ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 ડિસેમ્બર 2020
આખા વર્ષ દરમિયાન કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે 2021માં આવનાર સૌથી પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય.
ગુજરાતભરમાં યોજાતા તમામ પ્રકારના પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવ રદ કરાયો હતો. હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આથી આજે રૂપાણી સરકારની કેબિટનેટ બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાના સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ સરકારના બજેટ અંગેના વિવિધ વિભાગની માગંણીઓ વિશે ચર્ચા થઈ હતી.
આ વર્ષે પતંગોત્સવની ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે.
જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે. ગુજરાતમાં બે દિવસ ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ ઊંધિયું , જલેબી ને છાશનું મેનુ ફીક્સ હોય છે. પરંતુ આ વર્ષે અગાશીમાં બેસી ઊંધિયું ખાવાની મઝા નહીં માણી શકાય…