ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મહાત્મા ગાંધીના સ્મૃતિદિને ભાષણ આપતા સમય રવિવારે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ મહાત્મા ગાંધીની હત્યા બોલવાને બદલે તેમનો વધ એવો શબ્દપ્રયોગ કર્યો હતો. તેથી નાના પટોલે માનસિક રીતે અસ્વસ્થ લોકોની હોસ્પિટલમાં મોકલવાની માગણી ભાજપના નેતા અને વિધાનસભ્ય ચંદ્રશેખર બાવનકુળેએ કરી હતી.
હવે ભાજપના આ નેતાએ કોગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને સીધો પત્ર લખીને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશાધ્ય નાના પટોલેને તેમના પદ પરથી તાત્કાલિક બરખાસ્ત કરવાની માગણી કરી છે. આવી વ્યક્તિઓ કોંગ્રેસની પ્રતિમાને મલિન કરતા હોવાનું પણ તેમણે પત્રમાં લખ્યું હતું. નાના પટોલે સતત સમાજ વિરોધી વક્તવ્ય કરીને સમાજની શાંતિ ભંગ કરી રહ્યા છે. અમારા પક્ષ સાથે અમારા રાજકીય અને વૈચારિક મતભેદ હોય તો પણ રાષ્ટ્રનું હિત જયાં હોત ત્યાં તમામ પ્રકારના મતભેદ ભૂલીને એક થવાનું હોય છે. આ સમૃદ્ધ લોકશાહીના સંસ્કાર છે, એટલે એ ભાવનાથી પત્ર લખ્યો હોવાનું પણ બાવનકુળેએ કહ્યું હતું.
લો બોલો! ખેડૂતે ગાંજાની ખેતી કરવાની માંગી મંજૂરી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો ઈમેલ. જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાના પટોલે બે વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા. થોડા દિવસ પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દો કહ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પણ્યતિથીએ તેમની હત્યાને બદલે તેમનો વધ એવો ઉલ્લેખ પટોલેએ કર્યો હતો.