News Continuous Bureau | Mumbai
Bihar Election Results 2025 બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે એનડીએએ પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી છે, પરંતુ જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નીતીશ કુમાર અત્યાર સુધીમાં મુખ્યમંત્રી તરીકે નવ વખત શપથ લઈ ચૂક્યા છે. જોકે પરિણામો પછી ચર્ચા છે કે ચહેરો કોઈ અન્ય પણ હોઈ શકે છે. આ દરમિયાન જનતા દળ યુનાઈટેડના નેતા શ્યામ રજકે એક મોટું નિવેદન આપ્યું છે.
#WATCH | #BiharElection2025 | Patna: After meeting CM Nitish Kumar, JD(U) leader Shyam Rajak says, “The entire NDA is united. All 5 Pandavas are united. Elections were contested under the leadership of Nitish Kumar. He is our leader and he will be our next CM as well…” pic.twitter.com/8eq8fEUDmY
— ANI (@ANI) November 15, 2025
નીતીશ કુમાર જ રહેશે મુખ્યમંત્રી
બિહારના નવા મુખ્યમંત્રી વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શ્યામ રજકે કહ્યું, “સમગ્ર એનડીએ એકજૂટ છે. પાંડવો એકજૂટ છે. અમે નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી છે. તેઓ જ અમારા મુખ્યમંત્રી છે અને આગળ પણ રહેશે.” આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે જેડીયુ તરફથી મુખ્યમંત્રી પદ માટે નીતીશ કુમારના નામ પર મહોર મારવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય
નીતીશ કુમારે જનતાનો આભાર માન્યો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએને પ્રચંડ જીત મળી છે. આ જીત પર બિહારના નીતીશ કુમારે તમામ સન્માનિત મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. નીતીશે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં રાજ્યના લોકોએ અમને ભારે બહુમતી આપીને અમારી સરકાર પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. આ માટે રાજ્યના તમામ સન્માનિત મતદારોને મારા નમન, હૃદયપૂર્વક આભાર અને ધન્યવાદ.”