
Bhagavat: સૌભરી ઋષિને લગ્નની ભાવના જાગી છે. સિદ્ધ હતા. પોતાનું સ્વરૂપ બદલે છે. અતિ સુંદર સ્વરૂપ ધારણ કરી, રાજ
મહેલમાં ગયા. ઋષિને પરણવા માટે પચાસ કન્યાઓમાં ઝઘડો થવા લાગ્યો. એટલે માંધાતા રાજાએ પચાસે કન્યાઓનાં લગ્ન
સૌભરી ઋષિ સાથે કર્યાં. સૌભરી ભોગ ભોગવે છે. પરંતુ પાછળથી વિવેકબુદ્ધિ જાગૃત થઇ. ઋષિને પસ્તાવો થયો. મેં આ શું કર્યું?
અહો ઈમં પશ્યત મે વિનાશં તપસ્વિન: સચ્ચરિતવ્રતસ્ય ।
અન્તર્જલે વારિચરપ્રસઙ્ગાત્ પ્રચ્યાવિતં બ્રહ્મ ચિરં ધૃતં યત્ ।।
સૌભરી ઋષિએ ( Soubhari Rishi ) કહ્યું છે હું તપસ્વી હતો, તે વિલાસી બન્યો. માછલા માછલીનો પ્રસંગ જોવાથી મારી બુદ્ધિ બગડી. જેને સાધન કરવું છે, જેને આ જન્મમાં સાધ્યની પ્રાપ્તિ કરવી છે તે કામસુખ ભોગવનારના સંગનો ત્યાગ કરે. કામસુખ ભોગવનારનો
સંગ એ જ કુસંગ. સ્ત્રીસંગીનો સંગ એ જ કુસંગ, આ સ્ત્રી- પુરૂષની નિંદા નથી. આ કામની નિંદા છે.
સઙ્ગ ત્યજેત મિથુનવ્રતિનાં મુમુક્ષુ: સર્વાત્મના ન વિસૃજેદ્ બહિરિન્દ્રિયાણિ ।
એકશ્ર્ચરન્ રહસિ ચિત્તમનન્ત ઈશે યુગ્જીત તદ્વ્રતિષુ સાધુષુ ચેત્પ્રસઙ્ગ:।।
આ થઈ સંગના રંગની કથા. માટે જેને મોક્ષની ઇચ્છા હોય તેણે મૈથુનધર્મી સ્ત્રી-પુરૂષોનો સંગ સર્વથા ત્યજવો. મમક્ષુ:
મિથુનવ્રતિનાં સંગ: ત્યજેત્ ।। સાધકે સ્ત્રી તેમજ સ્ત્રીનો સંગ કરનારનો સંગ પણ ન કરવો. સ્ત્રીણાં સ્ત્રીસાઙ્ગિ: નામ્ સંગ:
ત્યજેત્ ।।
સૌભરી ઋષિએ જગતને બોધ આપ્યો છે, કે કામી અને વિલાસી માનવો વચ્ચે રહી બ્રહ્મજ્ઞાની થવું કઠણ છે. માનવો
વચ્ચે રહી માનવી થવું સહેલું છે. સત્સંગ ન મળે તો કાંઈ નહિ પણ કામીનો સંગ ન કરો.
તે પછી સાગર નામના ચક્રવર્તી સમ્રાટ રાજા થયા. તેમણે યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. તે ઘોડો ઇન્દ્ર ચોરી
ગયા. સાગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા. કપિલમુનિના ( Kapilmuni ) આશ્રમમાં તેઓએ ઘોડો જોયો, તેઓએ માન્યું, કપિલ ઘોડાને ચોરી લાવ્યા છે.
આ ચોર છે. તેમને મારો એમ કહેતાં જ્યાં તેઓ દોડયા, ત્યાં કપિલ મુનિના તેજોગ્નિમાં બળીને ભસ્મ થયા.
સાગરના પૌત્ર અંશુમાન, તેમને શોધવા નીકળ્યા છે. તેમણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિએ કહ્યું:-તમારા
દાદાના યજ્ઞનો ધોડો છે તે લઈ જાવ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ –૨૪૮
અંશુમાને કહ્યું મારા કાકાઓનો ઉદ્ધાર થાય, તેવો ઉપાય બતાવો. કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી પધારે તો ગંગાજળથી
તેઓનો ઉદ્ધાર થાય. બીજો કોઈ ઉપાય નથી. ગંગાને ( Ganga ) લાવવા અંશુમાને તપ કર્યું. તેમના પુત્ર દિલીપે તપ કર્યું. દિલીપના પુત્ર
ભગીરથે તપ કર્યું. ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય, ત્યારે જ્ઞાનગંગા એટલે જ્ઞાન મળે છે. ત્રણ પેઢિયોનુ પુણ્ય ભેગું થયું ત્યારે
ગંગાજી પ્રગટ થયાં.
ભગીરથ રાજાએ ( Bhagirath Raja ) ભગવાન શંકરની પ્રાર્થના કરી. શિવજી ગંગાનો ( Shivaji Ganga ) વેગ ઝીલવા તૈયાર થયા. શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે. શિવજીએ જટામાંથી ગંગાજીને બહાર જવાનો રસ્તો આપ્યો.અનેક દેશનો ઉદ્ધાર કરતાં ગંગાજી પાતાળમાં પધાર્યા.
ગંગાજીનો સ્પર્શ થવાથી રાખમાંથી દિવ્ય પુરુષો બહાર આવ્યા. સાગરપુત્રોને સદ્ગતિ મળી.
રાજન! મર્યા પછી ગંગાજળના સ્પર્શથી મુક્તિ મળી તો જીવતા જે ગંગાપાન કરે, તેને સદ્ગતિ મળે તો તેમાં શું આશ્ર્ચર્ય?
જીવને શિવ થવું છે. જો તે જ્ઞાનગંગાને માથે રાખે તો શિવ બને. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભગીરથ રાજા લઈ આવ્યા
એટલે ગંગાજીનું નામ પડયું ભાગીરથીગંગા. ગંગાજી નારાયણના ચરણમાંથી બહાર આવ્યાં. નારાયણના ચરણમાં ગંગા છે.
શિવજીને માથે ગંગા છે.
આગળ ચાલતા એ જ વંશમાં ખટવાંગ નામનો રાજા થયો ખટવાંગને દેવો તરફથી જાણવા મળ્યું કે અડતાલીસ મિનિટ
પછી મરણ આવવાનું છે. તેણે સર્વ છોડી મનને ભગવાનમાં જોડી દીધું. પરમાત્માનું ધ્યાન કરતાં તેમણે શરીરનો ત્યાગ કર્યો.
તેમને સદ્ગતિ મળી. આમ માત્ર બે ઘડીમાં ખટવાંગે પોતાનું શ્રેય-આત્મકલ્યાણ સાધી લીધું. ખટવાંગ પછી, થયા દીર્ધબાહુ અને
દીર્ઘબાહુને ત્યાં થયા રઘુ. રઘુ મહાજ્ઞાની અને ઉદાર હતા. છેવટે તેમણે પહેરેલું ધોતિયું છોડી તેનો પણ ત્યાગ કર્યો. તેમણે
સર્વસ્વનો ત્યાગ કર્યો. તેમની કીર્તિ વધી ગઈ. તેથી સૂર્યવંશનું નામ રઘુવંશ પડયું. રઘુરાજાએ અનેક યજ્ઞો કર્યા.
ભગવાનનો વંશ સાંભળે, તેના વંશનો નાશ થતો નથી. રઘુને ત્યાં થયા અજ, અને અજને ત્યાં થયા દશરથ.