
વેશ્યા પ્રથમ ચમત્કાર બતાવે છે, તે બીજાને ખુશ કરવા માટે. વેશ્યાને બીજાની જરૂર છે. ઈશ્વરને કોઈની જરૂર નથી. તમને ઇશ્વરની જરૂર હોય
તો, ખૂબ શ્રદ્ધાથી સેવા સ્મરણ કરો. પછી તે ચમત્કાર બતાવે છે. ઈશ્વરની સેવાસ્મરણ કરો પછી જુઓ કેવું પરિવર્તન થાય છે.
જાદુગરને પૈસાની જરૂર છે, એટલે ચમત્કાર બતાવે છે. પહેલા ચમત્કાર, પછી નમસ્કાર એ વ્યવહારનો કાયદો છે. ભગવાન એવું
કરતા નથી. ઈશ્વરને ત્યાં પહેલાં નમસ્કાર, પછી ચમત્કાર. સરળતા અને માનવતા એ જ છે કે પહેલાં નમસ્કાર અને પછી
ચમત્કાર. ચમત્કાર વિના નમસ્કાર એ માનવતા છે. ચમત્કાર પછી નમસ્કાર, એ અભિમાન છે. જરા વિચારો આ જગત એ જ
ચમત્કાર છે. ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી છે, એક સૂક્ષ્મ બીજમાંથી મોટો વડ થાય છે. માતાના સ્તનમાં દૂધ કોણ બનાવે છે.
જગત ઇશ્વરના ચમત્કારોથી ભરેલું છે.
વ્યવહારમાં પણ અંધશ્રદ્ધા રાખવી પડે છે. ડોકટરથી અનેક કેસ બગડી જાય છે, તેમ છતાં તે સારું કરશે, એવી શ્રદ્ધા
રાખવી પડે છે. ડોકટરને કહો કે પહેલાં ચમત્કાર બતાવો તો, તે બતાવી શકે નહીં. ડોકટરમાં વિશ્વાસ ન રાખો તો ડોકટર દવા
આપે નહીં, અને દવા પેટમાં ગયા વગર રોગ જતો નથી. તે પ્રમાણે સેવામાર્ગમાં પ્રથમ શ્રદ્ધા રાખવી પડે છે. પરમાર્થમાં શ્રદ્ધા
રાખવી પડે છે.
ભગવાન કયાં આરોગે છે? ઓછું કેમ થતું નથી? બહુ ભણેલાના હ્રદયમાં આવા કુતર્કો થાય છે. પણ ઠાકોરજી ( Thakorji ) તો ભાવ
જોઇ પ્રસન્ન થાય છે. ઠાકોરજીને ભોગ ધરાવો, ત્યારે તેમાંથી રસ, સાર ખેંચી લે છે. પરમાત્મા રસભોકતા છે. ખરેખર ઠાકોરજી
અરોગવા લાગે તો આ કળીયુગમાં કોઈ ભોગ ધરાવે કે કેમ તે શંકા છે.
હે ઈશ્વર! આપને પ્રાપ્ત કરવા બહુ જ્ઞાનની જરૂર નથી. અંતકાળમાં ઘણી વાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાનને જો ભક્તિનો
સાથ હોય તો તે ઘણું ઉત્તમ છે.
શરીરને તાવ આવ્યો, તેમાં આત્માને શું? એમ માની વેદાંતીને પણ ચાલતું નથી. વેદાંતીને પણ જો તાવ આવ્યો હોય
તો, તેને પણ દવા-મોસંબી વગેરેની જરૂર પડે છે.
વેદાંતના સિદ્ધાંતો ( Principles of Vedanta ) ખોટા નથી. પરંતુ તેનો અનુભવ ભકિત વિના-પ્રેમ વિના થતો નથી. પ્રેમની-ભક્તિની જ્ઞાનીને પણ
જરૂર રહે છે.
જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરના વ્યાપક અનુભવ માટે કરવાનો છે.
ઇશ્વર સર્વત્ર અને સર્વમાં રહેલો છે, એમ માની કરેલો વ્યવહાર એ ભક્તિ છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૪
રામદાસ સ્વામીએ ( Ramdas Swami ) દાસબોધમાં કહ્યું છે કે, જેને વ્યવહાર ન આવડે તેને પરમાર્થ શું આવડવાનો? જેનો વ્યવહાર
અતિશય શુદ્ધ હોય તે પરમાર્થ બરાબર કરી શકે છે. જેનો વ્યવહાર શુદ્ધ ન હોય તે ભક્તિ કેવી રીતે કરી શકવાનો?
ધંધો કરવો એ પાપ નથી. પણ ધંધામાં-ધંધો કરતી વખતે ઈશ્વરને ભૂલી જવા એ પાપ છે. સાધના, ભક્તિમાં બધા
સંતો પણ પોતપોતાનો ધંધો કરતા હતા. સેના નાઇ હજામનો ધંધો કરતા, ગોરા કુંભાર કુંભારકામ કરતા વગેરે.
ગજેન્દ્ર પશુ હતો. ગજેન્દ્ર ભણેલો ન હતો, કેવળ પ્રેમથી પોકારવાથી, ભક્તિથી ભગવાન તેમને મળ્યા છે. ગજેન્દ્રે કયાં
તપશ્ચર્યા કરેલી કે અષ્ટાંગ યોગની સાધના કરેલી? કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા હતા. ભક્તિથી
ભગવાન મળે છે. ઇશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવાસ્મરણ કરો. ભક્તિ ન હોય તો જ્ઞાનીના જ્ઞાન અને તપશ્ચર્યાની કિંમત નથી. બહુ
જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ન હોય તો, તેના જ્ઞાન કે તપશ્ચર્યાની કિંમત નથી.
સર્વ સાધનનું ફળ છે શ્રીકૃષ્ણ પ્રેમ. જે સાધન કરતાં પ્રભુ-પ્રેમ ન જાગે તે સાધનની કાંઈ કિંમત નથી.
પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી, એવા બ્રાહ્મણ કરતાં પ્રભુમિલન માટે આતુરતા છે તેવો જે હીન જાતિનો પણ શ્રેષ્ઠ
છે.
પરમાત્માને પ્રસન્ન કરવાનાં સાધનો છે સેવા અને સ્મરણ. ત્રણ કલાક રોજ સેવા-સ્મરણ કરો.
પ્રહલાદજી કહે છે:-બે સાધનોથી ભગવાન અવશ્ય મળે છે. ભગવાનની સેવા અને સ્મરણ એ સિવાય બીજા કશાની
જરૂર નથી. પણ તમારે જાતે સેવા-સ્મરણ-જ૫ કરવાં પડશે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પ્રેમ છે. સેવા-પૂજામાં ધન મુખ્ય
નથી. મન મુખ્ય છે. સ્નેહ મુખ્ય છે.
શ્રી ગુંસાઈજી મહારાજનાં રપર વૈષ્ણવની ( Vaishnav ) વાર્તામાં પદ્મનાભદાસની ( Padmanabhadas ) કથા આવે છે. તેઓ ગરીબ હતા. ઠાકોરજીને ચણાનાં ફોતરાં ધરાવે છે. ઠાકોરજીને ચણાનાં ફોતરામાં શિખંડની સૂગંધ આવે છે. ભગવાન એ જોતા નથી કે મને શું આપે છે. ફકત એટલુંજ જુએ છે કેવા ભાવથી આપે છે. સેવાસ્મરણથી ભગવાન સેવકને આધીન બને છે.