• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Results for fir - Page 6
Search results for

"fir"

Massive Fire Breaks Out on Anupamaa TV Show Set in Mumbai No Casualties Reported
મનોરંજન

Anupamaa Set Fire: ટીવી શો ‘અનુપમા’ના સેટ પર લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન કરી આ માંગ

by Zalak Parikh June 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupamaa Set Fire:  મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટી માં આજે સવારે લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’  ના સેટ પર ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઊંચી-ઊંચી જ્વાળાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આગ સવારે લગભગ 5 વાગ્યે લાગી હતી, જ્યારે સેટ પર કામદારો અને ક્રૂ સભ્યો શૂટિંગની તૈયારીમાં હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સેટને ભારે નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Milind Soman Kedarnath: કેદારનાથ ધામ પહોંચ્યો મિલિંદ સોમન,અભિનેતા અને તેની પત્ની અંકિતા એ શેર કર્યો 30 કિલોમીટર ની પદયાત્રા નો અનુભવ

ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો, કૂલિંગ ઓપરેશન ચાલુ

આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. હાલ કૂલિંગ ઓપરેશન ચાલુ છે જેથી આગ ફરી ન ભભૂકે. આગ લાગવાનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ ચાલુ છે.

Massive Fire Breaks Out on the Set of ‘Anupamaa’ in Mumbai’s Film City – AICWA Demands High-Level Investigation and Accountability

Mumbai, 23rd June 2025 – A major fire broke out early this morning at 5:00 AM on the set of the popular television serial Anupamaa in Film City,… pic.twitter.com/KjxXGyM9mn

— All Indian Cine Workers Association (@AICWAOfficial) June 23, 2025

AICWAએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, CMને લખ્યો પત્ર

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ આ ઘટનાને ગંભીર ગણાવી છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને પત્ર લખી ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી છે. એસોસિએશનના પ્રમુખ એ ફિલ્મ સિટીના મેનેજમેન્ટ અને મજૂર કમિશનરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સેટ પર આગ લાગવાની ઘટનાઓ વારંવાર થાય છે કારણ કે પ્રોડક્શન હાઉસો અગ્નિ સુરક્ષા નિયમોનું પાલન કરતા નથી. AICWAએ આરોપ મૂક્યો છે કે ઘણા પ્રોડ્યુસર અને ચેનલો આગ લાગ્યા પછી પણ જરૂરી સુરક્ષા પગલાં લેતા નથી. તેમણે એ પણ આશંકા વ્યક્ત કરી છે કે ક્યાંક આ આગ ઈન્સ્યોરન્સ ક્લેમ (Insurance Claim) માટે તો લગાવવામાં આવી નથી? તેમણે તમામ સ્ટુડિયો અને સેટ્સનું તાત્કાલિક ફાયર ઓડિટ (Fire Audit) કરવાની માંગ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fire on Anupamaa set Fire Breaks Out On Anupamaa Set In Mumbais Goregaon Film City
Main PostTop Postમનોરંજનમુંબઈ

Fire on Anupamaa set : મુંબઈની ગોરેગાંવ ફિલ્મ સિટીમાં સીરિયલ અનુપમાના સેટ પર લાગી ભીષણ આગ; શૂટિંગ બંધ, થયું મસમોટું નુકસાન..

by kalpana Verat June 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Fire on Anupamaa set :મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં ‘અનુપમા’ સિરિયલના સેટ પર ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. સવારે 5 વાગ્યાની આસપાસ લાગેલી આગમાં ‘અનુપમા’ સિરિયલનો સેટ બળીને રાખ થઈ ગયો છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ‘અનુપમા’ સિરિયલના સેટ પર આગ લાગવાથી નિર્માતાને ભારે નુકસાન થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

#Mumbai के गोरेगांव फिल्म सिटी में आज तड़के 6 बजे आग लग गई..सीरियल “अनुपमा” के सेट पर अचानक आग लग गई..फायर ब्रिगेड की 3 गाड़ियां मौके पर पहुची..आग से सेट को काफी नुकसान पहुचा..किसी के घायल होने की खबर नही..@TNNavbharat @MumbaiPolice pic.twitter.com/NX9eY9ZI3W

— Atul singh (@atuljmd123) June 23, 2025

 Fire on Anupamaa set : આખો સેટ બળીને રાખ થઈ ગયો

  ગોરેગાંવ ફિલ્મ સિટીમાંથી સવારે 5 વાગ્યાથી જ આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડીવારમાં આખો સેટ રાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે અથાક પ્રયાસો કરીને આગ પર કાબુ મેળવ્યો. હાલમાં, કુલિંગનું કામ ચાલી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓ આગ લાગવાનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે.

 Fire on Anupamaa set :આ મામલાની વધુ તપાસ

આગ ‘અનુપમા’ સિરિયલના શૂટિંગ પર મોટી અસર કરે તેવી શક્યતા છે. નિર્માતાઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, આ ઘટના શ્રેણીના ચાહકો માટે આઘાતજનક બની છે. પોલીસ અને ફાયર વિભાગ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Fight : લોકલ ટ્રેનમાં બબાલ, બે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી; જુઓ વિડિઓ

 Fire on Anupamaa set : શૂટિંગ શરૂ થયાના બે કલાક પહેલા જ સેટ પર આગ લાગી

સવારે 7 વાગ્યે શૂટિંગ શરૂ થયાના બે કલાક પહેલા જ સેટ પર આગ લાગી હતી. આગ લાગી તે પહેલાં દિવસના શૂટિંગની તૈયારીઓ ચાલી રહી હતી. ઘટના સમયે સેટ પર ઘણા સ્ટાફ અને ક્રૂ સભ્યો હાજર હતા. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, જો શૂટિંગ શરૂ થયા પછી આગ લાગી હોત, તો પરિસ્થિતિ વિનાશક બની શકી હોત, જેમાં જાનમાલનું નુકસાન થવાની શક્યતા હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
FIR Filed Against Makers of Kesari Chapter 2 Over Historical Distortion Says TMC
મનોરંજન

Kesari Chapter 2: કાનૂની દાવપેચ માં ફસાઈ કેસરી 2, આ કારણે ફિલ્મના નિર્માતાઓ સામે TMC દ્વારા નોંધાઈ FIR,જાણો શું છે સમગ્ર મામલો

by Zalak Parikh June 19, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Kesari Chapter 2: પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ બોલીવૂડ ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ના નિર્માતાઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે ફિલ્મમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળના યોગદાનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ મામલે વિધાનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફિલ્મના સાત પ્રોડ્યુસર્સ સામે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ FIR નોંધાઈ છે

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: અસિત કુમાર મોદી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી ને લઈને કર્યો ખુલાસો

ફિલ્મમાં ક્રાંતિવીરોના નામો અને ઓળખ સાથે ચેડાં

TMCના નેતાઓનું કહેવું છે કે ‘કેસરી 2’માં બંગાળના મુખ્ય ક્રાંતિવીરો જેમ કે ખુદીરામ બોઝ (Khudiram Bose) અને બારિન્દ્રકુમાર ઘોષ (Barindra Kumar Ghosh)ને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. ખુદીરામ બોઝને ‘ખુદીરામ સિંહ’ તરીકે અને બારિન્દ્રકુમાર ઘોષને ‘અમૃતસરના બીરેનદ્રકુમાર’ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. TMCના નેતા ઓ એ આ મુદ્દે પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી.

Anti-bengali filmakers of Kesari Chapter 2 have altered the names of famous Bengali freedom fighters Khudiram Bose and Barin Ghosh in the movie.

An FIR has been lodged against them at Bidhannagar Police Commissinerate for altering their names to Khudiram Singh and Barin Kumar. pic.twitter.com/wnJK870xN5

— Saradsree Ghosh (@TheSavvySapien) June 18, 2025


મમતા બેનર્જીએ ફિલ્મનું નામ લીધા વિના નિર્માતાઓની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેઓ BJP સાથે મળીને બંગાળના ક્રાંતિવીરોના યોગદાનને ઓછું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. TMCના નેતાઓએ કહ્યું કે આ માત્ર ભૂલ નથી, પણ બંગાળના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસને ભૂંસવાનો ષડયંત્ર છે. તેમણે સેન્ટ્રલ સેન્સર બોર્ડ (Censor Board)ની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Firecracker Factory Explosion 4 women killed, 9 injured in explosion at firecracker factory in UP
Main PostTop Postરાજ્ય

Firecracker Factory Explosion : પ્રચંડ વિસ્ફોટ… UPના અમરોહામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, આટલા કામદારોના મોત..

by kalpana Verat June 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Firecracker Factory Explosion : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અહીંના રજબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અત્રાસી ગામમાં એક ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક વિસ્ફોટ થયો. આ ઘટનામાં, ફેક્ટરીની ઇમારત, ટીન શેડ વગેરે જોરદાર વિસ્ફોટથી જમીનદોસ્ત થઈ ગયા. આ અકસ્માતમાં 6 કામદારોના મોત થયા છે જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

 

अमरोहा/रजबपुर थाने के अतरासी गांव मे पटाखा फैक्ट्री मे जोरदार ब्लास्ट। फैक्ट्री मे पटाखे बना रही चार महिलाओं की मौत। जगंल मे चल रही थी फैक्ट्री, धमाके मे 6 महिलाएं घायल। जिला अस्पताल में कराया भर्ती। फैक्ट्री मे सिर्फ महिलाएं ही करती थी काम। #Amroha pic.twitter.com/hg4U80ZKJ0

— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@ArunAzadchahal) June 16, 2025

 જંગલોની વચ્ચે કાર્યરત હતી ફેક્ટરી 

આ અકસ્માતમાં 12 થી વધુ કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફેક્ટરી ગામના જંગલોની વચ્ચે કાર્યરત હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઇમારત અને ત્યાં સ્થાપિત ટીન શેડ પણ પડીને કાટમાળમાં ફેરવાઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Updates: મુંબઈમાં આગામી 24 કલાક પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..

 Firecracker Factory Explosion : રાહત અને બચાવ કાર્ય ચાલુ  

અમરોહામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ સ્થાનિક લોકો પાસેથી માહિતી મળતા જ પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રશાસન દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે કાટમાળ દૂર કરવાનું કામ હજુ પણ ચાલુ છે. અમરોહા પોલીસના જણાવ્યા અનુસાર, ફટાકડાની ફેક્ટરી લાઇસન્સ પ્રાપ્ત હતી. સૈફુરરહમાન નામનો વ્યક્તિ હાપુડથી તેનું સંચાલન કરી રહ્યો હતો. એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં વિસ્ફોટ કેવી રીતે થયો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pune-Daund Train Fire pune-Daund Train Fire Blaze Erupts Coach DEMU Train Sparks Panic Watch Video smoking bidi toilet moving train
રાજ્ય

Pune-Daund Train Fire: પુણેમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લાગી, મુસાફરોમાં ગભરાટ; જુઓ વિડીયો

by kalpana Verat June 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Pune-Daund Train Fire: ગઈકાલે બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના આજે પુણે જિલ્લામાં ચાલતી DEMU (ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેનના ટોયલેટમાં આગ લાગી હોવાના અહેવાલ છે, આગ માં  કોચનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો. કોચમાં આગ જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કોચમાં બેઠેલા મુસાફરોએ ધુમાડો નીકળતો જોયો અને આગની ગંધ આવતા જ તેઓએ જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો.  

 

A passenger aged 55, hailing from Madhya Pradesh, reportedly discarded a lit ‘bidi’ in a dustbin aboard the Daund-Pune DEMU train, which subsequently caused a fire incident. pic.twitter.com/1NOZ12u1ak

— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 16, 2025

Pune-Daund Train Fire: આ છે કોચમાં આગ લાગવાનું કારણ

રેલવે પ્રવક્તાએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ટ્રેન કોચમાં આગ એક બીડીને કારણે લાગી હતી, જે એક વ્યક્તિએ કોચ પાસે રાખેલા ટ્રેનના ડસ્ટબીનમાં ફેંકી હતી. આગને કારણે કચરો સળગી ગયો હતો અને કોચ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ડસ્ટબીનમાં બીડી ફેંકનાર વ્યક્તિ કોચમાં જ બેઠો હતો. એક વ્યક્તિએ તેને બીડી ફેંકતા જોયો હતો. તેણે આરપીએફને તે વ્યક્તિ વિશે જણાવ્યું. કડક પૂછપરછમાં તે વ્યક્તિએ બીડી ફેંક્યાની કબૂલાત કરી હતી, તેથી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. આ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ પુણે જિલ્લાના યેવત ગામ નજીક થયો હતો અને કોચ ધુમાડાથી ભરેલો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી.

આ સમાચાર પણ વાંચો : Shubhanshu Shukla Axiom 4 Mission: અવકાશમાં નવી ગાથા લખવાની તૈયારી પૂર્ણ… શુભાંશુ શુક્લા અવકાશ યાત્રા પર જશે; નવી તારીખ જાહેર કરવામાં આવી

Pune-Daund Train Fire: મુસાફર શૌચાલયમાં ફસાઈ ગયો હતો

પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટના સમયે એક વ્યક્તિ શૌચાલયમાં ફસાઈ ગયો હતો. ધુમાડાને કારણે તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, પરંતુ દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતનો કેસ દૌંડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તપાસ બાદ, રિપોર્ટ રેલવે અધિકારીઓને સુપરત કરવામાં આવશે. બધા મુસાફરો સુરક્ષિત છે. તપાસ કર્યા પછી જ મુસાફરો સાથે ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kerala cargo fire:Indian Navy, Coast Guard And IAF Execute High-Risk Operation To Stabilise Fire-Hit Singaporean Vessel Off Kochi
દેશ

Kerala cargo fire: ICG, નૌકાદળ અને IAF એ કોચી પાસે આગથી પ્રભાવિત સિંગાપોરના જહાજને સ્થિર કરવા માટે ઉચ્ચ-જોખમી કામગીરી હાથ ધરી

by kalpana Verat June 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai
Kerala cargo fire: સિંગાપોરના જહાજ MV WAN HAI 503ના અગ્નિશામક અને બચાવ કામગીરીમાં એક મોટા વિકાસમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના સહયોગથી 13 જૂન, 2025ના રોજ મુશ્કેલીમાં મુકાયેલા કન્ટેનર જહાજના ખેંચાણને દરિયાઈ ટગ ઓફશોર વોરિયરમાં સફળતાપૂર્વક સ્થાનાંતરિત કર્યું. ICG એ ઘણા દિવસો સુધી જહાજને કેરળના દરિયાકાંઠે ખેંચી રાખ્યું હતું પરંતુ હવામાન અચાનક બગડતા અને પશ્ચિમી પવનોને કારણે, તે ખતરનાક રીતે કિનારા તરફ વહી ગયું.

પ્રતિકૂળ હવામાન હોવાને કારણે હવાઈ કામગીરી પર પ્રતિબંધ અને બચાવ ટીમોના બોર્ડિંગમાં વિલંબ હોવા છતાં, 13 જૂનના રોજ કોચીથી લોન્ચ કરાયેલ નેવી સી કિંગ હેલિકોપ્ટર અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં બચાવ ટીમના સભ્યોને જહાજ પર સફળતાપૂર્વક બેસાડવામાં સફળ રહ્યું. ત્યારબાદ ટીમ કોચીના દરિયાકાંઠે લગભગ 20 નોટિકલ માઇલ દૂર ઓફશોર વોરિયર સાથે 600 મીટરનું દોરડું જોડવામાં સફળ રહી. જહાજને હવે 1.8 નોટની ઝડપે પશ્ચિમ તરફ ખેંચવામાં આવી રહ્યું છે અને તે લગભગ 35 નોટિકલ માઇલ દૂર છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi 3-Nation Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ! ક્રોએશિયા જનારા પહેલા ભારતીય પીએમ, કાલે 3 દેશોના પ્રવાસે જશે, જાણો સંપૂર્ણ યોજના

ત્રણ ICG ઓફશોર પેટ્રોલ જહાજો કન્ટેનર જહાજને એસ્કોર્ટ કરી રહ્યા છે અને અગ્નિશામક કામગીરી હાથ ધરી રહ્યા છે. હાલમાં, જહાજ પર ફક્ત ગાઢ ધુમાડો અને થોડા અલગ અલગ હોટસ્પોટ્સ બાકી છે, જે ICGના અસરકારક અગ્નિશામક પ્રયાસોનો પુરાવો આપે છે, જેણે મોટી પર્યાવરણીય આપત્તિ ટાળવામાં મદદ કરી છે.

ICG શિપિંગ મહાનિર્દેશાલય સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે જેથી ખાતરી કરી શકાય કે જહાજ ભારતીય દરિયાકાંઠાથી ઓછામાં ઓછા 50 નોટિકલ માઇલ દૂર રહે જ્યાં સુધી માલિકો દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તેનું ભાવિ નક્કી ન થાય. વધારાના અગ્નિશામક ટગના અપેક્ષિત આગમન સાથે પરિસ્થિતિ વધુ સ્થિર થવાની અપેક્ષા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire News Major fire breaks out in Mahim due to AC compressor explosion; Two die in blaze.
મુંબઈ

Mumbai Fire News : મુંબઈના માહિમમાં એસી કોમ્પ્રેસર ફાટવાથી લાગી ભયાનક આગ; આટલા લોકો જીવતા ભૂંજાયા

by kalpana Verat June 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Fire News : મુંબઈના માહીમમાં આગ લાગી હતી. એસી કોમ્પ્રેસર ફાટવાથી ભયાનક આગ લાગી હતી. આ આગમાં કમનસીબે બે લોકોના મોત થયા છે.

Mumbai Fire News :  બે લોકો મૃત્યુ પામ્યા 

ઘટનાસ્થળ પરથી મળેલી માહિતી મુજબ, માહીમ વિસ્તારમાં એસી કોમ્પ્રેસરને કારણે આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને આગની જાણ કર્યા બાદ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગને કાબુમાં લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. જોકે, ત્યાં સુધીમાં આગમાં ફસાયેલા બે લોકો આગમાં મૃત્યુ પામ્યા હતા.

Mumbai Fire News : મામલાની વધુ તપાસ

ફાયર બ્રિગેડના કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને માહીમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગમાં ફસાયેલા બાકીના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. દરમિયાન, માહિમ પોલીસ અને ફાયર બ્રિગેડ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Air India Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફક્ત 1 મુસાફર બચી ગયો; સીટ 11A લકી સાબિત થઇ, જાણો શું છે આ સીટની ખાસિયત?

June 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Before Karisma Sunjay Kapur Married This Glamorous Designer Linked to Ranbir and Virat
મનોરંજન

Sunjay Kapur First Wife: કરીશ્મા પહેલા સંજય કપૂરે નંદિતા મહતાની સાથે લીધા હતા સાત ફેરા, વિરાટ કોહલી સાથે છે ખાસ સંબંધ

by Zalak Parikh June 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sunjay Kapur First Wife: બોલીવૂડ અભિનેત્રી કરીશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું હમણાં 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેક  ના કારણે નિધન થયું. સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા, જેમાંથી તેની પહેલી પત્ની નંદિતા મહતાની હતી. નંદિતા એક જાણીતી ફેશન ડિઝાઇનર અને સોશિયલાઈટ છે. તેણે સંજય સાથે 1996માં લગ્ન કર્યા હતા, પરંતુ 2000માં બંને અલગ થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : Sanjay Kapur passes away: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની ઉંમરે થયું નિધન

ફિલ્મી અને ફેશન જગત સાથે જોડાયેલા સંબંધો

નંદિતા મહતાની નો સંબંધ અનેક ફિલ્મી સિતારાઓ સાથે રહ્યો છે. એક સમયે તે ડિનો મોરિયા  ને ડેટ કરતી હતી અને સાથે મળીને ‘Playground’ નામનું ફેશન બ્રાન્ડ પણ શરૂ કર્યું હતું. રણબીર કપૂર એ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેને નંદિતા પર ક્રશ હતો.નંદિતાનો સંબંધ એક્ટર વિદ્યુત જામવાલ સાથે પણ રહ્યો છે. બંનેએ તાજમહલ પર પ્રપોઝલ ની તસવીરો શેર કરી હતી. જોકે, થોડા સમય પછી તેઓ અલગ થઈ ગયા. નંદિતા વર્ષ 2012 થી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ની ફેશન સ્ટાઈલિસ્ટ તરીકે પણ કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nandita Mahtani (@nanditamahtani)


નંદિતા મહતાની એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તેના ભાઈ ભારત મહતાની ના લગ્નમાં અનેક બોલીવૂડ સિતારાઓ હાજર રહ્યા હતા. તેની બહેન અનુ મહતાની સંજય હિંદુજાની પત્ની છે. નંદિતાનું જીવન ફેશન, ફિલ્મ અને બિઝનેસ જગત વચ્ચે એક અનોખો પુલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sitaare Zameen Par First Review Sudha Murty Praises Aamir Khan Film
મનોરંજન

Sitaare Zameen Par First Review: સુધા મૂર્તિ એ જોઈ સિતારે જમીન પર, આમિર ખાન ની ફિલ્મ નો રિવ્યુ આપતા કહી આવી વાત

by Zalak Parikh June 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par First Review: આમિર ખાનની નવી ફિલ્મ “સિતારે જમીન પર”  2007ની કલ્ટ ક્લાસિક “તારે જમીન પર” ની  સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. ફિલ્મની રિલીઝ પહેલા યોજાયેલી સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિ ઉપસ્થિત રહી હતી. તેમણે ફિલ્મને ખૂબ જ સરાહનીય અને દિલને સ્પર્શી જાય તેવી ગણાવી.

આ સમાચાર પણ વાંચો : Shloka and Akash Ambani: શ્લોકા મહેતા એ તેના મિત્ર ના લગ્ન માં બતાવ્યું તેનું અંદર નું ટેલેન્ટ, પત્ની ને આ રીતે જોઈ ખુશ થઇ ગયો આકાશ અંબાણી, જુઓ વિડીયો

સુધા મૂર્તિએ કહ્યું: “આમિર ખાનની ફિલ્મ આંખો ખોલી દે છે”

સુધા મૂર્તિએ જણાવ્યું કે “સિતારે જમીન પર” એક એવી ફિલ્મ છે જે સમાજમાં માનસિક રીતે અલગ બાળકો માટે સમજ અને પ્રેમનો સંદેશ આપે છે. તેમણે કહ્યું કે આવા બાળકો ખૂબ જ ભાવુક અને નિખાલસ હોય છે. ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે આપણે આવા બાળકો પાસેથી જીવનના સાચા મૂલ્યો શીખી શકીએ.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)


આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં 10 નવા યુવા કલાકારોને લોન્ચ કરવામાં આવ્યા છે.આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ગીતો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે અને સંગીત શંકર-એહસાન-લોયે આપ્યું છે. ફિલ્મ 20 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Austria School Firing Austria School Shooting Leaves 11 Dead 'Terrible Tragedy'
આંતરરાષ્ટ્રીય

Austria School Firing :ઑસ્ટ્રિયાની ગ્રાઝ સ્કૂલમાં ગોળીબાર,આટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા; જુઓ વિડિયો

by kalpana Verat June 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Austria School Firing : ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝમાં એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તેમને સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે સ્કૂલમાં ગોળીબાર અને ત્યાંની ગંભીર પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ખાસ દળો સહિત સુરક્ષા દળોને સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે.

 

Firing in a school in Austria
Austria: A school in Graz, Austria, has tragically became the site of an attack.
Reports online have stated at least 8 people have been killed, teachers and student left injured, shortly before 10am as a student open fired into two classrooms, as… pic.twitter.com/33phxO8wC3

— Pravin K. Prabhat (@pravinkashyap) June 10, 2025

Austria School Firing :ઘટનામાં 11 લોકો મૃત્યુ પામ્યા

પોલીસ પ્રવક્તા સાબરી યોર્ગુને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને સુરક્ષા એજન્સીઓ હવે પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, આ ઘટનામાં 11  લોકો મૃત્યુ પામ્યા હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ 

Austria School Firing :ગ્રાઝ ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર

જણાવી દઈએ કે ગ્રાઝ ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી લગભગ 3 લાખ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને પોલીસે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસે ટૂંક સમયમાં વિગતવાર માહિતી આપવાની ખાતરી આપી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક