Site icon

Shikanji masala : ઘરે આ રીતે બનાવો શિકંજી મસાલો, 2 મહિના સુધી કરી શકશો સ્ટોર; બહાર કરતા પણ મસ્ત બનશે..

Shikanji masala : ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ અને કૂલ રાખવા માટે, લોકો ઘણા પ્રકારના પીણાંનું સેવન કરે છે. આ પીણાંઓમાં, શિકંજી સૌથી વધુ પસંદ કરાયેલ દેશી પીણું છે. તેનો સ્વાદ બાળકોની સાથે પુખ્ત વયના લોકો પણ પસંદ કરે છે. પરંતુ ઘણી વખત, ઘણા પ્રયત્નો કરવા છતાં, આપણને ઘરે બનાવેલા શિકંજી માં બજાર જેવો સ્વાદ આવતો નથી. શું તમે જાણો છો આ પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ તેમાં ઉમેરાયેલો સિક્રેટ શિંજી મસાલો છે. ચાલો જાણીએ કે તમે બજારના શિકંજી ના સિક્રેટ મસાલાને ઘરે સરળતાથી કેવી રીતે તૈયાર કરી શકો છો.

Shikanji masala How to make Masala Shikanji at home for summer season

Shikanji masala How to make Masala Shikanji at home for summer season

News Continuous Bureau | Mumbai 

Shikanji masala : ઉનાળાની ઋતુમાં વારંવાર તરસ લાગવાની સમસ્યાને દૂર કરવા માટે લોકો શિકંજી પીવાનું પસંદ કરે છે. આ એક હેલ્ધી અને રિફ્રેશિંગ પીણું છે અને લીંબુ આ રેસીપીનો મુખ્ય ઘટક છે, તેમાં હાજર વિટામિન સીનું પ્રમાણ શરીરને ગરમી અને હીટસ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. શિકંજી તૈયાર કરવા માટે ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે હૃદય અને દિમાગને તાજગી આપે છે. જો તમે પણ શિંજીનો સ્વાદ વધારવા માંગતા હોવ તો આ સરળ મસાલાની રેસીપી તમારી સમસ્યા દૂર કરી શકે છે. જાણો હેલ્ધી અને ટેસ્ટી શિકંજી મસાલા બનાવવાની સરળ રીત

Join Our WhatsApp Community

 શિકંજી મસાલા બનાવવા માટેની સામગ્રી-

-3 ચમચી કાળું મીઠું

-2 ચમચી જીરું

-1 ટીસ્પૂન વરિયાળી

-1 ચમચી કાળા મરી

-1 ચમચી એલચી

-2 ઈંચ લાંબી તજની લાકડી

– ½ કપ દળેલી ખાંડ

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, 6 વખતના આ ધારાસભ્યએ પાર્ટી છોડી, ખડગેને માત્ર એક લીટીનું પત્ર લખી આપ્યું રાજીનામું.. જાણો વિગતે…

શિકંજી મસાલો બનાવવાની રીત-

શિકંજી મસાલો બનાવવા માટે, સૌપ્રથમ એક તવાને ગરમ કરો, તેમાં જીરું ઉમેરો અને મધ્યમ આંચ પર શેકી લો. જીરું હળવું શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો. આ પછી, શેકેલા જીરાને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે આ જીરાના પાવડરમાં કાળું મીઠું, તજ, લીલી ઈલાયચી, વરિયાળી અને કાળા મરી ઉમેરીને ફરીથી પીસી લો. હવે આ પીસેલા મસાલાને ગાળી લો. તૈયાર છે તમારા બજાર જેવો શિકંજી મસાલો. તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version