Bhagavat : ભગવાનની ભક્તિ વિના, તેના દર્શન વિના મારું જીવન વૃથા ગયું. તેથી મને દુ:ખ થાય છે. તેથી મારા મુખ પર ગ્લાનિ
છે. મારું જીવન કૂતરા-બિલાડાં જેમ પશુવત ગયું. મેં કાંઈ કર્યું નથી. મને એકવાર પણ પ્રભુનાં દર્શન થયા નહિ, તેથી મને દુ:ખ
થાય છે. ધર્મરાજા ( Dharmaraja ) વિચારે છે, મેં ઘણું કર્યું, પણ જે કરવાનું હતું તે કર્યું નહીં. ભગવાનને માટે મેં કાંઈ કર્યું નહિ.
શરીરં સુરુપં નવિનં કલત્રં ધનં મેરુ તુલ્યમ યશશ્ર્વારુ ચિત્રમ્ ।
હરિરંધ્રિ પદ્મે મનશ્ર્ચેન્ ન લગ્નં તત: કિમ્ તત: કિમ્ તત: કિમ્ ।।
સુંદર શરીર હોય, નવોઢા પત્ની હોય, મેરુ પર્વત જેટલું ધન હોય, ઘણી કીર્તિ ફેલાયલી હોય. આ બધું હોય, તેમ છતાં
જો શ્રી હરિનાં ( Shri Hari ) ચરણમાં ચિત્ત ન ચોટયું હોય તો આ બધાથી શું? આ સર્વથી શું વળ્યું? શું વળ્યું? શુ વળ્યું?
જગતની પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં ઉપયોગમાં આવશે નહીં.
જે વિદ્યા અંતકાળે કામ ન આવે, તે વિદ્યા શા કામની?
એક વખત એક નાવડીમાં સુશિક્ષિત સુધારકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હોડી હાંકનાર માછીને પૂછે, તમે કેટલું
ભણ્યા છો?
માછી કહે:-ભણતર કેવું અને ગણતર કેવું? અમે તો હોડી ચલાવી જાણીએ.
સુધારકો પૂછે છે:-તું ઇતિહાસ જાણે છે? ઈંગ્લેંડમાં એડવર્ડો કેટલા થયા તે ખબર છે?
માછી:-હું ઇતિહાસ બિતિહાસ કાંઈ જાણતો નથી.
પંડીતો માછીને કહે:-ત્યારે તો તારી પા જિંદગી નકામી ગઈ.
પંડીતો ફરીથી સવાલ પૂછે છે:-તને ભૂગોળનું જ્ઞાન છે? લંડન શહેરની વસ્તી કેટલી છે?
માછી કહે:-મને ભૂગોળનું જ્ઞાન નથી એટલે પંડિતો કહે તારી અર્ધી જિંદગી નકામી ગઇ.
ફરીથી પંડીતો પૂછે છે:-તને સાહિત્યનું જ્ઞાન છે? શેકસપિયરના નાટકો વાંચ્યા છે? માછી ના પાડે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૭
માછીએ પંડીતોને કહ્યું. હવે આ નાવ ડૂબી જાય એમ લાગે છે. તમને બધાને તરતાં આવડે છે?
પંડીતો કહે:-તરતાં તો અમને આવડતું નથી.
માછી પંડીતોને કહે:-ત્યારે મારી તો પોણી જિંદગી એળે ગઈ, પણ તમારી સર્વની આખી જિંદગી હમણાં પાણીમાં જશે,
એળે જશે.
પછી નાવ તોફાનમાં ઊંધી વળી ગઈ. માછી તરીને બહાર આવ્યો, પંડીતો ડૂબી ગયા.
રામકૃષ્ણ પરમહંસ ( Ramakrishna Paramahamsa ) આ દ્દષ્ટાંત વારંવાર આપતા. સંસાર એ પણ સમુદ્ર છે. યેનકેન પ્રકારે આ ભવસાગર તરતા આવડવું જોઈએ. એ શીખવે તે જ વિદ્યા સાચી. ભવસાગરને તરવા માટે ભગવાનનું ભજન એ જ સાચી વિદ્યા છે. એને ન શીખતાં કેવળ સાંસારિક વિદ્યાનો પંડીત બનીને જે અભિમાન કરે છે, તે ડૂબે જ છે.
જે વિદ્યા અંતકાળમાં પરમાત્માનાં દર્શન ન કરાવે તે વિદ્યા, વિદ્યા જ નથી.
ધર્મરાજાની સભામાં દ્વારકાનાથ ( Dwarkanath ) પોતે બિરાજતા હતા. પરંતુ સંયોગમાં દોષદર્શન અને વિયોગમાં ગુણદર્શન એ જીવનો
સ્વભાવ છે. દ્વારકાનાથ પોતે સભામાં હતા. પણ તેમના સ્વરૂપને ધર્મરાજા હજુ જાણતા ન હતા. ઠાકોરજીને ( Thakorji) પોતાના સ્વરૂપને છુપાવવાની આદત છે.
શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ભગવાન કહે છે કે, હું માખણ ચોર છું. જેના મનની હું ચોરી કરું છું, તે જ મને ઓળખી શકે છે. શ્રીકૃષ્ણને ગુપ્ત રહેવાની ઇચ્છા રહે છે. પરમાત્માને ગુપ્ત રહેવાની ઈચ્છા હોય છે. જીવને જાહેર થવાની ઈચ્છા રહે છે. ઈશ્વરે ગુલાબનું ફૂલ, કેરી વગેરે અસંખ્ય ચીજ બનાવી છે. પણ કોઈ ઉપર નામ લખ્યું નથી. શરીર ઉપર નામ લખવાની જરૂર છે? કોણ તારો કાકો તને લઈ જવાનો હતો? મકાન ઉપર લખે છે. ‘મગન નિવાસ’, આ મગનભાઇ કેટલા દિવસ જીવવાનો છે? મકાન ઉપર નામ લખો તો ‘કૃષ્ણ નિવાસ’, ‘રામ નિવાસ’ લખો. આ સર્વ મારા ઠાકોરજીનું છે. મારું કશું નથી. ત્યારે મનુષ્ય નામ રૂપમાં ફસાયો છે. મનુષ્ય કોઈ સેવાનું કાર્ય કરે તો, નામના માટે. મંદિરમાં કોઈ વસ્તુ આપે છે તો તેના ઉપર પોતાનું નામ લખીને આપે છે. એટલું યાદ રાખજો કે બહુ જાહેરાત થાય તો પુણ્યનો ક્ષય થશે.
શ્રીકૃષ્ણ પાંડવો સાથે રહ્યા. પણ કોઇ તેને ઓળખી ન શકયા. શ્રીકૃષ્ણ કેમ ઓળખાય? યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં તે
લોકોનાં એઠાં પતરાળાં ઉપાડવા જેવાં હલકાં કામ કરે છે. એમને ઓળખવા એ સહેલું નથી. દિવ્યને ઓળખવામાં દિવ્ય દ્દષ્ટી
જોઈએ. આ છે ગીતા ગાનાર શ્રીકૃષ્ણનો દિવ્ય કર્મયોગ. જેવું બોલ્યા તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું.
પ્રભુ તો ધર્મરાજાને કહે છે:-મોટાભાઇ! તમારા યજ્ઞમાં મને થોડી સેવા કરવાની તક આપો. હું પતરાળાં ઉઠાવીશ.
ધર્મરાજા એમ માને છે કે મામાના દીકરા છે, એટલે મારું સઘળું કામ કરે તેમાં શું નવાઈ?
ઈશ્વરને એવું લાગતું નથી કે હું ઈશ્વર છું. ઈશ્વરને એવું લાગે તો તેનું ઈશ્વરત્વ રહે નહિ. ધર્મરાજા ભૂલી ગયા છે કે
કૃષ્ણ ઇશ્વર છે. તેથી બોલે છે કે મને હજી પરમાત્માનાં દર્શન થયાં નહિ.