ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
રાજસ્થાનમાં ફરી એકવાર 'ગુર્જર આંદોલન'એ જોર પકડ્યું છે, જે આ સમુદાયને અનામત આપવાની માંગ કરી રહ્યાં છે. 1 નવેમ્બરના રોજ, એક મોટી ગુર્જર સંસ્થાએ વિરોધ શરૂ કર્યો, તેના એક દિવસ પછી સમુદાયના નેતાઓએ રાજસ્થાન સરકાર સાથે વાતચીત કરી અને 14 મુદ્દા પર સર્વસંમતી દર્શાવી હતી.
@ ટ્રેનોના રૂટો બદલાયા, અનેક ટ્રેનો ડાયવર્ટ થઈ:
ગુર્જર આંદોલનના પગલે સાત પેસેન્જર ટ્રેનોના રૂટ બદલાયા હતા. ઉત્તર-પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંદોલનને કારણે ફેરવાયેલી ટ્રેનોમાં હઝરત નિઝામુદ્દીન-કોટા છે; બાન્દ્રા ટર્મિનસ-મુઝફ્ફરપુર; કોટા-દહેરાદૂન; ઇન્દોર-હઝરત નિઝામુદ્દીન; હઝરત નિઝામુદ્દીન-ઇન્દોર અને હઝરત નિઝામુદ્દીન-ઉદેપુર; અને ઉદેપુર-હઝરત નિઝામુદ્દીન ટ્રેનનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે "આંદોલનથી દિલ્હી-મુંબઇ રેલ્વે માર્ગ પરના ટ્રાફિકને અસર થશે. બાયના-હિંદૌન માર્ગ પર ટ્રાફિકની અવરજવર ખોરવાઈ હતી."
@ મોબાઇલ ઇન્ટરનેટ સસ્પેન્ડ:
ઘણાં જિલ્લાઓમાં મોબાઇલ- ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ગૃહ વિભાગે ભરતપુર, ધોલપુર, સવાઈ માધોપુર, દૌસા, ટોંક, બુંદી, ઝાલાવાડ અને કારૌલી જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) રદ કર્યો હતો.
સંગઠન માંગ કરી રહ્યું છે કે રાજસ્થાન સરકારે બંધારણની નવમી સૂચિમાં ગુર્જર અનામતનો સમાવેશ કરાવવો જોઈએ, ખાલી જગ્યાઓનો બેકલોગ ભરવો જોઈએ અને બાકી રહેલ ભરતી પ્રક્રિયામાં સૌથી વધુ પછાત વર્ગ (એમબીસી) ને પાંચ ટકા અનામતનો લાભ આપવો જોઈએ.
શનિવારે વાતચીત દરમિયાન જે 14 મુદ્દા પર સર્વસંમતિ સર્જાઇ તેમા, એમબીસી કર્મચારીઓએ તેમની પ્રોબિશન અવધિ પૂર્ણ કરી હોય તેવા નિયમિત પગાર ધોરણ આપવાના સમાવેશ થાય છે.