મહારાષ્ટ્રમાં દહીહાંડીની ઊજવણી બની રાજ્કીય અખાડો- શિવસેનાને પછાડવા ભાજપ સહિત તમામ પક્ષો મેદાનમાં- જાહેર કર્યા હતા લાખોના ઈનામ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દહીં-હાંડીને(Dahi Handi)  મહારાષ્ટ્રમાં(Maharashtra) 'રમત'નો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં રાજકારણનો(state politics) ખેલ હજુ પૂરો થયો નથી. ખાસ કરીને ભાજપ-એકનાથ શિંદે જૂથની(BJP-Eknath Shinde group) શિવસેના(Shiv Sena) અને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સમર્થિત શિવસેના(Shiv Sena) વચ્ચે રાજ્યમાં પ્રભુત્વ જમાવવા જોરદાર લડાઈ ચાલી રહી છે, તેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પણ કૂદી પડી છે. દહીં હાંડીના તહેવારની ઊજવણી(Celebrating a festival) આ રાજકીય પક્ષોએ(Political parties) પોતાની પ્રતિષ્ઠા જાળવવા અને બીજા પક્ષોને નુકસાન પહોંચાડવાના ભરપૂર પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

કોરોના મહામારીને(Corona epidemic) કારણે લગભગ બે વર્ષ દરમિયાન તહેવારની ઉજવણી પર પ્રતિબંધો હતા. પરંતુ આ વખતે મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) દહીંહાંડી ઉજવવા પર છૂટ આપી હતી. તેથી શિવસેના, ભાજપ અને મનસે દ્વારા દહીહાંડીના નામે રાજકીય વચર્સ્વ માટે જોરદાર પ્રયાસ કરવામા આવ્યા હતા, જેમાં અમુક પક્ષે દહીં હાંડી વિજેતા 'ગોવિંદા' માટે ઈનામની રકમ વધારીને 55 લાખ રૂપિયા કરી હતી, તો અમુકે વિજેતા ગોવિંદાને સ્પેન પ્રવાસનું વચન પણ આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી 

તે મહારાષ્ટ્રમાં રમતગમતની સંસ્કૃતિનો એક ભાગ છે. હવે મહારાષ્ટ્ર રાજ્યમાં દહીં હાંડીને એડવેન્ચર સ્પોર્ટનો દરજ્જો આપીને લોકોનો તો રસ વધાર્યો છે, તો પોતાને ફાયદો કરાવવાનો પ્રયાસ કર્યો છે વાસ્તવમાં દહીં હાંડીને રમતનો દરજ્જો આપ્યા બાદ હવે ગોવિંદાઓને ખેલાડીઓનો દરજ્જો મળી શકે છે. એટલે કે આગામી સમયમાં અન્ય ખેલાડીઓની જેમ આ ખેલાડીઓ પણ સ્પોર્ટ્સ ક્વોટામાંથી સરકારી નોકરી મેળવવાને પાત્ર બનશે. આવું કરીને શિંદે સરકારે યુવા વર્ગના મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. તો  દહીહાંડીની ઊજવણીના નામે ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના જૂથને તેમના ગઢમાં ઘેરવા માટે શિંદે ગ્રુપ, ભાજપ અને મનસેએ જોરદાર રાજનીતિ પણ અપનાવી હતી.

મહારાષ્ટ્રમાં મુંબઈ દહીંહાંડીનું કેન્દ્ર બની ગયું છે, જે પરંપરાગત રીતે શિવસેનાનો ગઢ છે. જોકે હવે આ શહેરી વિસ્તારને કબજે કરવા માટે શિંદે શિવસેના અને ઠાકરે શિવસેના વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. બંને જુથે સમગ્ર મુંબઈ તેમજ થાણે અને કેટલાક અન્ય શહેરોમાં પોસ્ટર-બેનરો લગાવ્યા હતા. બંને પક્ષોએ શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળ ઠાકરે(Bal Thackeray) અને એકનાથ શિંદેના રાજકીય ગુરુ આનંદ દિઘેને પણ સ્થાન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં હાઈ એલર્ટ- મુંબઈમાં પોલીસને આ દેશમાંથી આવ્યો આતંકવાદી હુમલાની ધમકીભર્યો અનામી કોલ

થાણેમાં શિવસેનાના બંને જૂથો સામસામે થઈ ગયા હતા. એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ(Kalyan MP) શ્રીકાંત શિંદેએ(Srikant Shinde) દહીહાંડીની ઊજવણી દરમિયાન કહ્યું કે તેઓ આ કાર્યો દ્વારા સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેને(Anand Dighe) શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બીજી બાજુ, ઠાકરે જૂથના સાંસદ રાજન વિચારેએ(Rajan Vichare) કહ્યું છે કે શિવસેના દ્વારા આયોજિત કાર્યક્રમ હિન્દુત્વ(Hinduism) પ્રત્યે પક્ષની એકતા, વફાદારી અને સંસ્કૃતિ દર્શાવે છે.

એવું નથી કે શિંદે જૂથ તેના શહેરી મતદારોને શિવસેનાથી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. એકનાથ શિંદેનો ગઢ ગણાતા થાણેમાં ઠાકરે જૂથ પણ ભવ્ય રીતે દહીં હાંડીનું આયોજન કર્યું હતું. થાણેમાં, બંને જૂથો એકબીજાથી માત્ર એક કિલોમીટરના અંતરે દહીં હાંડીનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ટેંભી નાકા ખાતે દહીં હાંડીનું આયોજન કર્યું હતું. આ વિસ્તારમાં શિવસેનાના સ્થાપક આનંદ દિઘે દ્વારા દહીં હાંડી શરૂ કરવામાં આવી હતી, શિંદે પરિવાર આ જ પ્રથાને આગળ ધપાવી છે. બીજી તરફ રાજન વિચારે (ઠાકરે જૂથ)એ જાંભલી નાકા ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ભાજપ, શિવસેના અને અન્ય પક્ષોના બે જૂથો વચ્ચે વર્ચસ્વની આ લડાઈ માત્ર દહીંહાંડી સુધી મર્યાદિત નહોતી. તેના માટે લાખો રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. શિંદે કેમ્પે મુંબઈ અને થાણેમાં યોજાઈ રહેલી દહી હાંડી સ્પર્ધાઓ માટે 2.51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આના જવાબમાં રાજન વિચારેએ થાણેમાં બે હાંડી કાર્યક્રમનું આયોજન કરીને પ્રત્યેકને 11 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

આ સિવાય થાણેના શિવસેનાના અન્ય ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે તેમના વિસ્તારમાં આયોજિત દહીંહાંડીમાં વિજેતા ટીમ માટે 21 લાખ રૂપિયાની ઈનામની જાહેરાત કરી હતી. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તેના સમર્થકો દ્વારા આયોજિત દહીં હાંડી માટે 55 લાખ રૂપિયાની ઈનામની રકમની જાહેરાત કરી હતી. એવી જાહેરાત પણ કરી હતી કે વિજેતાને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, જ્યારે વિશ્વ રેકોર્ડની બરાબરી અથવા તોડનાર ટીમને સ્પેન મોકલવામાં આવશે..

નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની  (BMC) ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને ભાજપે સમગ્ર મુંબઈમાં 370 દહીંહાંડી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.  આ પહેલી  વખત છે જ્યારે મહારાષ્ટ્રના સ્થાનિક પક્ષો તેમજ ભાજપે દહીંહાંડી કાર્યક્રમના આયોજનમાં પોતાનું નામ આપ્યું હતું. આમાંના મોટાભાગના કાર્યક્રમો શિવસેના અને મનસે દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દહીંહાંડીના ઉત્સવમાં ગોવિંદાઓ ભુલ્યા ભાન 5 – 10 નહીં પણ હજારો દંડાયા. આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

આ વખતે ભાજપે મુંબઈના વરલીમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  2019 સુધી આ જગ્યાએ માત્ર શિવસેના જ દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરતી હતી. હાલમાં આદિત્ય ઠાકરે વરલીના ધારાસભ્ય છે. આ ઉપરાંત ભાજપે પરેલ, લાલબાગ, દાદર અને ગિરગામમાં પણ દહીંહાંડીનું આયોજન કર્યું હતું. ભાજપે લગભગ 20 હજાર ગોવિંદાઓને 10 લાખનું વીમા કવચ આપ્યું હતું.

બીજી તરફ, ઠાકરે શિવસેનાએ મુંબઈના દાદર સ્થિત મુખ્યાલય સેના ભવન સામે નિષ્ઠા દહીંહાંડીનું આયોજન કર્યું હતું. પાર્ટી 1960-70ના દાયકાથી આ ફેસ્ટિવલનું આયોજન કરી રહી છે. આનાથી તેને મુંબઈમાં તેમજ મહારાષ્ટ્રના અન્ય શહેરી વિસ્તારોમાં રાજ્યના પોતાના સાંસ્કૃતિક પક્ષ તરીકે મતદારોનો વિશ્વાસ મળ્યો છે. શિવસેનાના આવા કાર્યક્રમો મધ્ય મુંબઈમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરેનો ભાર અત્યાર સુધી આ વિસ્તારોમાં જ રહ્યો છે. હવે ભાજપે શિવસેનાને તેના ગઢમાં પોતાના તરફથી કાર્યક્રમો યોજીને પડકાર ફેંક્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More