આ રીતે ઘરે બનાવો આમળા નું અથાણું ખુબજ સ્વાદિષ્ટ બનશે અને રેસીપી ખુબજ સરળ છે

 આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે

by kalpana Verat
This way homemade amla pickle will be very tasty and the recipe is very easy

News Continuous Bureau | Mumbai

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે.

આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • આમળા10-12
  • રાઈ 2 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • તેલ 1/2ચમચી
  • રાઈ1/2 ચમચી
  • હિંગ1/4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • આમળાનું અથાણું બનાવવાની રીત

 

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન નું ડીફોલ્ટર થી બચવું મુશ્કેલ જ નથી પરંતુ નામુનકીન, જાણો કેમ

આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ માં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો. આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળા નું અથાણું

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment