Bhagavat : બિંબને શણગારો તો પ્રતિબિંબ સુંદર લાગશે. ઈશ્વરને અર્પણ કરશો તો પ્રભુ અનંતગણું બનાવીને પાછું આપશે.
દ્રૌપદીની ( Draupadi ) પરમાત્માએ લાજ બચાવ્યા પછી, એકાંતમાં બંને મળ્યા દ્રૌપદીએ પ્રભુનો ઉપકાર માન્યો.
પ્રભુ કહે છે મેં કાંઈ ઉપકાર કર્યો નથી. આજે મેં તારું ઋણ ચુકવ્યું છે. આજે હું તારા ઋણમાંથી મુક્ત થયો. દેવી, તું
ભૂલી ગઈ છે. પણ હું ભૂલ્યો નથી તને યાદ નથી, મને યાદ છે. એકવાર મારી આંગળીને તેં પાટો બાંધેલો, સર્વ રાણીઓ પાટો
લેવા મહેલમાં દોડી. પણ તેં તારી સુંદર સાડી ફાડી તરત પાટો બાંધ્યો, તારા પાટાના ધાગાની મેં ગણત્રી કરેલી, પાટામાં ૯૯૯
ધાગા હતા. ત્યારે મેં વિચાર કર્યો હતો કે, બહેનને, ૯૯૯ સાડી પહેરાવીશ. આજે તારા ઋણમાંથી મુકત થયો છું. જે ઈશ્વરને આપે
છે, તેને ઇશ્વર અનંતગણું બનાવીને આપે છે. પરમાત્મા નિજલાભથી પરિપૂર્ણ છે તેથી જીવ જે આપે છે તેને પરમાત્મા અનંતગણું
કરીને પાછું વાળે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સાથે ગરથવાળી. પ્રહલાદ સ્તુતિ કરે છે નાથ! તમારા મંગળમય
સદ્ગુણોનું હું શું વર્ણન કરું? આ બધા બ્રહ્માદિદેવો ( Brahmadidev ) પણ તમારી લીલા જાણી શકતા નથી. હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા જગતને કંટકરૂપ હતા. તેથી તમે તેનો વધ કર્યો. તે સારું કર્યું. આ તમારું સ્વરૂપ જોઈ દેવોને બીક લાગે છે. પરંતુ મને બીક
લાગતી નથી. તમારા ઉગ્ર સ્વરૂપથી દેવો ડરે છે, પણ હું ડરતો નથી. પણ નાથ, ખરું કહું, મને આ સંસારની બીક લાગે છે.
ત્રસ્તોડસ્મ્યહં કૃપણવત્સલ દુ:સહોગ્રસંસારચક્રકદનાદ્ ગ્રસતાં પ્રણીત: ।
બદ્ધ: સ્વકર્મભિરુશત્તમ તેડઙ્ ધ્રિમૂલં પ્રીતોડપવર્ગશરણં હ્લયસે કદા નુ ।।
હે દીનબંધો! આ અસહ્ય અને ઉગ્ર સંસારચક્રમાં પિસાઈ જવાની બીકથી હું ડરું છું. મારા કર્મપાશોથી બંધાઇને આ
ભયંકર જંતુઓની વચ્ચે મને નાંખવામાં આવ્યો છે. હે મારા નાથ! તમે પ્રસન્ન થઈને મને ક્યારે તમારા તે ચરણકમળોમાં બોલાવશો
કે જે સર્વ જીવોનું એક માત્ર શરણ અને મોક્ષ સ્વરૂપ છે.
આપ જ સૌનું શરણ છો. આપ જ અમારા પ્રિય અને સુહ્રદય છો. આપ જ સર્વેના પરમસાધ્ય છો. આપની લીલા કથાનું
ગાન કરતો હું, ઘણી સરળતાથી આ સંસારની કઠણાઈઓને પાર કરી જઈશ.
દૃષ્ટા મયા દિવિ વિભોડખિલધિષ્ણ્યપાનામાયુ: શ્રિયો વિભવ ઈચ્છતિ યાઞ્જનોડયમ્ ।
યેડસ્મત્પિતુ: કુપિતહાસવિજૃમ્ભિતભ્રૂવિસ્ફૂર્જિતેન લુલિતા: સ તુ તે નિરસ્ત:
હે ભગવાન! જેને માટે સંસારી લોકો ઉત્સુક રહે છે તે સ્વર્ગમાં મળવાવાળા સર્વ લોકપાલોની તે આયુ, લક્ષ્મી અને
ઐશ્વર્ય મેં જોઈ લીધાં છે. લક્ષ્મી તથા વૈભવો મેં જોઈ લીધાં છે. મારા પિતા પાસે કયાંય કોઇ વસ્તુની ત્રુટિ હતી. તેમની આંખના પલકારા માત્રમાં સર્વ હાજર થતું. સ્વર્ગની એ સંપત્તિઓને માટે કોઇ ઠેકાણું જ ન રહેતું તેમ છતાં, એવા મારા પિતાનો નાશ થયો.
તે ભોગોના પરિણામ મેં જાણી લીધાં છે. તેથી ભોગોને, લાંબા આયુષ્યને, લક્ષ્મી, ઐશ્વર્ય કે બ્રહ્માનાં વૈભવથી માંડીને કોઇ પણ
ઇન્દ્રિયભોગ્ય વૈભવને, હું ઈચ્છતો નથી, તેથી તો કહું છું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૯
આયુ: શ્રિયં વિભવમૈન્દ્રિયમાવિરિઞ્ચાત્ ન ઈછામિ તે ।
ભગવાન, આ સંસાર એક એવો અંધારો કૂવો છે કે જેમાં કાળરૂપ સર્પ હંમેશા કરડવાને માટે તૈયાર રહે છે. વિષયભોગોની
ઇચ્છાવાળા પુરુષો આ કૂવામાં પડેલા છે.
હે વૈકુંઠનાથ ( Vaikunthanath ) , આ બધું હું જાણુ છું. પણ મારું મન આપની લીલાકથાઓથી પ્રસન્ન થતું નથી. મારા મનની મોટી દુર્દશા
થઇ છે. તે પાપવાસનાઓથી દૂષિત થયેલું છે જ. પણ જાતે પણ અતિ દુષ્ટ છે. તે ઘણું કરીને કામવાસનાઓને માટે જ આતુર રહે
છે, અને હર્ષ-શોક, ભય, લોકપરલોક, ધન, પત્ની, પુત્ર, વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે. મન જ્યાં ત્યાં ભટકતું રહે છે,
તેથી વશમાં રાખવું કઠિન છે. તે કામાતુર, ભયથી વ્યાપ્ત તથા જાતજાતની ઈચ્છાઓથી દુ:ખી છે.
મનના આ વિશેષણો ઉપર વિચાર કરજો, મન તો
દુરિત દુષ્ટમ્ અસાધુ તીવમ્ કામાતુર હર્ષશૌકભયૈષણાર્તં ।
આથી તમારી લીલાકથાઓમાં તે રસ લેતું નથી. મનની આવી સ્થિતિ છે. તેથી તો હું દીન બની ગયો છું. આવી
સ્થિતિમાં આપના તત્વનો વિચાર હું કઈ રીતે કરું?
નૈતન્મનસ્તવ કથાસુ વિકુણ્ઠનાથ સમ્પ્રીયતે દુરિતદુષ્ટમસાધુ તીવ્રમ્ ।
કામાતુરં હર્ષશોકભયૈષણાર્તં તસ્મિન્ કથં તવ ગતિં વિમૃશામિ દીન: ।। ભા.સ્કં.૭.અ.૯.શ્ર્લો.૩૯.
હે નાથ, તો આ મનને વશ કરવાની શક્તિ આપો અને મારું રક્ષણ કરો.
નૃસિંહસ્વામી ( Nrisimhaswamy ) કહે છે, બેટા! બગડેલું મન ભગવાનના નામજપ વગર સુધરશે નહિ. ( Prahlad ) પ્રહલાદ, તારું મન શુદ્ધ છે. એટલે તને મારાં દર્શન થયાં.