• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Results for fir - Page 5
Search results for

"fir"

Trump India Pakistan ceasefire :'Talked trade, stopped them from fighting': Donald Trump once again claims credit for India Pakistan ceasefire
Main PostTop Postઆંતરરાષ્ટ્રીયદેશ

Trump India Pakistan Ceasefire :ટ્રમ્પનો મોટો દાવો: મેં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું, પાંચ ફાઈટર જેટ્સ તોડી પડાયા!

by kalpana Verat July 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Trump India Pakistan Ceasefire : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટો દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘ઑપરેશન સિંદૂર’ પછી સર્જાયેલું ગંભીર યુદ્ધ રોક્યું હતું. તેમણે કહ્યું કે લડાઈમાં પાંચ ફાઈટર જેટ્સ તોડી પડાયા હતા અને જો હથિયારોનો ઉપયોગ ચાલુ રહ્યો હોત તો કોઈ વેપાર સમજૂતી ન થાત.

 Trump India Pakistan Ceasefire :ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના હાલાત બગડી રહ્યા હતા, જેને અમે વેપારના (Trade) માધ્યમથી સંભાળ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો હથિયારોનો ઉપયોગ (Use of Weapons) ચાલુ રહ્યો, તો કોઈ વેપાર સમજૂતી (Trade Agreement) કરવામાં આવશે નહીં.   

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે ઘણા મોટા યુદ્ધો રોકવામાં મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલાત ખૂબ ખરાબ થઈ ગયા હતા. લડાઈમાં લડાકુ વિમાન (Fighter Jets) તોડી પાડવામાં આવી રહ્યા હતા, કદાચ લગભગ પાંચ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. બંને દેશો પરમાણુ હથિયારોથી (Nuclear Weapons) સજ્જ છે અને એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.

Trump India Pakistan Ceasefire :યુદ્ધ દરમિયાન તોડી પડાયેલા ફાઈટર જેટ્સ અને ટ્રમ્પનો ખુલાસો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ વાત વ્હાઇટ હાઉસમાં (White House) કેટલાક રિપબ્લિકન સાંસદો (Republican Senators) સાથે ડિનર દરમિયાન કહી. જોકે, તેમણે તે સ્પષ્ટ નથી કર્યું કે તોડી પડાયેલા વિમાન ભારતના હતા કે પાકિસ્તાનના. 

આ સમાચાર પણ વાંચો : Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્ર પહેલાં આવતીકાલે સર્વપક્ષીય બેઠક, સાંસદો ડિજિટલ હાજરી આપશે; આટલા બિલ પર થશે ચર્ચા..

 Trump India Pakistan Ceasefire :ભારત અને પાકિસ્તાનના દાવાઓનું વિશ્લેષણ

10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ (Ceasefire) થયાના થોડા દિવસો પછી, એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનના ઘણા લડાકુ વિમાનોને તોડી પાડ્યા, પરંતુ તેમણે કોઈ સંખ્યા જણાવી નહીં. જ્યારે પાકિસ્તાને ભારતના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે તેના ફક્ત એક વિમાનને “હળવું નુકસાન” થયું. પાકિસ્તાને દાવો કર્યો કે તેણે ભારતના છ લડાકુ વિમાનો તોડી પાડ્યા છે, જેમાં રાફેલ (Rafale) પણ સામેલ છે.

ટ્રમ્પના આ દાવાથી ભારત-પાકિસ્તાન સંબંધો અને ઐતિહાસિક ઘટનાઓ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે, ખાસ કરીને યુદ્ધ દરમિયાન વિમાન તોડી પાડવાની સંખ્યા અંગેના દાવાઓને લઈને.

 

 

July 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Police and Fire Games CISF Shines at World Police and Fire Games 2025, Bags 64 Medals
દેશ

World Police and Fire Games : અમેરિકામાં લહેરાયો ભારતનો વિજયધ્વજ: સીઆઈએસએફએ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં જીતી લીધા ૬૪ પદકો

by kalpana Verat July 12, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Police and Fire Games : 

  • અમેરિકા ખાતે બર્મિંગહેમમાં યોજાયેલા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫માં કુલ ૬૪ પદકો જીત્યા: CISF ટીમે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ગૌરવશાળી ત્રીજું સ્થાન અપાવ્યું
  • CISFએ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-૨૦૨૫માં ૩૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વમાં ત્રીજા નંબરે  
  • હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાના જવાનોનું અભૂતપૂર્વ પ્રદર્શન
  • CISFના જવાનોનું ઐતિહાસિક પ્રદર્શન – વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં ૬૪ પદકો સાથે ભારતને ત્રીજું સ્થાન અપાવ્યું

અમેરિકાના બર્મિંગહેમ શહેરમાં ૩૦ જૂનથી ૬ જુલાઈ ૨૦૨૫ દરમિયાન વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું,  જેમાં સમગ્ર વિશ્વ માંથી પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વર્ષે ૭૦  કરતાં વધુ દેશોના દસ હજારથી વધુ એથ્લિટ્સે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. CISF ટીમે કુલ ૬ રમતોમાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. CISFએ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં કુલ ૬૪ પદકો જીત્યા હતા. જેમાં કુસ્તી સૌથી વધુ છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. અન્ય જવાનોએ હાઈપર જમ્પ, હાફ મેરેથોન, જેવી રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૬૪ પદકો જીત્યા હતા. જેને કારણે ભારતની ટીમને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ત્રીજા સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

                      હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાના જવાનોએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ૩૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વમાં ભારતને ત્રીજા નંબર મેળવવામાં સફળતા મળી છે.  

આ સમાચાર પણ વાંચો : Rojgar Mela: દેશભરમાં 47 સ્થળોએ યોજાયો 16મો રોજગાર મેળો, PM મોદીએ વર્ચુયલ માધ્યમથી 51000 થી વધુ નિમણુંક પત્રો એનાયત કર્યા

                      CISFએ ફિટનેસ, શિસ્ત અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ટીમનું પ્રદર્શન દર્શાવે છે કે, અમારા કર્મચારીઓ વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને સંકલ્પને કેટલાય દ્રઢતાપૂર્વક પ્રદર્શિત કયું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tesla India First Showroom Tesla's first showroom in India will open on 'this' date in mumbai
ઓટોમોબાઈલMain PostTop Postમુંબઈ

Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત

by kalpana Verat July 12, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Tesla India First Showroom:  એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લા 15 જુલાઈના રોજ મુંબઈમાં તેના પહેલા શોરૂમનું ઉદ્ઘાટન કરશે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 4,000 ચોરસ ફૂટ રિટેલ જગ્યા માટે લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ હશે. ટેસ્લા ઇન્ડિયાએ ગયા મહિને મુંબઈના લોઢા લોજિસ્ટિક્સ પાર્કમાં 24,565 ચોરસ ફૂટ જગ્યા પાંચ વર્ષ માટે ભાડે લીધી હતી. 

 

🚨 It’s official: Tesla is finally driving into India! 🇮🇳⚡

Elon Musk once said, “As soon as humanly possible”…. and that moment is 15th July 2025.

The electric revolution just got a desi upgrade. 🔋🇮🇳 pic.twitter.com/ja93fZuDBn

— Aditya Chaudhary 🇮🇳 (@Aaditya240599) July 12, 2025

Tesla India First Showroom:   ગ્રાહકોને ટેસ્લા વાહનોને નજીકથી જોવાની અને સમજવાની તક 

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શોરૂમ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ શોરૂમ ગ્રાહકો માટે ટેસ્લાના ‘અનુભવ કેન્દ્ર’ તરીકે સેવા આપશે, જ્યાં ગ્રાહકોને ટેસ્લા વાહનોને નજીકથી જોવાની અને સમજવાની તક મળશે. ટેસ્લા ભારતમાં ડાયરેક્ટ-ટુ-કસ્ટમર રિટેલ મોડેલ સાથે વાહનોનું વેચાણ કરશે. અહેવાલો મુજબ મુંબઈ પછી, ટેસ્લાનો આગામી શોરૂમ દેશની રાજધાની દિલ્હીમાં ખુલશે. તાજેતરમાં, ટેસ્લાએ મુંબઈ અને પુણેમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી હતી. સેલ્સ એક્ઝિક્યુટિવ, સપ્લાય ચેઇન, એન્જિનિયરિંગ અને આઇટી, ઓપરેશન્સ બિઝનેસ સપોર્ટ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ અને રોબોટિક્સ, સેલ્સ અને કસ્ટમર સપોર્ટ જેવા વિભાગોમાં નોકરીઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.

Tesla India First Showroom: Y રીઅર-વ્હીલ ડ્રાઇવ SUV ની પ્રથમ બેચ ભારતમાં મોકલી

મીડિયા રિપોર્ટ મુજબ ઑસ્ટિન સ્થિત કંપનીએ ચીનમાં તેના પ્લાન્ટમાંથી તેની મોડેલ Y રીઅર-વ્હીલ ડ્રાઇવ SUV ની પ્રથમ બેચ ભારતમાં મોકલી છે. મોડેલ Y વિશ્વની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારમાંની એક છે, અને કંપની આ કારથી ભારતમાં તેની સફર શરૂ કરી શકે છે. આ વાહનોની કિંમત રૂ. 27.7 લાખ છે અને તેના પર રૂ. 21લાખથી વધુની આયાત ડ્યુટી લાગશે. તેથી, આ કારની કિંમત 48 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચ.ડી. મંત્રી એચ ડી કુમારસ્વામીએ જૂનમાં મીડિયાને જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં કારના ઉત્પાદનમાં રસ ધરાવતી નથી, પરંતુ ફક્ત દેશમાં શોરૂમ ખોલવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : Air India 171 crash probe: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પહેલા પાયલોટ વચ્ચે શું વાતચીત; કોકપીટમાં શું થયું? કેવી રીતે થયો મોટો અકસ્માત; કારણ આવ્યું સામે… 

Tesla India First Showroom:  ભારત ટેસ્લાને અનુકૂળ આવે તે રીતે તેની નીતિઓમાં ફેરફાર કરશે નહીં

મહત્વનું છે કે ટેસ્લા શરૂઆતમાં કેટલીક ટેરિફ છૂટછાટો માંગી રહી હતી. તેઓ $40,000 થી ઓછી કિંમતની કાર પર 70% અને તેનાથી વધુ કિંમતની કાર પર 100% કસ્ટમ ડ્યુટી મુક્તિ ઇચ્છતા હતા. જોકે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ વર્ષે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ટેસ્લાને અનુકૂળ આવે તે રીતે તેની નીતિઓમાં ફેરફાર કરશે નહીં. તેમણે કહ્યું હતું કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં તમામ ઇલેક્ટ્રિક વાહન કંપનીઓને ટેકો આપવા માટે કાયદા અને ટેરિફ નિયમો બનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે, કારણ કે બેટરીથી ચાલતા વાહનોનો ઉપયોગ વધવાથી કાર્બન ઉત્સર્જન ઘટશે અને તેલ આયાતનો ખર્ચ ઘટશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aankhon Ki Gustaakhiyan First Review Out Shanaya Impresses Vikrant Touches Hearts with His Acting
મનોરંજન

Aankhon Ki Gustaakhiyan First Review Out: આંખો કી ગુસ્તાખિયા નો પહેલો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે શનાયા કપૂર ની ડેબ્યુ ફિલ્મ

by Zalak Parikh July 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aankhon Ki Gustaakhiyan First Review Out: વિક્રાંત મેસી સાથે શનાયા કપૂરની ડેબ્યૂ (Debut) ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ આખરે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. હવે આ ફિલ્મનો ફર્સ્ટ  રિવ્યૂ પણ આવી ગયો છે, જેના અનુસાર આ ફિલ્મ  એક દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે. એક્ટર અને ક્રિટીક કુલદીપ ઘડવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘આંખો કી ગુસ્તાખિયાં’  નો રિવ્યૂ શેર  કરતા એક લાંબી નોટ લખી છે

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: પુષ્પા 2 બાદ ફરી જામશે રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન ની જોડી, બોલિવૂડ ની આ સુપરસ્ટાર ના નામ ની પણ ચર્ચા થઇ તેજ

કેવી છે ‘આંખો કી ગુસ્તાખિયાં’ 

ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો રિવ્યૂ  શેર કરતા કુલદીપ ઘડવીએ  લખ્યું છે કે, “આ ફિલ્મે ફક્ત તેમના દિલને જ નહીં, પરંતુ તેમની આત્માને પણ સ્પર્શી.” રિવ્યૂમાં આગળ લખ્યું છે કે, “ફિલ્મ હ્યુમર અને ઊંડા ઇમોશનલ પળોનું મિશ્રણ છે. આ એક દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે જે ધીમે ધીમે ખુલે છે અને તમારા પર ઊંડી છાપ છોડી જાય છે. તેના ડાયલોગ્સથી લઈને તેના ઇમોશનલ ટ્વિસ્ટ સુધી, 2 કલાક અને 20 મિનિટની આ ફિલ્મ તમારા સમયની દરેક પળને યોગ્ય ઠેરવે છે. આ સંપૂર્ણપણે પૈસા વસૂલ સિનેમેટિક એક્સપિરિયન્સ છે.”

 

View this post on Instagram

 

A post shared by Kuldeep (@iamkuldeep23)


‘આંખો કી ગુસ્તાખિયાં’ માં, શનાયા કપૂર એક થિયેટર કલાકારની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે વિક્રાંત મેસીએ  એક અંધ મ્યુઝિશિયનનો રોલ પ્લે કર્યો છે. સંતોષ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રસ્કિન બોન્ડની  ટૂંકી વાર્તા   “ધ આઇઝ હેવ ઇટ”  પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ramayana First Look Ranbir Kapoor as Ram Yash as Ravana Teaser of ‘Ramayanam’ Unveiled
મનોરંજન

Ramayana First Look: ભગવાન રામ ના રૂપ માં રણબીર અને રાવણ ના રૂપ માં છવાયો યશ, રામાયણ ની પહેલી ઝલક થઇ રિલીઝ

by Zalak Parikh July 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ramayana First Look: લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘રામાયણ’ હવે ‘રામાયણમ્’ (Ramayanam) નામથી રજૂ થવા જઈ રહી છે. રણબીર કપૂર ભગવાન રામના રોલમાં અને રૉકિંગ સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થયું છે, જેમાં રામ અને રાવણ ની ઝલક દર્શાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Four More Shots Please Season 4: પ્રાઇમ વિડિયો પર ફરીથી આવી રહી છે ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’, પરંતુ આ વખતે છેલ્લી વાર

ટીઝરમાં દર્શાવાઈ રામ અને રાવણની મહાકાવ્યિક ટક્કર

ટીઝર AR રહેમાનના સંગીતથી શરૂ થાય છે અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના તત્વોથી બ્રહ્માંડના સંતુલનની વાત કરે છે. રાવણ એક એવી શક્તિ તરીકે જન્મે છે જે ભયંકર અને અજય છે. તેને રોકવા માટે વિષ્ણુ પોતે રામ તરીકે અવતાર લે છે. ટીઝર રોમાંચક દ્રશ્યોથી ભરપૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Namit Malhotra (@iamnamitmalhotra)


ફિલ્મમાં સાઈ પલ્લવી સીતા તરીકે, રવિ દુબે લક્ષ્મણ તરીકે અને સની દેઓલ હનુમાન તરીકે જોવા મળશે. OG રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ દશરથના રોલમાં છે. ફિલ્મનું નિર્માણ નામિત મલ્હોત્રા દ્વારા અને દિગ્દર્શન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.ફિલ્મ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની મહાકાવ્યિક કહાનીને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India Pakistan Ceasefire Should US be thanked for India-Pakistan ceasefire understanding Here's what Jaishankar replied
Main PostTop Postદેશ

India Pakistan ceasefire : તો શું ટ્રમ્પે ખરેખર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હતું? વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ભારત-પાક વચ્ચે સીઝફાયર..

by kalpana Verat July 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 India Pakistan ceasefire : એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે આ હુમલા પાછળ રહેલા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કરીને જોરદાર પ્રતિક્રિયા આપી. આ કાર્યવાહી દરમિયાન, ભારતીય દળોએ શરૂઆતમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી હતી. ઉપરાંત, પાકિસ્તાની સૈન્ય દ્વારા આ કાર્યવાહીનો જવાબ આપવાનો પ્રયાસ કર્યા પછી, ભારતે પાકિસ્તાનના કેટલાક હવાઈ મથકોને નિશાન બનાવ્યા, જેના કારણે ભારે નુકસાન થયું. જોકે, બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી. જોકે, ભારતે કહ્યું હતું કે બંને દેશોની સેનાઓના ડીજીએમઓ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. છતાં ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું.

 India Pakistan ceasefire :  યુદ્ધવિરામની શરૂઆત કોણે કરી તે અંગે મોટું નિવેદન  

આ પૃષ્ઠભૂમિમાં, ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની શરૂઆત કોણે કરી તે અંગે મોટું નિવેદન આપ્યું છે. આ અંગે એસ. જયશંકરે કહ્યું કે તે સમયે જે બન્યું તેના રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ છે. બંને દેશોના ડીજીએમઓ વચ્ચેની ચર્ચા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ સમયે વેપારનો હવાલો આપીને અમેરિકાએ બંને દેશો વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો હોવાના ટ્રમ્પના દાવાને પણ એસ. જયશંકરે નકારી કાઢ્યો હતો.

 India Pakistan ceasefire :  યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોના ડીજીએમઓ દ્વારા લેવામાં આવ્યો

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી ત્યારે તમને શું લાગ્યું? તે સમયે પીએમઓમાં વાતાવરણ કેવું હતું? જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે કહ્યું કે તે સમયે શું બન્યું તેના રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ છે. આ યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોના ડીજીએમઓ દ્વારા લેવામાં આવ્યો હતો. તો હું આ મુદ્દો અહીં જ સમાપ્ત કરીશ. ઉપરાંત, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારત અને અમેરિકા કેન્દ્રસ્થાને છે. આપણો દેશ એક મોટો દેશ છે. આપણે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છીએ. આપણી વસ્તી સૌથી વધુ છે. આપણો પ્રભાવ વધી રહ્યો છે. તેથી, આ પ્રશ્ન પૂછતી વખતે પણ આપણે આત્મવિશ્વાસ દર્શાવવો જોઈએ, એમ જયશંકરે વધુમાં જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Raj-Uddhav Thackeray Victory Rally: 5 જુલાઈએ મુંબઈમાં ઉદ્ધવ-રાજ ઠાકરેની સંયુક્ત રેલી, પોલીસે હજુ સુધી નથી આપી પરવાનગી; હવે શું કરશે ઠાકરે બંધુ..

દરમિયાન, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે 18 જૂને ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે પણ જોરશોરથી ચર્ચા થઈ હતી.

 

July 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kajol Horror Film ‘Maa’ Gets Positive First Reviews
મનોરંજન

Maa First Review: જો તમે પણ કાજોલ ની હોરર મુવી માં જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો ફિલ્મ નો રીવ્યુ

by Zalak Parikh June 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Maa First Review: કાજોલ, ખેરિન શર્મા, રોનિત રોય અને ઇન્દ્રનીલ સેનગુપ્તા અભિનીત હોરર ફિલ્મ ‘માં’ આજે 27 જૂન, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ નો પહેલો રિવ્યૂ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં દર્શકો કાજોલના અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મમાં માતૃત્વ, ત્યાગ અને અદૃશ્ય શક્તિઓ સામેની લડત દર્શાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ISPL Season 3: ISPL સીઝન 3 માં થઇ સલમાન ખાન ની એન્ટ્રી, આ ટિમ નો બન્યો માલિક

પ્રથમ રિવ્યૂ અને પ્રતિક્રિયાઓ

ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ સોશિયલ મીડિયા પર દર્શકોના પ્રતિસાદ આવ્યા છે. એક યુઝરે લખ્યું: “#MAAFirstReview 3.5/5 – એક સારી રીતે બનાવેલી હોરર ડ્રામા છે.” બીજાએ લખ્યું: “કાજોલનો અભિનય અદભૂત છે, ફિલ્મ હ્રદયસ્પર્શી છે.” ફિલ્મના દિગ્દર્શક વિશાલ ફુરિયા અને નિર્માતા અજય દેવગન ની ટીમને પણ પ્રશંસા મળી રહી છે.

#MAAFirstReview 3.5/5⭐
𝗧𝗵𝗿𝗶𝗹𝗹𝗶𝗻𝗴

“It’s a extremely well made Horror drama entertainer, which engages you start to end.”#MAA (#MAAReview)#Kajol, #AjayDevgn & #VishalRevantiFuria… pic.twitter.com/2tJ74YgazR

— Zohaib Shah 🇵🇰 (@Zohaib4Sweety) June 21, 2025


‘માં’ એક સુપરનેચરલ હોરર ડ્રામા છે જેમાં કાજોલ એક એવી માતાની ભૂમિકા ભજવે છે જે પોતાની દીકરીને અંધકારમય શક્તિઓથી બચાવવા માટે બધું ત્યાગી દે છે. ફિલ્મ ‘શૈતાન યુનિવર્સ’નો ભાગ માનવામાં આવી રહી છે અને તેને UA 16+ રેટિંગ મળ્યું છે, એટલે કે 16 વર્ષથી ઉપરના દર્શકો માટે યોગ્ય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Iran Israel Ceasefire Violation Iran breaks ceasefire with missile attack on Israel; Katz instructs IDF to ‘respond forcefully’
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Iran Israel Ceasefire Violation: માત્ર અઢી કલાકમાં તૂટ્યું સીઝફાયર.. ઈરાને કર્યો યુદ્ધવિરામનો ભંગ, ઇઝરાયલે કહ્યું- ‘અમે સંપૂર્ણ તાકાતથી જવાબ આપીશું’

by kalpana Verat June 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Iran Israel Ceasefire Violation: 24 જૂન, 2025 ના રોજ અમલમાં આવનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ જોખમમાં આવી ગયો, જ્યારે ઇઝરાયલે દાવો કર્યો કે ઇરાને તેના હવાઈ ક્ષેત્રમાં મિસાઇલો છોડી છે. મંગળવારે સવારે ઉત્તર ઇઝરાયલમાં વિસ્ફોટો અને સાયરન સંભળાયા કારણ કે બંને દેશો 12 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ પર સંમત થયા હતા.

Iran Israel Ceasefire Violation: યુદ્ધવિરામ લાંબો સમય ટકી શક્યુ નહીં

જોકે, યુદ્ધવિરામ લાંબો સમય ટકી શક્યો નહીં. જાહેરાતના અઢી કલાકમાં ઇઝરાયલના આકાશમાં ઇઝરાયલી મિસાઇલો જોવા મળી હતી. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, આમાં 4 લોકોનાં મોત પણ થયા છે. જવાબમાં, સંરક્ષણ પ્રધાન કાત્ઝે આ હુમલાનો બદલો લેવા માટે તેહરાનને હચમચાવી નાખવાની ધમકી આપી છે. તેમણે પોતાની સેનાને ઇરાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો તાત્કાલિક જવાબ આપવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાયલી હુમલાના જવાબમાં, ઇઝરાયલી સેનાએ ઇરાનના લશ્કરી ઠેકાણાઓ અને સરકારી મથકોને નિશાન બનાવીને હુમલો કરવો જોઈએ.

Iran Israel Ceasefire Violation: યુદ્ધવિરામની પૃષ્ઠભૂમિ

ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે ઇઝરાયલ અને ઈરાન સંપૂર્ણ અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. મંગળવારે સવારે કતારમાં આવેલા યુએસ લશ્કરી મથક અલ ઉદેદ પર ઈરાનના મર્યાદિત મિસાઈલ હુમલા અને ઈઝરાયલ પર મિસાઈલ હુમલામાં ચાર લોકોના મોત થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલે ઈરાની શહેરો પર હવાઈ હુમલા કરીને બદલો લીધો.

Iran Israel Ceasefire Violation: નેતન્યાહૂની પ્રતિક્રિયા

ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે 12 દિવસના અભિયાનમાં, ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોનો નાશ કર્યો, લશ્કરી નેતૃત્વને નુકસાન પહોંચાડ્યું અને તેહરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું. નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ઈઝરાયલ જોરદાર જવાબ આપશે.

આ સમાચાર પણ વાંચો : Israel Iran War : પહેલા ભીષણ યુદ્ધ, પછી વળતો હુમલો અને અંતે ટ્રમ્પની જાહેરાત… આ રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસનું યુદ્ધ અટક્યું..

Iran Israel Ceasefire Violation: ઈરાનનું વલણ

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ X ના રોજ કહ્યું હતું કે કોઈ ઔપચારિક યુદ્ધવિરામ કરાર થયો નથી, પરંતુ જો ઈઝરાયલ સાંજે 4 વાગ્યા (તેહરાન સમય) સુધીમાં હુમલાઓ બંધ કરશે, તો ઈરાન જવાબી કાર્યવાહી કરશે નહીં. ઈરાની રાજ્ય ટેલિવિઝનનો દાવો છે કે યુદ્ધવિરામ સવારે 7:30 વાગ્યે અમલમાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પની જાહેરાત પછી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Iran Israel Ceasefire Violation: યુદ્ધવિરામ અનિશ્ચિત છે

12 દિવસના યુદ્ધમાં ઈઝરાયલમાં 28 લોકો માર્યા ગયા અને 1,000 થી વધુ ઘાયલ થયા. ઈરાનમાં 974 લોકો માર્યા ગયા અને 3,458 ઘાયલ થયા, જેમાં ૩૮૭ નાગરિકો અને 268 લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ટ્રમ્પે તેને 1967ના 6 દિવસના યુદ્ધની યાદ અપાવતા 12 દિવસનું યુદ્ધ ગણાવ્યું.

 

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fire Breaks Out on Anupamaa Set, No Casualties Reported Producer Rajan Shahi Issues Statement
મનોરંજન

Anupamaa Set Fire: અનુપમા ના સેટ પર લાગેલી આગ બાદ રાજન શાહી એ જારી કર્યું સ્ટેટમેન્ટ, લોકોને કરી આવી અપીલ

by Zalak Parikh June 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anupamaa Set Fire: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ ના સેટ પરથી સોમવારે સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. સેટ પર અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, સમયસર કાબૂ મેળવવામાં આવ્યો અને કોઈ જાનહાની થઈ નથી. શોના પ્રોડ્યૂસર રાજન શાહી એ એક ઓફિશિયલ નોટ જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur Prayer Meet: સંજય કપૂર ની પ્રાર્થના સભા માં આંસુ ભરેલી આંખો સાથે જોવા મળી પ્રિયા સચદેવ, પૂર્વ પતિ ની પત્ની ને જોઈ કરિશ્મા કપૂર પણ બની ભાવુક

સેટ પર કોઈ શૂટિંગ ન હતું, તમામ સ્ટાફ સુરક્ષિત

રાજન શાહીની ટીમે જણાવ્યું કે સેટ પર શૂટિંગ શરુ થવાનું હતું પણ સમય થોડી વાર પછીનો હતો. ત્યારે માત્ર સિક્યુરિટી અને ટેકનિકલ સ્ટાફ હાજર હતો અને બધા સુરક્ષિત છે. લાઇટ્સ પણ બંધ હતી, જેથી વધુ નુકસાન ટળ્યું.પ્રોડ્યૂસરની ટીમે જણાવ્યું કે આગ લાગવાનું સાચું કારણ હજુ શોધી રહ્યા છીએ. સાથે જ તેમણે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સત્તાવાર અપડેટની રાહ જોવાની અપીલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


રૂપાલી ગાંગુલી નો શો ‘અનુપમા’ સતત TRP ચાર્ટમાં ટોચ પર રહ્યો છે. આગની ઘટનાની ખબર મળતાં જ ફેન્સે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી અને ટીમ માટે સલામતીની શુભેચ્છાઓ પાઠવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Iran on Ceasefire Iran Foreign Minister Says No Final Ceasefire Agreement With Israel After Donald Trump Claim
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Iran on Ceasefire:ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો, ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ પર આપ્યો સ્પષ્ટ જવાબ; કહ્યું : ‘ઇઝરાયલે પહેલા હુમલા બંધ કરે..’

by kalpana Verat June 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Iran on Ceasefire:ઈરાન પર હુમલો કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. પરંતુ ઈરાને તેમના દાવાને નકારી કાઢ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયાના દાવાને નકારી કાઢ્યો છે. અરાઘચીએ કહ્યું છે કે હાલમાં આવી કોઈ સમજૂતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનાર તેઓ જ હતા. ભારતે પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો.

Iran on Ceasefire:ઈરાને શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો પછી, સવારે 4.16 વાગ્યે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે. તેમણે સોશિયલ પ્લેટફોર્મ X પર પોતાનો સંદેશ પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે, યુદ્ધવિરામ કે લશ્કરી કાર્યવાહીના અંત અંગે હજુ સુધી કોઈ કરાર થયો નથી. ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. ઈરાને ફક્ત સ્વ-બચાવમાં જ જવાબ આપ્યો હતો. તેથી, યુદ્ધ અટકાવવાની જવાબદારી પણ ઇઝરાયલની છે. ઇઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ. જો ઇઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન પણ બદલો લેશે નહીં.

 

As Iran has repeatedly made clear: Israel launched war on Iran, not the other way around.

As of now, there is NO “agreement” on any ceasefire or cessation of military operations. However, provided that the Israeli regime stops its illegal aggression against the Iranian people no…

— Seyed Abbas Araghchi (@araghchi) June 24, 2025

Iran on Ceasefire: ઇઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ

અરાઘચીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઇરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું નથી. તે ઇઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી, બંને દેશો વચ્ચે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે કોઈ કરાર થયો નથી. જો ઈઝરાયલ ઈરાન પર હુમલા બંધ કરશે, તો અમે હુમલા બંધ કરીશું. ઇઝરાયેલ દ્વારા હુમલા બંધ થયા પછી અમારી લશ્કરી કાર્યવાહી સમાપ્ત કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Israel-Iran tensions: જો ઇરાને બંધ કર્યો હોર્મુઝ સ્ટ્રેટ તો દુનિયામાં મચી જશે હાહાકાર, ભારત પણ થશે પ્રભાવિત, જાણો કેન્દ્ર સરકાર કયા દેશોમાંથી આયાત કરે છે ક્રૂડ ઓઇલ

Iran on Ceasefire:ટ્રમ્પે કહ્યું ઇરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયુ 

અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. ઇરાન યુદ્ધવિરામ માટે તૈયાર છે. બાદમાં, તેહરાને આ દાવાને નકારી કાઢ્યો હતો. ઇરાને કહ્યું છે કે તેને યુએસ તરફથી યુદ્ધવિરામ માટે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પરંતુ ઇઝરાયલ યુએસના દાવા પર મૌન રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક