
Bhagavat: શ્રીકૃષ્ણ ( Shri Krishna ) દયાળુ છે. ઝેર આપનારને પણ, માતાને આપવા યોગ્ય સદ્ગતિ આપી. ઝેર આપનારીને પણ યશોદા ( Yashoda ) જેવી સદ્ગતિ આપી. આ ભગવાન એવા દયાળુ છે. આવો દયાળુ બીજો કોણ હોઈ શકે?
આ પૂતના શ્રીકૃષ્ણમિલનમાં વિઘ્ન કરે છે. ઈશ્ર્વરના છ ગુણો છે. છ દોષવાળી પુતનાને છ ગુણોવાળા ભગવાન, છઠ્ઠા
દીવસે મારે છે. પૂતનાના દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર. પૂતનામાંથી આદોષો ઉત્પન્ન થાય છે. ભગવાનના છ
ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ,શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનના એક એક સદ્ગુણને હ્રદયમાં મનુષ્ય ઉતારે તો બધા દોષ દૂર થાય.
ભગવાનનું ધામ ચિન્મય છે. ચિન્મય ધામમાં પ્રવેશ કોણ કરી શકે?
જ્યારે વાસનાનો નાશ થાય, ત્યારે આ ચિન્મય ધામમાં પ્રવેશ મળે છે.
ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna leela ) તરબોળ કરો. પરમાત્માની સન્મુખ કરો. ગોપીઓ ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણને નિહાળે,
સાંભળે, મનમાં રાખે તે માટે ગોકુળલીલા છે.
ભાગવતમાં ( bhagavad gita ) કોઇ પણ બાળલીલાની ફળશ્રુતિ કહેલી નથી. એક પૂતનાચરિત્રની ફળશ્રુતિ કહી છે. એટલે કે મનુષ્ય એક
આ અજ્ઞાનને-કામવાસનાને ઓળખે, તો ય ઘણું છે. અજ્ઞાન દૂર થાય તો શ્રી ગોવિંદમાં પ્રીતિ થાય છે. ગોવિંદે લભતે રતિમ્ ।
આ પૂતનામોક્ષ ભગવાનની અદ્ભુત બાળલીલા છે. તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ-મનન કરે તો તેને ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ
પ્રેમ પ્રાપ્ત થાય છે. યશોદા= બુદ્ધિ, નંદ=જીવ
બુદ્ધિ અને જીવ શ્રીકૃષ્ણ પાસે હોય તો કાંઈ વિપત્તિ આવે નહીં.
બાળલીલાઓમાં એક રહસ્ય છે કે, જયારે જયારે નંદ અને યશોદા શ્રીકૃષ્ણથી દૂર જાય છે ત્યારે ત્યારે ગોકુળ ઉપર સંકટ
આવે છે. આ બતાવે છે કે જીવ ઇશ્વરથી દૂર જાય તો દુ:ખી થાય. યશોદા એટલે કે બુદ્ધિ શ્રીકૃષ્ણથી દૂર જાય. નંદ એટલે કે જીવ
શ્રીકૃષ્ણને ભૂલી જાય ત્યારે આ રાક્ષસો આવે છે. શરીર અને ઈન્દ્રિઓ ભલે વ્યવહારના કાર્ય કરે પણ બુદ્ધિ (યશોદા) શ્રીકૃષ્ણથી
દૂર ન જવી જોઈએ.
આ પૂતના કોણ હતી? રાજા બલિ અને વંધ્યાવલીની પુત્રીનું નામ હતું રત્નમાલા.
વામન ભગવાન બલિરાજાના દરબારમાં દાન માગવા આવે છે. તેનું રૂપ મનોહર છે. યજ્ઞશાળામાં વામન ભગવાનને
જોઈને રત્નમાલાના હ્રદયમાં પુત્ર સ્નેહનો ભાવ ઉદય થયો. રત્નમાલાના મનમાં લાલસા થઈ કે બાળક અતિ સુંદર છે. તે મનમાં ને
મનમાં અભિલાષા કરવા લાગી કે જો મને આવો બાળક હોય તો કેવું સારું. તેને હું ધવડાવીને પ્રસન્ન થાઉં.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૦
થઈ. વાત્સલ્ય ભાવને લઇને પહેલાં ધવડાવવાની ઈચ્છા થઈ અને પાછળથી શત્રુભાવ થતાં વામનજીને મારવાની ઈચ્છા થઇ. આ
બન્ને ભાવોવાળી રત્નમાલા આગલા જન્મમાં થઇ પૂતના. શ્રીકૃષ્ણલીલા એ નિરોધલીલા છે. જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ
મળે છે. મનમાં વિરોધ હશે, વાસના હશે, ત્યાં સુધી નિરોધ થશે નહિ, અને ત્યાં સુધી મુક્તિ નથી.
કદાચિદૌત્થાનિકકૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેતયોષિતામ્ ।
વાદિત્રગીતદ્વિજમન્ત્રવાચકૈશ્ર્ચકાર સૂનોરભિષેચનં સતી ।।
શુકદેવજી વર્ણન કરે છે: રાજન્, શ્રીકૃષ્ણે શકટભંજન કર્યું ત્યારે, શ્રીકૃષ્ણ ૧૦૮ દિવસનાં હતા.
ગોપીઓને કૃષ્ણના દર્શન વિના ચેન પડતું નથી. પ્રાત:કાળમાં ગોપીઓ યશોદાના ઘરે આવે. યશોદાજી કહે છે, અરી
બાવરી ગોપી! મારો કનૈયો તો સૂતેલો છે. તમે આટલી વહેલી કેમ આવી? શું તમને કનૈયા વગર ચેન પડતું નથી? તમે કનૈયાનાં
દર્શન કરો પણ જો જો વાતો ન કરશો. વાતો કરશો તો મારો કનૈયો જાગી જશે. એક દિવસ પ્રાતઃકાળે ગોપીઓ આવી. ગોપીઓ
કનૈયાનાં વખાણ કરે છે. અરે સખી, કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી સુંદર થાય છે. એક બોલી:-લાલાના વાળ કેવા સુંદર છે.
બીજી બોલી:-આંગળી કેવી મનોહર છે. એક બોલી:- લાલાના ચરણ સુંદર છે, તેને પખાળવાનું મન થાય છે. એક બોલી:-
લાલાની આંખ સુંદર છે. ત્યારે એક બોલી, મને લાલાનો અધરોષ્ઠ બહુ સુંદર લાગે છે. આ ગોપીઓ બોલતી નથી, ભક્તિ બોલે
છે. ગોપીઓ ભક્તિમાર્ગના આચાર્યો છે, ભક્તિ કેવી રીતે કરવી તે ગોપીઓ બતાવે છે. તમારે ભક્તિ કરવી હોય તો એ પ્રમાણે
પરમાત્માના એક એક અંગનું ચિંતન કરો.
શ્રીકૃષ્ણનાં એક એક અંગમાં દ્દષ્ટિને સ્થિર કરો એ જ ભક્તિ છે. સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફળતી નથી. ભગવાનનું
ચિત્ર હ્રદયમાં ઉતારો. ભગવાનનું ચિત્ર અંદર ઊતરે છે, ત્યારે દર્શનમાં આનંદ આવે છે.