News Continuous Bureau | Mumbai
Rajasthan Politics: લોકસભા ચૂંટણી -2024 પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસના ( Congress ) નેતાઓની પાર્ટી છોડીને ભાજપમાં ( BJP ) જોડાવાની પ્રક્રિયા ચાલુ જ છે. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી ( Lok sabha election ) પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રીઓ લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવ સહિત ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યો અને અધિકારીઓ ભાજપમાં જોડાય ગયા છે. જેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજેન્દ્ર યાદવ અને લાલચંદ કટારિયા અને પૂર્વ ધારાસભ્ય રિચપાલ મિર્ધાનું નામ પણ મોખરે છે.
આલોક બેનીવાલ પણ હવે ભાજપ પાર્ટીમાં જોડાય ગયા છે.
દરમિયાન, આલોક બેનીવાલ ( Congress leaders ) પણ હવે ભાજપ પાર્ટીમાં જોડાય ગયા છે. તેમના સિવાય વિજય પાલ મિર્ધા, રામપાલ શર્મા (ભીલવાડા), રામનારાયણ કિસન, અનિલ વ્યાસ, સુરેશ ચૌધરી અને રિજુ ઝુનઝુનવાલા તેમજ રણધીર સિંહ ભિંદર અને તેમની પત્ની પણ ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તો રણધીર સિંહ ભિંડર ફરી ભાજપમાં જોડાયા છે. આટલું જ નહીં, ભિંડરે તેમની પાર્ટી જનતા સેનાનું ભાજપમાં હવે વિલિનીકરણ પણ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Sharad Pawar : સુપ્રિયા સુલે બારામતીથી ફરીથી ચૂંટણી લડશે, શરદ પવારની જાહેરાત; નણંદ અને ભાભી વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે..
ઉલ્લેખનીય છે કે, એક સમયે રણધીર સિંહ ભિંડર, ગુલાબચંદ કટારિયાના વિરોધી રહ્યા છે. નોંધનીય છે કે, જ્યાં સુધી ગુલાબચંદ કટારિયા રાજસ્થાનની રાજનીતિમાં સક્રિય રહ્યા, ત્યાં સુધી તેમણે રણધીર સિંહ ભિંડરને ભાજપમાં જોડાવા દીધા ન હતા. પરંતુ હવે આ કોંગ્રેસી નેતાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જતાં. હવે પક્ષની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.