News Continuous Bureau | Mumbai
Gadar 2 : સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ચાહકોમાં આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર અક્ષય કુમારની ‘OMG 2’ સાથે થશે. બંને ફિલ્મો 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. એક તરફ સેન્સર બોર્ડે ‘OMG 2’માં ઘણા ફેરફાર કર્યા છે અને તે પછી પણ ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ‘ગદર 2’ પર પણ બોર્ડની(censor board) કાતર ચાલી ગઈ છે. સની દેઓલની ફિલ્મને ‘UA’ સર્ટિફિકેટ(UA certificate) મળી ગયું હોવા છતાં સેન્સર બોર્ડે તેમાં દસ ફેરફારો સૂચવ્યા છે.
ગદર 2 માંથી હટાવાયા આ દસ સીન
સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મ ‘ગદર 2’માં 10 મોટા ફેરફારો સૂચવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રમખાણો દરમિયાન તોફાનીઓ દ્વારા લગાવવામાં આવેલા ‘હર હર મહાદેવ'(Shiv tandav)ના નારાને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા છે ફિલ્મમાં ‘તિરંગા’ને બદલે ‘ધ્વજ ‘ શબ્દ સાંભળવા મળશે અને આ સાથે જોડાયેલ એક ડાયલોગ પણ બદલવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મના અન્ય કેટલાક સંવાદો પણ બદલવામાં આવ્યા છે, જેમાં ભગવદ ગીતા અને કુરાનનો ઉલ્લેખ કરતા સંવાદનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં એક સમયે ડિફેન્સ મિનિસ્ટર ને ખોટી રીતે સંબોધવામાં આવ્યા હતા, જેને બદલીને ‘રક્ષા મંત્રી’ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Reliance Industries: રિલાયન્સ બે વર્ષમાં ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ કરશે…. હજારો બસો ક્લિન એનર્જીથી દોડશે.. વાંચો સંપુર્ણ વિગતો અહીં…
ગદર 2 ના અમુક દ્રશ્યો માટે સેન્સર બોર્ડે માંગ્યા પુરાવા
ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો છે જેના માટે સેન્સર બોર્ડે દસ્તાવેજી પુરાવા માંગ્યા છે. જેમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સહિત અનેક દ્રશ્યો સામેલ છે. આમાં મંત્રો અને શ્લોકોના જાપના કેટલાક દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે. સેન્સર બોર્ડ સમક્ષ ફિલ્મને A સર્ટિફિકેટ મળી રહ્યું હતું, પરંતુ મેકર્સ ઈચ્છતા હતા કે તેમની ફિલ્મ શક્ય તેટલા લોકો સુધી પહોંચે. હવે ઘણા સીન કટ કર્યા બાદ આખરે મેકર્સને UA સર્ટિફિકેટ મળી ગયું છે. એડિટિંગ પછી, ફિલ્મનો કુલ રન ટાઈમ હવે 2 કલાક 50 મિનિટનો છે.