Bhagavat: પાર્વતીએ ( Parvati ) શિવજીને ( Shiv ) કહ્યું કે, તમારા ચેલા રાવણને બહુ અભિમાન થયું છે. માતા પાર્વતી શિવજીને મનાવે છે. રાવણ ( Ravan ) ધનુષ્ય ન ઉઠાવી શકે તેવો ઉપાય કરો. ત્રણસો શિવગણ સૂક્ષ્મરૂપે ધનુષ્ય ઉપર ચઢી બેઠા કે જેથી કોઈ ધનુષ્ય ઉઠાવી શકે નહિ.
રાવણ ધનુષ્યને ઉઠાવી શકયો નહિ, એટલે એની ફજેતી થઈ. રાવણની ફજેતીથી બીજા રાજાઓ સાવધાન થયા.
આપણી શું દશા થાય, ધનુષ્ય ઉઠાવવા હવે કોઈ પ્રયત્ન પણ કરતું નથી. વિશ્વામિત્રજીએ ( Vishwamitra ) આજ્ઞા કરી એટલે રઘુનાથજી
આશીર્વાદ મેળવી, ધનુષ્યનો ભંગ કરવા જાય છે.
સીતાજી પ્રાર્થના કરે છે. ધનુષ્ય ફૂલ જેવું હલકું થજો. રામજી શિવધનુષ્યને વંદન કરે છે.
આદાય વાલગજલોલ ઈવેક્ષુયષ્ટિ સજ્જીકૃત નૃયવિકુષ્ય ષભગ્જ મધ્યે
ધનુષ્ય ઉઠાવ્યું. લીલામાં નમાવ્યું એટલે બે ટુકડા થયા.
વિશ્વામિત્રે આજ્ઞા કરી કે સીતાજી બહાર આવે. અમે રામસીતાનાં ( Ram Sita ) દર્શન કરીએ. સીતાજીએ વરમાળા લીધી. રઘુનાથજી
વિચાર કરવા લાગ્યા માતાપિતાની આજ્ઞા વગર મારે લગ્ન કરવું નથી. સુંદર કન્યા વિજયમાળા પહેરાવવા આવી છે પણ રામજી
માતાપિતાની આજ્ઞા વગર વિજયમાળા પહેરવા તૈયાર નથી. સીતાજી હાર પહેરાવવા પ્રયત્ન કરે છે. જાનકીજી ઠીંગણાં છે. બે હાથ
ઉંચા કર્યા. હાથમાં પહેરેલી રત્નની બંગડીઓમાં રામજીનું પ્રતિબિંબ દેખાતાં જાનકીજી તન્મય થઈ ગયાં. રામજી માથું નમાવતાં
નથી. આ જોઇ વિશ્વામિત્ર પાસે આવ્યા છે. માતાપિતાની આજ્ઞા છે, ત્યારે પ્રભુએ મસ્તક નમાવ્યું. સીતાજીએ માળા અર્પણ કરી.
રામજીએ વિજયમાળા ધારણ કરી.
જનકરાજાના સેવકો કુમકુમ-પત્રિકા લઈ અયોધ્યા આવ્યા. દશરથજીએ પત્રિકા હાથમાં લીધી. વાંચવા લાગ્યા. વૈદિક
વિધિથી લગ્ન માટે આપ અયોધ્યાની પ્રજા સાથે જનકપુરી આવો. દશરથજીને અતિ આનંદ થયો. હ્રદય ભરાયું છે. સેવકને
નવલખો હાર, દશરથજી આપવા લાગ્યા. સેવક કહે, હાર મારાથી લેવાય નહિ. અમે કન્યાપક્ષના છીએ.
પ્રાત:કાળમાં વશિષ્ઠ વગેરે સાથે દશરથજીએ જનકપુરી જવા માટે પ્રયાણ કર્યુ. રસ્તામાં શુભ શુકન થયા. બે બ્રાહ્મણો
તેમજ સૌભાગ્યવતી સ્ત્રી માથે બેડું લઈને બાળક સાથે સામે મળ્યાં.
જાન જનકપુરી આવી, જનક અને દશરથ મળ્યા, જનકપુરીમાં સ્વાગત થયું. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવ્યા. રામ
લક્ષ્મણ પિતાજીને પ્રણામ કરે છે.
નારદજીએ ( Narad ) લગ્નનું મહૂર્ત આપ્યું છે. માર્ગશીષ માસ, સુદ ૫ અને ગૌરજ સમય.
જાન આવી ધનતેરસે અને ગઈ વસંતપંચમી પછી. આ તો રઘુનાથજીનું લગ્ન છે.
રઘુનાથજી લગ્ન કરવા જાય છે, ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યો છે. કામને ઘોડો બનાવ્યો છે. કામની છાતી ઉપર
ચડીને, રામ લગ્ન કરવા જાય છે. સાધારણ માનવ લગ્ન કરવા જાય છે, ત્યારે કામ તેની છાતી ઉપર ચડી બેસે છે. ભગવાનને
સુવર્ણ સિંહાસને પધરાવ્યા છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૨
એક, એક બાળકને એક, એક કન્યાનું દાન કરવાનું છે. બ્રાહ્મણો મંગલાષ્ટક બોલવા લાગ્યા:-
રામો રાજમણિ: સદા વિજ્યતે રામં રમેશં ભજે,
રામેણા ભિહતા નિશાચરચમૂ રામાય તસ્મૈ નમ: ।
રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોડસ્મ્યંહ,
રામે ચિતલય: સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર: ।।
વિધિપૂર્વક રામસીતાનાં લગ્ન થયાં. જનક કહે છે:-મેં કન્યાનું દાન કર્યું છે.
રામજી કહે:-પ્રતિ ગૃહણામિ ।। રામજી સરળ હતા, કહ્યું કે તેનો સ્વીકાર કરું છું.
પછી લક્ષ્મણજીનો ( Laxman ) વારો આવ્યો. લક્ષ્મણજી કહે અમે ક્ષત્રિયો દાન આપીએ છીએ. અમે દાન લેતા નથી. હું પ્રતિ
ગૃહણામિ નહિ બોલું.
ગોર મહારાજે કહ્યું:-તમારા મોટાભાઈ તો બોલ્યા.
લક્ષ્મણજી કહે:-એ તો ભોળા છે. મારે પ્રતિ ગૃહણામિ બોલવું નથી.
રામજી સમજાવે છે. લક્ષ્મણ, બોલવું પડે લક્ષ્મણ કહે:-તમે બીજું કહો તે કરવા તૈયાર છું, પણ દાન તરીકે કન્યા નહીં
સ્વીકારું. પ્રતિ ગૃહણામિ નહીં બોલું. વિશ્વામિત્ર સમજાવે છે. આ શબ્દ બોલ્યા વગર લગ્ન પાકું ન કહેવાય. તે પછી લક્ષ્મણજી
બોલ્યા પ્રતિ ગૃહણામિ.
લગ્ન થયું છે. સીતા-રામજી જમવા બેસે છે. ભોજનમાં જરા વિનોદ હોય તો વધારે જમાય છે. જનકપુરીની સ્ત્રીઓ વિનોદ
કરે છે. આ છોકરા ભાગ્યશાળી છે. નહિતર આ કન્યાઓ મળે કયાંથી? દશરથજીને છોકરા ક્યાં થતાં હતાં? રાણીઓએ ખીર ખાધી
ત્યારે છોકરા થયાં.
લક્ષ્મણજીથી આ વિનોદ સહન થયો નહિ, કહ્યું:-અયોધ્યામાં ખીર ખાવાથી છોકરા થાય છે. પણ જનકપુરી આવ્યા
પછી જાણવા મળ્યું કે અહીં તો સ્ત્રીઓને એટલી પણ તકલીફ લેવી પડતી નથી. અત્રે તો ધરતીમાંથી કન્યા નીકળે છે.