News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ ( Non interlocking ) કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે :-
- 17 જૂન 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ( Ahmedabad-Patna express Train ) પોતાના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટ-ટૂંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-આગરા કેન્ટ-ઉદી મોડ-ઇટાવા ના માર્ગે ચાલશે. આ ટ્રેન આગરા ફોર્ટ અને ટૂંડલા સ્ટેશનો પર નહીં જાય.
- 14 જૂન 2024 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ( Okha-Guwahati Weekly Express Train ) પોતાના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટ-ટૂંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-આગરા કેન્ટ-ઉદી મોડ-ઇટાવાના માર્ગે ચાલશે. આ ટ્રેન આગરા ફોર્ટ અને ટૂંડલા સ્ટેશનો પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચો: Mumbai local train : સવાર સવાર માં બોરીવલી સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી; મુંબઈ લોકલ ટ્રેન પડી ધીમી.. મુસાફરો અટવાયા..
યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના ( Indian Railways ) રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.