ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
મુંબઈ, થાણા તેમજ નવી મુંબઈમાં રેશનિંગની દુકાનો 8:00 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. રાજ્ય સરકારે કોરોના ને કારણે દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ આ સંદર્ભે મુંબઈ રાશન દુકાનદાર સંગઠને લડત ચલાવી હતી. તેમની માંગણી હતી કે રાશનની દુકાન માં આવનાર વ્યક્તિ આર્થિક રીતે નબળી હોય છે. તેમજ રાશનની દુકાન માંથી સરકારી યોજનાઓ પણ કાર્યાન્વિત થાય છે. આ પરિસ્થિતિમાં આ દુકાનો ચાલુ રહેવાની પરમિશન આપવી જોઈએ.
મુંબઈમાં ભારોભાર અસમાનતા : અમુક વોર્ડમાં એકથી વધુ વેક્સીનેશન સેન્ટર તો અમુક વોર્ડમાં એક પણ નહીં.
દુકાનદાર એસોસિયેશનનું એવું પણ કહેવું હતું કે તેમની દુકાનમાં નો સામાન ગોદામ માંથી દુકાન માં દિવસ દરમિયાન ડીલેવર થાય છે. આથી સરકારે છૂટ આપવી જોઈએ.
આખરે સરકારે આ માગણીને માન્ય કરી લીધી છે. આથી હવે રેશનિંગની દુકાનો આખા દિવસ દરમિયાન ચાલુ રહેશે.