પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે:-રાજન! રાજર્ષિ સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ થયેલા. વિવસ્વાન્ના ઘરે વૈવસ્ત મનુ થયેલા. વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિપ્રવર્તક છે. તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું. મનુ મહારાજના ઘરે દશ બાળકો થયા.
ઈક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ,ધૃષ્ટ કરૂષ, નરિષ્યન્ત, પૃષધ્ન, નભગ અને કવિ.
દિષ્ટના વંશમાં મરુત્ત નામનો ચક્રવર્તી રાજા થયેલો. મરુત્તના ગુરુ હતા બૃહસ્પતિ, તે ઈન્દ્રના પણ ગુરૂ હતા. મરુત્ત
રાજાને યજ્ઞ કરવાનો હતો. બૃહસ્પતિએ આવવા ના પાડી. કુલગુરુનું પૂજન દરેક કાર્યની પહેલાં થવું જોઈએ. હવે કરવું શું? એકવાર
મરુત્તને નારદજી મળ્યા. મરુત્ત કહે મારે યજ્ઞ કરવો છે, પણ કરી શકતો નથી. નારદજીએ ( Naradaji ) કહ્યું બૃહસ્પતિના નાના ભાઈ સંવર્ત્તને બોલાવો. તે પણ ગુરુ સમાન જ ગણાય. યજ્ઞ તો કરો જ. રાજા કહ્યું:-સંવર્ત્ત યોગી છે. એનો પત્તો પણ નથી.
નારદજી:-સંવર્ત્ત યોગીનો પત્તો હું આપીશ. પણ મારું નામ લેશો નહીં.
અનેકવાર જ્ઞાની પુરુષોને સંસારની બીક લાગે છે. સંસારના સ્ત્રીપુરુષોનો સંગ થાય તો બ્રહ્માકારવૃત્તિનો ભંગ થાય છે.
સંવર્ત્ત યોગીનો નિયમ હતો કે ચોવીસ કલાકમાં રોજ એકવાર કાશી આવે. મહાપુરુષ ભજનમાં નિયમ રાખે છે. સંવર્ત્ત
કાશીવિશ્વનાથનાં ( Kashi Vishwanath ) દર્શન કરવા આવે છે. પણ રસ્તામાં કોઈ શબનાં દર્શન થાય તો તેને શિવરૂપ માની તેને વંદન કરી પાછા ફરે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૪
મહાભારતના ( Mahabharata ) અનુશાસનપર્વમાં આ કથા વિસ્તારથી આપી છે.
મરુત્ત રાજા રાત્રે શબ લઈ બેઠા છે. પાગલ જેવો માણસ આવ્યો છે. શબને વંદન કર્યું છે. મરુત્ત રાજાને ખાતરી થઈ કે
આ સંવર્ત્ત યોગી છે. મરુત્તે ચરણ પકડી લીધાં. સંવર્ત્ત કહે છે, હું અજ્ઞાની છું, મને જવા દો.
મરુત્ત કહે:-તમે સંવર્ત્ત છો, મારા ગુરુ છો. બૃહસ્પતિના નાના ભાઈ છો. બૃહસ્પતિ દેવોના ગુરુ થયા પછી, મારા ઘરે
આવતા નથી. મારે યજ્ઞ કરવો છે. કોઈ યજ્ઞ કરાવતું નથી.
સંવર્ત્ત કહે:-હું યજ્ઞ કરાવીશ, પણ તમારું ઐશ્વર્ય જોઈ બૃહસ્પતિ તમને કહેશે કે હું તારો ગુરુ થવા તૈયાર છું. યજ્ઞ
કરાવવા તૈયાર છું. પણ તેવા સમયે તમે મારો ત્યાગ કરશો તો હું તમને બાળીને ખાક કરીશ.
રાજા કબૂલ થયા. સંવર્ત્તે મરુત્ત રાજાને મંત્ર દીક્ષા આપી છે, મરુત્ત રાજાના યજ્ઞમાં સર્વ પાત્રો પણ સોનાના છે.
બૃહસ્પતિ લલચાયા, મરુત્તને કહેવડાંવ્યું કે હું તારો આચાર્ય, તારો યજ્ઞ કરાવવા હું તૈયાર છું. બૃહસ્પતિએ ઈન્દ્રને વાત કરી, ઈન્દ્રે
અગ્નિ મારફત કહેવડાવ્યું, બૃહસ્પતિને ગુરુ બનાવો, નહિતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. અગ્નિને સંવર્ત્તે કહ્યું:-મારી આજ્ઞા વિરુદ્ધ
જઈશ તો તને બાળી મૂકીશ.
સંવર્ત્ત યોગી આજ્ઞા કરે તે દેવ, પ્રત્યક્ષ હાજર થઈ હવિર્ભાગ ગ્રહણ કરે છે. મરુત્તનો યજ્ઞ જેવો થયો, તેવો કોઇનો થયો
નથી અને થવાનો નથી. મરુત્તના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. ભાગવતમાં ( Bhagwad gita ) આ કથાનો સંક્ષેપ કર્યો છે.
મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થયા. શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભકત અંબરીષનો જન્મ થયો. અંબરીષ એ
મર્યાદા ભક્તિના આચાર્ય છે. કાંકરોલીમાં જે દ્વારકાનાથ ( Dwarkanath ) બિરાજે છે તે અંબરીષ રાજાના સેવ્ય ઠાકોરજી છે. આ ઠાકોરજી ( Thakorji ) ની સામગ્રી માં રોજ બાવન મણ મરી વપરાતા હતાં.
સ વૈ મન: કૃષ્ણપદારવિન્દયોર્વચાંસિ વૈકુણ્ઠગુણાનુવર્ણને ।
કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ શ્રુતિં ચકારાચ્યુતસત્કથોદયે ।।
મુકુન્દલિઙ્ગાલયદર્શને દશૌ તદ્ભૃત્યગાત્રસ્પર્શેડઙ્ગસઙ્ગમમ્ ।
ઘ્રાણં ચ તત્પાદસરોજસૌરભે શ્રીમત્તુલસ્યા રસનાં તદર્પિતે ।।
અંબરીષ શબ્દનો વિચાર કરો. અંબર એટલે આકાશ. ઈશ એટલે ઈશ્વર. આકાશ અંદર અને બહાર પણ છે. જેના અંદર
બહાર સર્વ ઠેકાણે ઇશ્વર છે તે અંબરીષ. જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીષ.
જ્ઞાનમાર્ગમાં ઈન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવાં પડે છે. ભક્તિમાર્ગમાં એક એક ઈન્દ્રિયને ભાગવતના માર્ગમાં વળાવવી
પડે છે. ભક્ત ઇન્દ્રિયોને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે. ઈન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવે છે.ભગવાન હૃષીકેશ છે.
ઈન્દ્રયોના સ્વામી છે.