News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shivsena) બળાવાખોર વિધાનસભ્યોને(Rebel MLA) કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi government) તો પડી ભાંગી છે. પરંતુ શિવસેનાને પણ મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ફટકો પડ્યો છે. શિવસેનાનો ગઢ કહેવાતા કોંકણમાં(Kokan) પણ પક્ષને મોટો ફટકો પડ્યો છે. શિવસેનાને થયેલા આ રાજ્કીય નુકસાનનો(Political damage) લાભ લેવા અને પોતાને ફરી બેઠી કરવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મેદાનમાં ઉતરી છે અને તેણે રાજ્યમાં મહાસંપર્ક અભિયાન ચાલુ કર્યું છે.
શિવસેનાને થયેલા રાજકીય નુકસાનનો લાભ લેવા MNSએ મહાસંપર્ક અભિયાન(Mahasampark Abhiyan) ચાલુ કર્યું છે, જેમાં પક્ષ પ્રમુખ રાજ ઠાકરેના(Raj Thackeray) સુપુત્ર અમિત ઠાકરે(Amit Thackeray) કે જે MNSની વિદ્યાર્થીસેનાનો પ્રમુખ છે, તેની આગેવાનીમાં આ અભિયાન લોંચ થયું છે અને હવે અમિત 11 જુલાઈથી શિવસેનાના ગઢ કહેવાતા કોંકણનનો પ્રવાસ કરવાનો છે.
મુંબઈ, થાણે બાદ કોંકણ પર શિવસેનાનું પ્રભુત્વ ગણાય છે. જોકે કોંકણના અનેક નામી નેતાઓ શિવસેના છોડીને એકનાથ શિંદેની સાથે જોડાઈ જતા શિવસેના અહીં નબળી પડી છે. શિંદે સાથે રત્નાગિરીના વિધાનસભ્ય(Ratnagiri MLA) ઉદય સામંત(Uday Samant,), સાવંતવાડીના દિપક કેસરકર(Deepak Kesarkar) અને રત્નાગિરીના દાપોલીના(Dapoli) યોગેશ રામદાસ કદમ(Yogesh Ramdas Kadam) જોડાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની નવી સરકારે પડકારને કર્યો પાર- ફ્લોર ટેસ્ટમાં પાસ થયા શિંદે- આટલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું
MNSના મહાસંપર્ક અભિયાનના પહેલા તબક્કામાં અમિત એક અઠવાડિયા સુધી કોંકણ પ્રદેશના રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરીનો પ્રવાસ કરશે. અહીં તે MNSને મજબૂત કરવાનો પ્રયાસ કરશે એવું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનામાં થયેલા બળવા બાદ પક્ષને ફરી મજબૂત કરવા માટે શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે(Aditya Thackeray) ફરી પ્રયાસ કરી રહ્યા છે અને આદિત્ય મુંબઈમાં ઠેર ઠેરસભા કરી રહ્યા છે અને રાજ્યમાં લોકસંપર્ક ચાલુ કરે તે પહેલા જ તેના પિતરાઈ ભાઈ અમિતે રાજ્યમાં મહાસંપર્ક અભિયાન ચાલુ કરી દીધું છે.