: રાત્રે ઊંઘ ન આવવી એ હોઈ શકે છે કિડનીની બીમારી નો સંકેત! અવગણશો નહીં
શિયાળા માં પાણી પીવાની ટીપ્સ
- થોડું હૂંફાળું પાણી પીવો.
- દર 1–2 કલાકે થોડું પાણી પીતા રહો.
- સવારે ઉઠીને એક ગ્લાસ પાણીથી દિવસની શરૂઆત કરો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)