ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગુજરાતમાં સી-પ્લેન સેવા આમ તો તેમનાં જ હસ્તે થોડા દિવસો પૂર્વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસનને વેગ આપશે તેવા હેતુ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, સી-પ્લેન સેવાને જેટલી મળવી જોઇતી હતી તેવી પ્રારંભીક સફળતા નથી મળી રહી તેવું સી-પ્લેનનાં બુકીંગ આંકડા પરથી કહી શકાય છે. ત્યારે સી-પ્લેન સેવા બંધ રહેશે તેવી વિગતો સામે આવી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સી પ્લેન હવે સપ્તાહના સાતેય દિવસ નહીં પણ માત્ર પાંચ દિવસ જ ઉડાન ભરશે. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સને કારણે સી પ્લેન ૪-૫ નવેમ્બરના બંધ રહેશે. બીજું એરક્રાફ્ટ આવે નહીં ત્યાં સુધી સી પ્લેન આ જ રીતે સપ્તાહમાં બે દિવસ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસની ઉડાન પછી બે દિવસ માટે સી-પ્લેન સેવા બંધ રાખવામાં આવશે. દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક લેવામા આવશે.
