News Continuous Bureau | Mumbai
Sri Sri Ravi Shankar Mental Health: આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા માનસિક સ્વાસ્થ્યની છે. એક તરફ આક્રમકતા અને હિંસા છે અને બીજી બાજુ લોકો હતાશા અને આત્મહત્યાની વૃત્તિથી પીડિત છે. WHO મુજબ, આજે 1 અબજથી વધુ લોકો વિવિધ માનસિક બીમારીઓથી પીડાય છે. આ સ્વસ્થ ( Mental Health ) સમાજની નિશાની નથી. કોઈપણ સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટે આ પડકારોનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે અને આ માત્ર ધ્યાન દ્વારા જ થઈ શકે છે.
ધ્યાન જીવનની ઊંડી સમજણ આપે છે. આપણું જીવન એ સૌથી કિંમતી ભેટ છે. છતાં આપણે આ ભેટને પેક જ રાખીએ છીએ અને તેને ક્યારેય ખોલતા નથી. આપણે તેના પેકેજીંગની પ્રશંસા કરીએ છીએ, તેમાં ખામીઓ શોધીએ છીએ અથવા તેના વખાણ કરીએ છીએ, પરંતુ તેની અંદર છુપાયેલા ખજાના વિશે જાણી શકતા નથી. જરા વિચારો, જો કોઈ તમને ભેટ આપે અને તમે તેને ન ખોલો તો તમે તેની સુંદરતા કેવી રીતે માણી શકશો? આપણામાંના દરેક આનંદ અને કૃપાનો સ્ત્રોત છે. તેનો અનુભવ અને જીવનના સાચા સુખ અને સુંદરતાનો અનુભવ કરવા માટે તમારે પાંચ ઇન્દ્રિયોથી આગળ વધવાની જરૂર છે. જીવન ખરેખર છઠ્ઠી ઇન્દ્રિય, ભીતરની લાગણીથી શરૂ થાય છે.
આ ભીતરની લાગણી શું છે? તમારી બુદ્ધિ એક માર્ગ પસંદ કરવા માટે તાર્કિક કારણ આપી શકે છે, પરંતુ તમારો અંતરાત્મા કહે છે કે ના, મારે આ માર્ગ પસંદ કરવો જોઈએ નહીં, મારે અન્ય માર્ગ પસંદ કરવો જોઈએ અને જ્યારે તમે તે અનુસરો છો, ત્યારે તમે ખુશ થાઓ છો. એ જ રીતે, શું તમે અનુભવ્યું છે કે તમારા નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે, તમારી બુદ્ધિ ખોટી હોઈ શકે છે, પરંતુ તમારો અંતરાત્મા અથવા જેને આપણે અંતર્જ્ઞાન કહીએ છીએ તે ક્યારેય ખોટું નથી હોતું? તમારો નિર્ણય દરેક સમયે બદલાય છે. તમે કોઈને જુઓ છો અને તેના વિશે ધારણા કરો છો, પરંતુ થોડા સમય પછી તમને ખ્યાલ આવશે કે તમારી ધારણા ખોટી હતી. આપણું મન ઘણીવાર આવા અનેક પૂર્વગ્રહોથી ભરેલું હોય છે. આ પૂર્વગ્રહોથી ઉપર ઊઠવા અને તમારી છઠ્ઠી ઇન્દ્રિય સુધી પહોંચવા માટે, તમારે ધ્યાન કરવાની જરૂર છે. માત્ર ધ્યાન જ તમને બુદ્ધિના પૂર્વગ્રહોથી ઉપર ઊઠવામાં મદદ કરી શકે છે.
તમારા માટે થોડો સમય કાઢીને અને દરરોજ ધ્યાનનો અભ્યાસ કરવાથી તમારા માટે એક નવું આયામ ખુલશે. પછી તમે જોશો કે જીવનમાં કેટલી સુંદરતા અને પ્રેમ છે. તે તમને પરમ શાંતિની સ્થિતિમાં લઈ જશે જેમાં તમને કઈ જોઈતું ન હોય, તમે શરીર થી પરે હોય, તમે કંઈ કરતા ન હોય અને છતાં પણ સરળતા સાથે સંપૂર્ણ જાગૃતિ હોય. આ શ્રેષ્ઠ પ્રાર્થના છે જે તમને જીવનમાં જે આનંદ અને કૃપા મળી શકે છે તેની ઝલક આપે છે.
આ સમાચાર પણ વાંચો : Sameer wankhede: સમીર વાનખેડે એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ પર આપ્યું આવું રિએક્શન
Sri Sri Ravi Shankar Mental Health: ધ્યાન તમારા માટે છે!
વધતી જતી જવાબદારીઓ અને મહત્વકાંક્ષાઓથી ભરેલી દુનિયામાં, ધ્યાન પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ અને જરૂરી બની ગયું છે. ધ્યાન, જેને એક સમયે આત્મજ્ઞાનનું માધ્યમ માનવામાં આવતું હતું, તે હવે તણાવને સંચાલન કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ જ અસરકારક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તે તમારા આત્મબળ પુનર્જીવિત કરીને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. તે તમારા મનને ભૂતકાળના પશ્ચાતાપ અથવા ભવિષ્યની ચિંતાઓથી મુક્ત કરીને અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.
ધ્યાન માત્ર વિલાસતા કે વૈભવ નથી, તે એક જરૂરી અભ્યાસ છે જે તમારા રોજિંદા અનુભવને બદલી શકે છે, તમારા જીવનને વધુ સુમેળભર્યું અને પરિપૂર્ણ બનાવી શકે છે. તમારા જીવનમાં સંતુલન અને શાંતિ લાવવા માટે ખરેખર જે જરૂરી છે તે છે દરરોજ થોડી મિનિટ માટે ધ્યાન અને આત્મમંથનની પ્રતિબદ્ધતા. માત્ર 10 થી 20 મિનિટ માટે બધું બાજુ પર મૂકી શાંતિથી બેસવું એનો અર્થ છે કે તમે તમારા મન અને શરીરને આરામ આપી અને સ્ફુર્તિ માટે સમય આપી રહ્યા છો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.