News Continuous Bureau | Mumbai
વરિષ્ઠ સામાજિક કાર્યકર(Social activist) અણ્ણા હઝારેએ(Anna Hazare) ફરી મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas aghadi Sarkar) સામે બાંયો ચડાવી છે.
અણ્ણા હજારેએ લોકાયુક્ત કાયદાને(Lokayukta laws) લઈને આંદોલનની(Protest) ચેતવણી આપી છે.
અન્ના હઝારેએ રાજ્ય સરકારને(State Govt) કહ્યું છે કે લોકાયુક્ત કાયદો ન લાવવા માગતા હો તો ખુરશી ખાલી કરો.
અણ્ણા હજારેએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે ઠાકરે સરકાર(Thackeray Govt)આવ્યાના અઢી વર્ષ પછી પણ કંઈ થઈ રહ્યું નથી.
સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી(Chief minister) અમારી માંગને કેમ અવગણી રહ્યા છે, મને ખબર નથી. હવે, અમારી પાસે આંદોલન સિવાય કોઈ વિકલ્પ નથી.
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકાર અઢી વર્ષ પહેલાં બની હતી ત્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray)લોકાયુક્ત કાયદો લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે