256
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
સાંસદ સંભાજી રાજે છત્રપતિ મરાઠા આરક્ષણની માગણી સાથે શનિવારથી આઝાદ મેદાન પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે.
મરાઠા આરક્ષણની માંગને લઈને સંભાજી રાજે છત્રપતિના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે.
જો કે ઉપવાસના ત્રીજા દિવસે સંભાજી રાજેની તબિયત લથડી ગઈ છે.
તેમના શરીરમાં શુગર લેવલ ઘટી ગયું છે અને તેઓ નબળાઇ અને ગંભીર માથાનો દુખાવોના લક્ષણો અનુભવી રહ્યા છે.
ડોક્ટરોએ તેમને સારવાર લેવાની સલાહ આપી છે. પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે કોઈપણ પ્રકારની દવા લેવાની ના પાડી દીધી છે.
હવે ડોક્ટરનું કહેવું છે કે સંભાજી રાજેની તબિયત વધુ બગડી તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે કારણ..
You Might Be Interested In